પૈસા આપો, ડિગ્રી મેળવો : 75,000માં એન્જિનિયરિંગ, રૂ. 2 લાખમાં લૉ, HRD મંત્રાયલે તપાસનાં આદેશ આપ્યાં

News18 Gujarati
Updated: August 30, 2019, 10:58 AM IST
પૈસા આપો, ડિગ્રી મેળવો : 75,000માં એન્જિનિયરિંગ, રૂ. 2 લાખમાં લૉ, HRD મંત્રાયલે તપાસનાં આદેશ આપ્યાં
પ્રતિકાત્મક તસવીર

ગાયકવાડે દાવો કર્યો કે તે એન્જીનિયરિંગ, કાયદાની અને પીએચડીની ડિગ્રી અપાવી શકે છે. આ માટે રૂ. 75 હજારથી રૂ. બે લાખનો ખર્ચ થશે.

  • Share this:
મુંબઈ : ન્યૂઝ18 તરફથી કરવામાં આવેલા એક એક્સક્લુઝિવ સ્ટિંગમાં શિક્ષણ જગતની કાળી બાજુ સામે આવી છે. તપાસમાં માલુમ પડ્યું છે કે પૈસા આપીને શૈક્ષણિક સંસ્થાઓની ડિગ્રી મળી રહી છે. આ સ્ટિંગ પ્રસારિત થયા બાદ HRD મંત્રાલયે UGCને આ મામલે તપાસ માટે સમિતિ ઘડવાનો આદેશ આપ્યો છે. ન્યૂઝ18ના અંડરકવર રિપોર્ટરોએ અમુક એજન્ટોનો સંપર્ક કર્યો હતો. આ લોકોએ દાવો કર્યો હતો કે પરીક્ષા આપ્યા વગર કે પછી સ્કૂલ-કોલેજમાં ગયા વગર પણ ડિગ્રીઓ મળી શકે છે.

News18ની ટીમે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, આ વ્યક્તિએ પોતે નવી મુંબઈની ઍજ્યુકેશન કન્સ્લટન્સીનો એજન્ટ હોવાનો દાવો કર્યો હતો. એજન્ટે પોતાનું નામ સ્વપ્નિલ ગાયકવાડ જણાવ્યું હતું. આ એજન્ટ વર્ષ 2006ની બીએની ડિગ્રી આપવા માટે તૈયાર થઈ ગયો હતો. એજન્ટે દાવો કર્યો કે તે યશવંતરાવ ચવ્હાણ યુનિવર્સિટી અને સોલાપુર યુનિવર્સિટીની ડિગ્રી અપાવી શકે છે. આ બંને યુનિવર્સિટીઓને UGC (University Grants Commission) અને AICTE (All India Council for Technical Education)ની માન્યતા મળી છે.

ગાયકવાડે દાવો કર્યો કે તે એન્જીનિયરિંગ, કાયદાની અને પીએચડીની ડિગ્રી અપાવી શકે છે. આ માટે રૂ. 75 હજારથી રૂ. બે લાખનો ખર્ચ થશે. આ મામલે મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વિનોદ તાવડાએ CNN-News18ને જણાવ્યું કે તેઓ તાત્કાલિક આ બૉગસ ડિગ્રીઓ અંગે તપાસ કરાવશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની પ્રતિષ્ઠા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ ખૂબ ખોટું છે. 15 દિવસની અંદર તપાસ પૂરી કરી દેવામાં આવશે. તેમજ દોષિતો સામે અપરાધિક મામલો ચલાવવામાં આવશે.

યૂજીસીએ આ મામલે તપાસના આદેશ આપ્યાં.


સ્વપ્નિલે દાવો કર્યો હતો કે ડિગ્રી મેળવવાની આખી પ્રૉસેસ 45 દિવસમાં પૂરી કરવામાં આવશે. 30 દિવસ પછી સ્કેન કરેલી ડિગ્રી બતાવવામાં આવશે, તેમજ 45 દિવસ પછી હાર્ડ કોપી આપવામાં આવશે. ડિગ્રી ખોટી હોવા અંગે આશંકા વ્યક્ત કરતા એજન્ટે જણાવ્યું કે, "ચિંતા કરવાની જરૂરી નથી. આ સાચી ડિગ્રી છે. આ ડિગ્રીનું વેરિફિકેશન પણ કરી શકો છો."

સાથે જ એજન્ટે એવું કહ્યું હતું કે તે આંધ્ર યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી અપાવી શકે છે. આ માટે થિસિસ પણ પૂરો પાડવામાં આવશે. સાથે જ એજન્ટે એવો પણ દાવો કર્યો હતો કે તે રૂ. બે લાખમાં ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી અપાવી શકે છે.HRD મંત્રાલયે આપ્યો તપાસનો આદેશ

માનવ સંસાધન વિકાસ મંત્રાલય (HRD)એ ગુરુવારે CNN-News18 પર બતાવવામાં આવેલા એક્સક્લુઝિવ રિપોર્ટની નોંધ લીધી હતી. આ રિપોર્ટમાં શિક્ષણ સંસ્થાઓની કાળી બાજુ બતાવવામાં આવી હતી. આ રિપોર્ટમાં એજન્ટે પરીક્ષા આપ્યા વગર કે પછી સ્કૂલ-કોલેજમાં ગયા વગર જ ડિગ્રી આપવાનો દાવો કર્યો હતો.

CNN-News18એ દેશના અનેક ભાગમાં એજ્યુકેશનમાં ચાલી રહેલા રેકેટનો ખુલાસો કર્યો હતો. અહીં એજન્ટો પૈસાના બદલામાં ડિગ્રીનો દાવો કરતા હતા. આ રિપોર્ટની નોંધ લઈને એચઆરડી મંત્રાલયે UGC (યૂનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ને તપાસ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરવાનો નિર્દેશ આપ્યો છે.

મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે, "સમિતિએ ત્રણ અઠવાડિયામાં પોતાની તપાસ પૂરી કરવાની છે અને આવી સંસ્થા કે વ્યક્તિઓની ઓળખ કરવાની છે." જ્યારે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને કહ્યુ છે કે આ મામલે સંબંધીત સંસ્થાઓને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
First published: August 30, 2019, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading