Home /News /national-international /VIDEO: ઠુકરા કે મેરા પ્યાર...પ્રેમમાં દગો મળ્યો તો, આ યુવતીએ રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો

VIDEO: ઠુકરા કે મેરા પ્યાર...પ્રેમમાં દગો મળ્યો તો, આ યુવતીએ રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો

gwalior viral video

યુવતીએ એક કલાક સુધી હોબાળો કરીને ઉત્પાત મચાવ્યો છે. યુવતીએ એક કાર સવાર સાથે મારપીટ કરી. વૃદ્ધની એક્ટિવા છોડીને ખુદ બેસીને ચલાવવા લાગી.

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં છોકરી રસ્તા પર હોબાળો મચાવતી દેખાઈ રહી છે. રિપોર્ટ અનુસાર, આ કિસ્સો ગ્વાલિયરના ફુલ બાગ ચોકનો છે. જ્યાં એક 25 વર્ષિય યુવતીએ રસ્તા પર આવીને હોબાળો મચાવ્યો હતો. રસ્તા પર તે ફક્ત ગાળો નહોતી આપતી પણ લોકોની ગાડીઓ પર ચડી જતી અને સ્કૂટી છીનવી ચલાવવા લાગતી હતી. અહીં સુધી તો ઠીક છે, પણ તેને એક કારચાલકને લાફો પણ મારી દીધો હતો. અમુક લોકોએ યુવતીને રોકવાની કોશિશ પણ કરી હતી. પણ આટલેથી અટકી નહીં તો, પોલીસને સૂચના આપવામાં આવી. ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળ પર આવી અને છોકરીને ચોકીએ લઈ ગઈ. દાવોમાં કરવામાં આવે છે કે છોકરી લોકોને કહી રહી હતી કે, તેને પ્રેમમાં દગો મળ્યો છે.



આ વીડિયો ટ્વિટર યૂઝર સુશીલ કૌશિકએ (@SushilKaushikMP)ટ્વિટર પર 27 માર્ચે પોસ્ટ કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ગ્વાલિયરમાં યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા. ફુલ બાગ ચોકમાં એક યુવતીએ હોબાળો મચાવ્યો. યુવતીએ એક કલાક સુધી હોબાળો કરીને ઉત્પાત મચાવ્યો છે. યુવતીએ એક કાર સવાર સાથે મારપીટ કરી. વૃદ્ધની એક્ટિવા છોડીને ખુદ બેસીને ચલાવવા લાગી. યુવતીએ રસ્તા પર લાગેલા પોલીસને બેરિટેક્સ ઉઠાવીને ફેંકી દીધા. અમુક યુઝર્સે પુછ્યું કે, મોહતરમા નશામાં હતી કે શું? જો કે, આ મામલાને લઈને વધારે જાણકારી નથી. પણ વીડિયો ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
First published:

Tags: Latest viral video, Madhya pradesh