ગ્લોબલ ટાઇમ્સના એડિટરે ભારતને ઠંડીમાં લડાઇની આપી ધમકી, ભારતીયોએ લઈ લીધો તેમનો ક્લાસ

News18 Gujarati
Updated: September 11, 2020, 11:38 AM IST
ગ્લોબલ ટાઇમ્સના એડિટરે ભારતને ઠંડીમાં લડાઇની આપી ધમકી, ભારતીયોએ લઈ લીધો તેમનો ક્લાસ
ભારતીય સેના

એડિટરે ટ્વિટમાં કહ્યું કે "ભારતીય સૈનિકોનું સંચાલન તંત્ર ખૂબ જ ખરાબ છે. અનેક ભારતીય સૈનિક કાં તો ઠંડી કે પછી કોવિડ વાયરસના કારણે મરી શકે છે."

  • Share this:
ચીની મીડિયા સતત ભારત ધમકી આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં જ ચીનના સરકાર છાપા ગ્લોબલ ટાઇમ્સ (Global Times)ના સંપાદક હૂ શિજિને ભારતીય સેના (Indian Army)ઠંડમાં લડવામાં આવતી મુશ્કેલીઓને લઇને ધમકી આપી દીધી. પણ શિજિનની આ ધમકી પછી ભારતીય લોકોએ તેમને ટ્વિટર પર ટ્રોલ કરી સણસણતો જવાબ આપ્યો છે. શિજિને કહ્યું કે જો ભારતીય સૈનિકો પેન્ગોંગ તળાવના દક્ષિણ તટથી પાછા નથી જતા તો ચીની સેના આખા ઠંડીના મૌસમમાં તેમને પડકાર આપતી રહેશે.

તેમણે એ પણ કહ્યું કે ભારતીય સૈનિકોનું સંચાલન તંત્ર ખૂબ જ ખરાબ છે. અનેક ભારતીય સૈનિક કાં તો ઠંડી કે પછી કોવિડ વાયરસના કારણે મરી શકે છે. શિજિને ટ્વિટમાં કહ્યું કો જો યુદ્ધ થયું તો ભારતીય સેનાએ ઝડપથી હારી જશે. જો કે શિજિનની આ વાત પર લોકોએ તેનો ક્લાસ લઇને પુછ્યા કેટલાક જોરદાર સવાલ.

એક યુઝરે લખ્યું કે આ પોકળ વાર્તા ભાઇ તું કોઇ બીજાને સંભળાવજે. ભારતીય સેના પહાડોમાં લડવા માટે ચીની સેનાથી બિલકુલ પણ ઓછી નથી. અમારી સેનાએ સિયાચીન જેવી દુનિયાની સૌથી ઠંડી અને ઊંચી જગ્યાએ દેશની રક્ષા કરી છે. અન્ય એક યુઝર મોહસિન શેખે કહ્યું કે સિયાચીન ઉદાહરણ ચીની સંપાદકને કરારો જવાબ છે. તેણે લખ્યું કે સિયાચીનમાં ભારતીય સૈનિકો સાત દિવસ અને 24 કલાક રહે છે.

પહાડી ક્ષેત્રોમાં યુદ્ધમાં ભારતની મહારત છે. તમે ખાલી તમારા સૈનિકોની પ્રેક્ટિસના ખોટા ટિકટોક વીડિયો બતાવો. તેમે છેલ્લુ યુદ્ધ 40-42 વર્ષ પહેલા વિયતનામમાં લડ્યું હતું.વિશાલ ગુર્જરે લખ્યું કે ભારતીય સેના સિયાચિનાં માઇનસ 50 ડિગ્રી પર 10 હજારથી 18 હજારની ફૂટની ઊંચાઇ પર 24 કલાક પહેરો આપે છે. અન્ય એક યુઝર શાશ્વતે સેટેલાઇટની મદદથી તસવીરો બતાવીને કહ્યું કે ચીની સૈનિકો માટે લદાખમાં ટકવું મુશ્કેલ છે. સ્પાંગુર સો ઝીલ સુધી ચીનને આવવા માટે એકમાત્ર રસ્તો નાગરી કુંશાથી આવે છે જે 262 કિલોમીટર દૂર છે.

ચીની સપ્લાય લાઇન 50 કિમી રસ્તો સફર કરીને આવે છે. ચીની સૈનિકો અહીં બે દિવસ પણ ટકી નહીં શકે. અને તેમની સપ્લાય લાઇન રેકિંગ લા પોલ્ટની વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે આ ચીની છાપુ પહેલા પણ અનેક વાર ધમકીઓ આપી ચૂક્યું છે.
Published by: Chaitali Shukla
First published: September 11, 2020, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading