રસ્તા વચ્ચે જ યુવતીઓનું જોરદાર 'તાંડવ', એક બીજાના વાળ ખેંચ્યા, લાતો-ફેંટો વરસાવી, મારામારીનો live video

વાયરલ વીડિયો પરથી તસવીર

Girls fighting video viral in rohtak haryana: સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે કોચિંગ ક્લાસની બહાર વિદ્યાર્થિનીઓના બે ગ્રૂપ છે અને બંને ગ્રૂપ એક બીજાને માર મારી રહી છે. સાથે સાથે બિભત્સ શબ્દોના પ્રયોગો પણ કરી રહી છે.

 • Share this:
  રોહતકઃ હરિયાણાના (Haryana news) રોહતક (Rohtak news) જિલ્લામાં રસ્તા વચ્ચે જ યુવતીઓ વચ્ચે જોરદાર તાંડવ થયું હતું. શહેરમાં એક કોચિંગ સેન્ટરની (Girls fighting out side of Coaching Center) બહાર વિદ્યાર્થિનીઓ વચ્ચે મારા મારી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા (gril fighting video viral on social media) ઉપર વાયરલ થઈ રહ્યો ચે. વીડિયોમાં ચોખ્ખું દેખાય છે કે આશરે 8 યુવતીઓ એક બીજા ઉપર થપ્પડ, તાલો-ફેંટો વરસાવી રહી છે.

  રસ્તા વચ્ચે જ યુવતીઓ એકબીજા સાથે મારામારી ઉપર ઉતરી હતી. જ્યારે રસ્તે પસાર થતાં વાહન ચાલકો તેમની ફાઈટિંગ જોઈ રહ્યા હતા. કેટલાક લોકોએ તેમને વિદ્યાર્થિનીઓને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ મારપીટ કરી રહી હતી. લોકોના ટોળામાંથી કોઈએ આ ઘટનાને મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.

  વિદ્યાર્થિનીઓનો આ તાંડવનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. જોકે, વિદ્યાર્થિનીઓ વચ્ચે આ બબાલ કેમ થઈ હતી એ અંગે હજી ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અને કોઈએ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી નથી.

  પોલીસનું શું કહેવું છે?
  ઘટના અંગે જાણ થતાં પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિનીઓ વચ્ચે થયેલી મારમારીની આ ઘટનામાં કેટલીક છાત્રાઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આર્ય નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વીરેન્દ્ર કુમારના જણાવ્યા પ્રમાણે પોલીસને આ ઘટના અંગે કોઈ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળે છે તો આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.  વિદ્યાર્થિનીઓના બે ટૂકડીઓ વચ્ચે થઈ મારામારી
  સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે કોચિંગ ક્લાસની બહાર વિદ્યાર્થિનીઓના બે ગ્રૂપ છે અને બંને ગ્રૂપ એક બીજાને માર મારી રહી છે. સાથે સાથે બિભત્સ શબ્દોના પ્રયોગો પણ કરી રહી છે. રસ્તા વચ્ચે જ ચાલતું મહાભારત જોવા લોકો ટોળા વળ્યા છે. કેટલાક લોકો યુવતીઓને છોડાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ યુવતીઓ ઝઘડવામાં જ મગ્ન દેખાઈ રહી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?

  આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

  મોરબીમાં પણ થઈ રહી યુવતીઓ વચ્ચે મારામારી
  ઉલ્લેખનીય છે કે કેટલાક મહિનાઓ પહેલા મોરબી શહેરમાં પણ યુવતીઓ વચ્ચે મારમારી થઈ હતી. યુવતીઓ એકબીજાના વાળ ખેંચીને લાતો ફેંટો મારતો વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
  Published by:ankit patel
  First published: