અયોધ્યામાં ઉદ્ધવે કહ્યું- રામ મંદિર મુદ્દે ભાજપ કુંભકર્ણની જેમ ઊંઘતી રહી, તેને જગાડવા આવ્યો છું

News18 Gujarati
Updated: November 24, 2018, 5:28 PM IST
અયોધ્યામાં ઉદ્ધવે કહ્યું- રામ મંદિર મુદ્દે ભાજપ કુંભકર્ણની જેમ ઊંઘતી રહી, તેને જગાડવા આવ્યો છું
અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ રાજકારણ કરવા નથી આવ્યા પરંતુ તેમને મંદિરની તારીખ જોઈએ.

અયોધ્યામાં સાધુ-સંતો સાથે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત, સાંજે આરતીમાં લેશે ભાગ

  • Share this:
અયોધ્યા: રામ મંદિરને લઈ સ્થિતિ ફરી એકવાર ગંભીર થતી જઈ રહી છે. હજારો શિવસૈનિકો અયોધ્યામાં એકત્ર થયા છે. તમામના મોઢે એક જ નારો છે 'આ વખતે રામ મંદિરનું નિર્માણ થઈને રહેશે'. રવિવારે અયોધ્યામાં યોજાનારી ધર્મસભાને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. આ દરમિયાન શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે પણ પોતાના પરિવાર સાથે અયોધ્યા પહોંચ્યા છે અને સાંજે સરયૂ તટ પર આરતી ઉતારશે. શિવસેના ચીફે પોતાના કાર્યકર્તાઓને ઉદ્દેશીને કહ્યું કે છેલ્લા સાડા ચાર વર્ષથી બીજેપી રામ મંદિરના મુદ્દા પર સૂતી રહી.

4 વર્ષથી ઊંઘી રહેલા કુંભકર્ણને જગાડવા આવ્યો છું- ઉદ્ધવ ઠાકરે


ઉદ્ધવે કહ્યું કે, આજે હું ઊંઘી રહેલા કુંભકર્ણને જગાડવા આવ્યો છું. કુંભકર્ણ માત્ર રામાયણમાં જ નથી. આજે પણ છે. તેઓ 6 મહિના સુધી ઊંઘતા હતા. આજના અનેક કુંભકરણ છેલ્લા 4 વર્ષથી ઊંઘી રહ્યા છે. તેમને હું જગાડવા આવ્યો છું. જે વચન આપે છે તે અમારું હિન્દુત્વ છે તેને નિભાવવા જોઈએ અને સૌ ચાલો ભેગા થઈ મંદિર બનાવીએ. ઠાકરેએ કહ્યું કે, અટલજીની ગઠબંધન સરકાર હતી તેથી તે સમયે મંદિરનો મુદ્દો ઉઠાવવો કદાચ શક્ય નહોતો પરંતુ આજની સરકાર તાકાતવાન સરકાર છે. ઉત્તર પ્રદેશ અને કેન્દ્રની સરકાર મિત્રના હાથોમાં છે.

આ પણ વાંચો, અયોધ્યામાં 1992 જેવી સ્થિતિ: ડરેલા સ્થાનિકો એકત્ર કરી રહ્યા છે વધારાની ખાદ્યસામગ્રી

મંદિર મુદ્દે હવે હિન્દુ ચૂપ નહીં બેસે- ઠાકરે
અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ રાજકારણ કરવા નથી આવ્યા પરંતુ તેમને મંદિરની તારીખ જોઈએ. મોદી સરકારને અલ્ટિમેટમ આપતાં ઠાકરેએ કહ્યું કે મંદિર મુદ્દે હવે હિન્દુ ચૂપ નહીં બેસે. ઠાકરેએ એમ પણ કહ્યું કે, તમને રામ મંદિરનો શ્રેય નથી જોઈતો અને મંદિર બન્યા બાદ તેઓ રામભક્ત તરીકે દર્શન કરવા આવશે. ઑર્ડિનન્સની વાત પર ઠાકરેએ કહ્યું કે, સરકાર ઑર્ડિનન્સ લાવે, શિવસેના સમર્થન કરશે.

અયોધ્યા પહોંચ્યા બાદ શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ સૌથી પહેલા સાધુ-સંતો સાથે મુલાકાત કરી અને પોતાના પરિવારની સાથે લક્ષ્મણ કિલ્લાની મુલાકાત લીધી. અયોધ્યામાં વધી રહેલી ભીડને જોતાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને 70 હજારથી વધુ સુરક્ષાકર્મીઓને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે.

વીએચપી દ્વારા આયોજિત ધર્મસભામાં બે લાખ લોકો એકત્ર થવાનું અનુમાન છે. જોકે, અયોધ્યાના કલેક્ટરનું કહેવું છે કે શહેરમાં ડરનો કોઈ માહોલ નથી. તેઓએ કહ્યું કે શિવસેના અને વીએચપીએ પોતાના કાર્યક્રમો માટે પહેલાં જ મંજૂરી લીધી છે.
First published: November 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading