દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે સરકારી અધિકારીઓને ફરમાન કર્યુ છે કે, તેઓ સરકારી વાહનોનો ઉપયોગ સરકારના કામ માટે જ કરે છે તેવું લખાણ દર મહિને આપવાનું રહેશે. દિલ્હી સરકારે બાબુઓને આ આદેશ કર્યો છે. કેજરીવાલ સરકારને ધ્યાનમાં આવ્યુ હતું કે કેટલાક અધિકારીઓ સરકારી વાહનોનો ઉપયોગ વ્યક્તિગત કામ માટે પણ કરે છે. આથી સરકારે આદેશ કરીને બાબુઓને જણાવ્યુ છે કે, તેમણે દર મહિને આ પ્રકારનું લખાણ હિસાબી શાખાને આપવાનું રહેશે.
દિલ્હી સરકારના સમાજ કલ્યાણ વિભાગના કેટલાક અધિકારીઓ સરકારી વાહનમાં ઘરે જતા હતા અને ઘરેથી ઓફિસ આવવા માટે આ વાહનોનો ઉપયોગ કરતા હતા. આ વિગત બહાર આવતા કેજરીવાલ સરકારે આ પગલુ લીધુ છે.
સરકારી નિયમ મુજબ, જે અધિકારીઓને કારની સુવિધા આપવામાં આવી છે તે અધિકારીઓ આ કારનો ઉપયોગ માત્ર સરાકરી કામકાજ માટે જ કરી શકે. તેમના અંગત કામ માટે સરકારી વાહનનો ઉપયોગ કરી શકે નહીં.
ગયા મહિને જ દિલ્હી સરકારે તેમના સચિવોને આદેશ આપ્યો હતો કે, સરકારના અલગ અલગ વિભાગમાં કેટલી ગાડીઓ ભાડે રાખવામાં આવી છે તેની વિગતો આપે અને તેની પાછળ કેટલો ખર્ચ થાય છે તેની પણ વિગતો દસ દિવસમાં સરકારને આપે. દિલ્હી સરકારના સુત્રોએ જણાવ્યુ કે, તેમના આ આદેશથી જાણી શકાશે કે, સરકારના અલગ અલગ વિભાગમાં ખરેખર કેટલા વાહનોની જરૂર છે અને કેટલા વાહનોનો દુરઉપયોગ થઇ રહ્યો છે. પ્રજાના ટેક્સના નાણા બચાવવાનો આ પ્રયાસ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર