ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બાદ દંડથી બચવા યુવતીએ આત્મહત્યાની ધમકી આપી

યુવતીએ હેલ્મેટ રસ્તા પર ફેંકી દીધું અને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગી

News18 Gujarati
Updated: September 16, 2019, 12:03 PM IST
ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બાદ દંડથી બચવા યુવતીએ આત્મહત્યાની ધમકી આપી
યુવતીએ હેલ્મેટ રસ્તા પર ફેંકી દીધું અને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગી
News18 Gujarati
Updated: September 16, 2019, 12:03 PM IST
નવી દિલ્હી : નવા મોટર વ્હીકલ ઍક્ટ (Motor Vehicles Act) લાગુ થયા બાદથી પોલીસ (Police) અને સામાન્ય લોકોની વચ્ચે ઝઘડાના અહેવાલો આવી રહ્યા છે. ભારે ભરખમ દંડથી બચવા માટે લોકો પોલીસકર્મીઓ સાથે પણ સંઘર્ષમાં ઊતરી રહ્યા છે. આવી જ એક ઘટના દેશની રાજધાની દિલ્હી (New Delhi)માં બની છે. મળતા અહેવાલો મુજબ, જ્યારે ટ્રાફિક નિયમ (Traffic Rule)નું ઉલ્લંઘન કરતાં પોલીસે એક યુવતીને ચાલાન (Challan) માટે રોકી તો તે હદે ભડકી ગઈ કે પોલીસકર્મીને હેલ્મેટથી મારવા અને પોતાનો જીવ આપવાની ધમકી આપવા લાગી.

મીડિયા રિપોર્ટ મુજબ, ઘટના શનિવાર સાંજની છે. જ્યારે યુવતી પોલીસને ધમકી આપી રહી હતો તો ત્યાં હાજર કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી દીધો. કહેવાય છે કે પોલીસે જ્યારે યુવતીને રોકી તો તેણે સ્કૂટીથી ઉતરીને પહેલા તો પોતાનું હેલ્મેટ રસ્તા પર ફેંકી દીધું અને રડી-રડીને પોલીસની સામે આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગી.

આ પણ વાંચો, વડોદરા : ટ્રાફિક પોલીસે મહિલા પોલીસકર્મીને ફટકાર્યો રૂ. 1000નો દંડ

યુવતીએ અનેક નિયમ તોડ્યા હતા

પોલીસના જણાવ્યા મુજબ, યુવતી સ્કૂટી ચલાવતી વખતે ફોન પર વાત કરી રહી હતી. સ્કૂટીની નંબર પ્લેટ પણ તૂટેલી હતી. તેણે પહેરેલી હેમ્લેટની સ્ટ્રેપ પણ ખુલ્લી હતી. આ તમામ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને જોયા બાદ જ્યારે તેને ચાલાન કરાવવા માટે સ્કૂટી સાઇડમાં પાર્ક કરવા માટે કહ્યું તો તેણે હેલ્મેટ રસ્તા પર ફેંકી દીધું અને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગી.

આ પણ વાંચો, ટ્રાફિકના નવા નિયમો પર પરેશ ધાનાણીએ કહ્યુ, 'હવે ઘોડા-ગધેડા, આખલાનો ભાવ અઢી ગણો વધશે'
Loading...

પોલીસને આપી ધમકી

યુવતીએ કહ્યું કે, મારા હાથ-પગ ધ્રૂજી રહ્યા છે. જો મને કંઈક થયું તો તેના માટે પોલીસ જવાબદાર હશે. યુવતીના આ અંદાજને જોઈ પોલીસે ચેતવણી આપીને તેને છોડી દીધી. નોંધનીય છે કે, 1 સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા મોટર વ્હીકલ ઍક્ટમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો, અહીંયા પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને દંડ નથી કરતી પણ...
First published: September 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...