Home /News /national-international /કૃષિ કાનૂન રદ કરવા માટે 2 ઓક્ટોબર સુધીનો સમય, અમે દબાણમાં ચર્ચા નહીં કરીએ : રાકેશ ટિકૈત

કૃષિ કાનૂન રદ કરવા માટે 2 ઓક્ટોબર સુધીનો સમય, અમે દબાણમાં ચર્ચા નહીં કરીએ : રાકેશ ટિકૈત

કૃષિ કાનૂન રદ કરવા માટે 2 ઓક્ટોબર સુધીનો સમય, અમે દબાણમાં ચર્ચા નહીં કરીએ : રાકેશ ટિકૈત

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનૂનો સામે ખેડૂતોનું ચક્કાજામ છુટપુટ ઘટના સિવાય શાંતિપૂર્ણ રીતે ખતમ થયું

નવી દિલ્હી : ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ રાકેશ ટિકૈતે શનિવારે કહ્યું કે જો સરકાર ત્રણેય કૃષિ કાનૂનને 2 ઓક્ટોબર સુધી પાછા નહીં લે તો આગામી રણનિતી પર કામ કરવાનું શરુ કરી દઇશું. તેમણે કહ્યું કે કૃષિ કાનૂનોને પાછા લેવા માટે અમે સરકારને 2 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ પછી અમે આગળની યોજના બનાવીશું. અમે દબાણમાં સરકાર સાથે કોઈ વાતચીત કરીશું નહીં. આ સાથે તેમણે કહ્યું કે સરકાર કૃષિ કાનૂનોને પાછા લે અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાનૂન બનાવે, નહીંતર આંદોલન યથાવત્ રહેશે. અમે આખા દેશમાં યાત્રા કરીશું અને આખા દેશમાં આંદોલન થશે.

આ દરમિયાન કેન્દ્રના નવા કૃષિ કાનૂનો સામે આંદોલન કરી રહેલા ખેડૂતોના ચક્કા જામના આહ્વવાનના સમર્થનમાં કથિત રુપથી પ્રદર્શન કરવા પર શનિવારે મધ્ય દિલ્હીના શહીદી પાર્ક સામે 50 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી હતી. ખેડૂતોએ શનિવારે બપોરે 12 થી 3 વાગ્યા સુધી રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગો પર ચક્કાજામ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો - ખાલી દુલ્હનના જ ફોટા ક્લિક કરી રહ્યો હતો ફોટોગ્રાફર, વરરાજાએ મારી થપ્પડ, Video વાયરલ

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનૂનો સામે ખેડૂતોનું ચક્કાજામ છુટપુટ ઘટના સિવાય શાંતિપૂર્ણ રીતે ખતમ થયું છે. જમ્મૂથી લઈને કર્ણાટક સુધી ચક્કાજામના સમર્થનમાં ખેડૂતો શનિવારે રસ્તા પર ઉતર્યા હતા.
" isDesktop="true" id="1070019" >

ઉલ્લેખનીય છે કે ત્રણ કૃષિ કાનૂનોને પાછા લેવા અને એમએસપી માટે કાનૂની ગેરન્ટીની માંગણી સાથે પંજાબ, હરિયાણા અને દેશના વિભન્ન ભાગમાંથી આવેલા હજારો કિસાનો છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે.
First published:

Tags: Rakesh tikait, સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો