Home /News /national-international /

2030 સુધીમાં સમુદ્રમાં ડુબી જશે બેંગકોકનો 40 ટકા ભાગ!

2030 સુધીમાં સમુદ્રમાં ડુબી જશે બેંગકોકનો 40 ટકા ભાગ!

પ્રતિકાત્મક તસવીર

બેંગકોક સિવાય જકાર્તા અને મનીલા જેવા દક્ષિણ એશિયાના શહેરો પર પણ ખતરાના વાદળ મંડરાઈ રહ્યા છે.

    જળવાયુ પરિવર્તન પર વાતચીત કરવા માટે તૈયાર બેંગકોક ખુદને પર્યાવરણ સંકટથી બચાવવા માટે ચિંતાતૂર છે. તમને જણાવી દઈએ કે, થાઈલેન્ડની ખાડી પાસે સમુદ્રનું સ્તર દર વર્ષે ચાર કિલોમિટરની એવરેજથી ઉપર ઉઠી રહ્યું છે. હવામાન સાથે જોડાયેલી એક ગંભીર ચેતાવણીમાં કહેવામાં આવ્યું છે કે, આ શહેર માત્ર એક દશકમાં અડધુ પાણીમાં ડૂબી જશે.

    થાઈલેન્ડની રાજધાનીમાં સંયુક્ત રાષ્ટ્રના અગામી જળવાયું સમ્મેલનની તૈયારી માટે મંગલવારે બેઠકો થવાનું શરૂ થઈ ગયું છે. તાપમાન વધવા, હવામાનના અસામાન્ય પેટર્નના  સમયના કારણે આ સીટીની હાલત હજુ વધારે ખરાબ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કારણથી સરકાર પર 2015ની પેરિસ જળવાયુ સંધીને અમલ કરવા  માટેનું દબાણ ખુબ વધી ગયું છે.

    બેંગકોક સિવાય જકાર્તા અને મનીલા જેવા દક્ષિણ એશિયાના શહેરો પર પણ ખતરાના વાદળ મંડરાઈ રહ્યા છે.

    ગ્રીનપીસના તારા બુઆકામસરીએ કહ્યું કે, વિશ્વ બેન્કના રિપોર્ટ અનુસાર, ભારે વરસાદ, હવામાનની પેટર્નમાં ફેરફારના કારણે 2030 સુધીમાં બેંગકોકનો લગભગ 40 ટકા ભાગ  પાણીમાં ડૂબી જશે. હાલના સમયમાં રાજધાની દર વર્ષે એકથી બે સેન્ટીમિટર ડુબી રહી છે અને નજીકના ભવિષ્યમાં અહીં પૂરનો ભિષણ ખતરો મંડરાઈ રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bangkok, Global Warming, Jakarta

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन