Home /News /national-international /ગજબ: આ યુવતીને છે પોતાની હાઈટ કરતા વધારે લાંબા વાળ, સુંદરતા જોઈ મહિલાઓને થશે ઈર્ષ્યા

ગજબ: આ યુવતીને છે પોતાની હાઈટ કરતા વધારે લાંબા વાળ, સુંદરતા જોઈ મહિલાઓને થશે ઈર્ષ્યા

આ યુવતીને છે પોતાની હાઈટ કરતા વધારે લાંબા વાળ

લંડનમાં રહેતી આ છોકરીનું નામ માલ્ગોર્જેટા કુલ્સ્કીક (Malgorzata Kulczyk) છે, 35 વર્ષિય કુલ્સ્કીકના વાળની લંબાઈ 5 ફુટ 2 ઈંચ છે. સમયની સાથે હજૂ પણ વાળ વધી રહ્યા છે. કુલ્સ્કીકે તેને ક્યારેય નહીં કપાવાનો નિર્ણય લીધો છે.

    ઘાટ્ટા, લાંબા અને મજબૂત વાળા સૌ કોઈને ગમે છે. જો કે, જેમની પાસે આ હોય છે, તેને તેની કેર કરવાનું પણ એક ટાસ્ક હોય છે. આ તમામની વચ્ચે એક છોકરીએ જણાવ્યું છે કે, તે કેવી રીતે પોતાના 5 ફુટ લાંબા વાળની દેખરેખ રાખે છે. છોકરીના વાળ તેની હાઈટથી વધારે લાંબા છે. જ્યારે તે ઊભી થાય છે તો જમીન અડી રહે છે.

    લંડનમાં રહેતી આ છોકરીનું નામ માલ્ગોર્જેટા કુલ્સ્કીક (Malgorzata Kulczyk) છે, 35 વર્ષિય કુલ્સ્કીકના વાળની લંબાઈ 5 ફુટ 2 ઈંચ છે. સમયની સાથે હજૂ પણ વાળ વધી રહ્યા છે. કુલ્સ્કીકે તેને ક્યારેય નહીં કપાવાનો નિર્ણય લીધો છે.




    એક યૂટ્યૂબ ચેનલ સાથે વાત કરતા તે કહે છે કે, મારા વાળા મારાથી પણ લાંબા છે. જ્યારે 7 વર્ષની હતી ત્યારથી વાળ રાખવાનો શોખ છે. આજે મારા વાળ 5 ફુટથી વધારે લાંબા છે. કુલ્સ્કિક આગળ કહે છે કે, લાંબા વાળના કારણે તેના તરફથી તેના વખાણ થતાં રહે છએ. ખાસ કરીને મહિલાઓને મારા વાળ ખૂબ જ પસંદ છે.




    સૈલૂનમાં સ્કૈલ્પ મસાજ કરાવતા માલ્ગોર્જેટા કુલ્સ્કીકે કહ્યું કે મને આશા છે કે, આ મજબૂત વાળને ગ્રો કરવામાં વધારે મદદ કરશે. તેની હેરડ્રેસરે કહ્યું કે, કુલ્સ્કીકના વાળ સિલ્કી અને લાંબા છે. તેમાં કોઈ ગંદકી નથી, તે અત્યંત સાફ સુંદર છે.

    તે કહે છે કે, લાંબા વાળ માટે તમારામાં રાહ જોવાની ક્ષમતા હોવી જોઈએ. કારણ કે આ એક દિવસનું કામ નથી. વાળ વધારવા માટે અલગ અલગ પ્રકારના ઓયલનો ઉપયોગ કરી શકો છો. જેમ કે નારિયેળ તેલ, વાળનું મસાજ પણ કરાવી શકો છો. કેમિકલયુક્ત વસ્તુઓથી દૂર રહો. નેચરણ પ્રોડક્ટ વાપરો. સ્વસ્થ આહાર લેવાનું રાખો. હાઈડ્રેટેડ રહો, વ્યાયામ કરો અને તણાવથી દૂર રહો.




    પોતાના વાળ માટે કુલ્સ્કીક મોટા ભાગે ઘરે બનેલી પ્રોડક્ટનો જ ઉપયોગ કરે છે. તથા ન્હાવાના અડધા કલાક પહેલા તેને લગાવે છે. તે અઠવાડીયામાં 3 વાર પોતાના વાળ ધોવે છે. સોશિયલ મીડિયામાં તે પોતાના લાંબા વાળથી પ્રખ્યાત છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन