Home /News /national-international /

Exclusive: ભારતને નિશાન બનાવવા માટે Taliban પાકિસ્તાન સાથે હાથ મિલાવશે? તાલિબાની નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈએ કરી સ્પષ્ટતા

Exclusive: ભારતને નિશાન બનાવવા માટે Taliban પાકિસ્તાન સાથે હાથ મિલાવશે? તાલિબાની નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈએ કરી સ્પષ્ટતા

શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈએ કહ્યું કે, તાલિબાન ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે. (ફાઇલ તસવીર- AP)

Afghanistan Latest News: શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈએ CNN-News18ને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં આતંકવાદ, ભારત-પાકિસ્તાન સાથેના સંબંધોને લઈ કરી સ્પષ્ટ વાત

  (મનોજ ગુપ્તા)

  Global Exclusive: ઈન્ડિયન મિલિટરી એકેડેમી (Indian Military Academy)ના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જેઓ અફઘાનિસ્તાન (Afghanistan)ના વિદેશ મંત્રી બનશે એવું માનવામાં આવું રહ્યું છે શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈએ (Sher Mohammad Abbas Stanikzai) સીએનએન-ન્યૂઝ18 સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે તેમનો દેશ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે કોઈનો પક્ષ નહીં લે. દોહાથી ખાસ વાત કરતાં તેમણે જણાવ્યું કે, તાલિબાન (Taliban) ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વધારવા માટે ઉત્સુક છે, તે સ્પષ્ટ સંકેત છે કે નવા તાલિબાન શાસકો (Taliban Rulers) ભારત સરકાર (Indian Government) સાથે હકારાત્મક રીતે જોડાવા આતુર છે.

  શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈ સાથેની વાતચીતના મુખ્ય અંશો...

  સવાલઃ ભારત તરફી તાલિબાનનો શું દૃષ્ટિકોણ છે?
  જવાબઃ અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાત, અમારી વિદેશ નીતિ અમારા તમામ પડોશી દેશો અને સમગ્ર વિશ્વ સાથે સારા સંબંધો રાખવાની છે. અમેરિકન દળો છેલ્લા 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં હતા અને તે પછી તેઓ હવે દેશમાંથી ખસી રહ્યા છે, તેથી આ પછી અમેરિકા અને નાટો સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો રહેશે. તેથી, મને લાગે છે કે તેઓએ પાછા આવીને અફઘાનિસ્તાનના પુનર્વસનમાં ભાગ લેવો જોઈએ. ભારત માટે પણ એવું જ છે, અમે સાંસ્કૃતિક અને આર્થિક જેવા મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા માંગીએ છીએ અને અન્ય સંબંધો કે જે તેમની સાથે હતા. માત્ર ભારત સાથે જ નહીં, તજિકિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન સહિત આપણા તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ.

  સવાલઃ એક ભય એવો છે કે તાલિબાન ભારત સાથે દુશ્મનાવટ કરી શકે છે, તેઓ પાકિસ્તાન સાથે મળીને ભારતને નિશાન બનાવી શકે છે. તમે આ વાતને કેવી રીતે જુઓ છો? શું આ સાચું છે કે ખોટું?
  જવાબઃ મીડિયામાં જે આવતું હોય છે તે મોટાભાગે ખોટું અને પાયાવિહોણું હોય છે, અમારા તરફથી એવું કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું જેનાથી આવો સંદેશ જતો હોય. અમે તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા માંગીએ છીએ.

  સવાલઃ એવો ભય પણ છે કે અફઘાનિસ્તાન આતંકી જૂથો માટે અભયારણ્ય બની શકે છે, જેમાં ભારતના ખતરારૂપ લશ્કર અને જૈશ જેવા આતંકી સંગઠન પણ સામેલ થઈ શકે છે. તેના પર આપની શું કોમેન્ટ છે?
  જવાબઃ ઈતિહાસ પર નજર કરશો તો અફઘાનિસ્તાન તરફથી ભારત સહિત અમારા કોઈપણ પડોશીઓ માટે અહીં કોઈ ખતરો ક્યારેય નહોતો અને ભવિષ્યમાં પણ નહીં હોય. તેમાં કોઈ શંકા નથી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબો રાજકીય અને ભૌગોલિક વિવાદ છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ તેમની આંતરિક લડાઈમાં અફઘાનિસ્તાનનો ઉપયોગ નહીં કરે, તેમની પાસે લાંબી સરહદ છે, તેઓ સરહદ પર પોતાની વચ્ચે લડી શકે છે. તેમણે આ માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ ન કરવો જોઈએ અને અમે કોઈપણ દેશોને આ માટે અમારી જમીનનો ઉપયોગ કરવા નહીં દઈએ

  સવાલઃ આ એક મજબૂત નિવેદન છે કે તમે તમારી ધરતી પર લશ્કર કે જૈશને મોકળું મેદાન નહીં આપો. તમે આ વાતને કન્ફર્મ કરો છો?
  જવાબઃ આ અમારી જવાબદારી છે કે અમે કોઈ એવી તાકાતને પ્રોત્સાહન નહીં આપીએ જે દુનિયાના કોઈ દેશ સામે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરે.

  સવાલઃ તમે IMAમાંથી તાલિમબદ્ધ થયેલા છો, આ સંસ્થાને લઈ તમે જ્યારે ભારતમાં હતા તે સમયની કોઈ યાદ શૅર કરવા માંગશો?
  જવાબઃ તે ખરેખર મારી જવાનીના દિવસો હતો, અફઘાનિસ્તાનમાં રશિયન આવ્યા તે પહેલા મેં ત્યાં તાલિમ લીધી હતી. મેં IMAમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

  સવાલઃ શું તમે તે લોકોના સંપર્કમાં છો?
  જવાબઃ ના, ભારતમાં નહીં.

  સવાલઃ થોડા દિવસ પહેલા કાબુલમાં થયેલા હુમલા માટે કોને જવાબદાર માનો છો?
  જવાબઃ મીડિયામાં મે જોયું છે કે ISISએ હુમલાની જવાબદારી લીધી હતી.

  સવાલઃ પરંતુ ઇન્ટેલિજન્સ રિપોર્ટ એવા સંકેત આપતા હતા કે વિસ્ફોટ હક્કાની કરશે અને ISIS દાવો કરશે. તેની પર આપનું શું કહેવું છે?
  જવાબઃ આવું અફઘાન લોકોના દુશ્મન કહે છે. આ સત્ય નથી અને બિલકુલ ખોટું છે. ISISએ જવાબદારી લીધી છે એવામાં એ સ્પષ્ટ છે કે બ્લાસ્ટ તેમણે જ કર્યો છે.

  સવાલઃ વૈશ્વિક તાકાતો અને ભારત દ્વારા તાલિબાનને માન્યતા આપવાના મુદ્દે આપનો મત શું છે?
  જવાબઃ અમને આશા છે કે માન્યતા મળશે. અમે ઈસ્લામી અમીરાત ઓફ અફઘાનિસ્તાનની સરકાર બનાવીશું, એવામાં અમારા પડોશીઓ અને દુનિયાન અન્ય દેશોને અમારી સાથે સારા સંબંધ રાખવાની જરૂર છે. જ્યારે નવી સરકારની ઘોષણા થશે તો અમે આશા રાખીએ છીએ કે તમામ દેશ જે આ ક્ષેત્ર સાથે સંબંધિત છે તેઓ અમારું સમર્થન કરશે.

  સવાલઃ ભારતે અફઘાનિસ્તાનમાં વિકાસના કાર્યો કર્યા છે. તમે આ બાબતે શું કહેવા માંગો છો?
  જવાબઃ અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા જે વિકાસ થયો છે તે અમારી રાષ્ટ્રીય સંપત્તિ છે અમે તેને એવી જ રીતે સાચવીને રાખીશું અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તમામ અધૂરા કામ ભારત દ્વારા પૂર્ણ કરવામાં આવશે. અમે ભારતને આવવા અને ફરી શરૂ કરવા અને તે પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા આમંત્રણ આપીએ છીએ.

  સવાલઃ તમે તેમને સુરક્ષા કેવી રીતે પૂરી પાડશો?
  જવાબઃ હા. જો કોઈ આપના દેશમાં આવીને કામ કરી રહ્યા છે તો તમારે તેમની સુરક્ષા પૂરી પાડવી પડે. મને નથી લાગતું કે આ પ્રકારનો સવાલ પૂછવાનો કોઈ જરૂર છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Afghanista, Sher Mohd Stanakzai, તાલિબાન, પાકિસ્તાન, ભારત

  આગામી સમાચાર