Home /News /national-international /દવાની ગોળી સમજીને Appleના આઈપોડ ગળી ગઈ મહિલા, X-Ray જોઈ ડોક્ટર્સ પણ દંગ રહી ગયા

દવાની ગોળી સમજીને Appleના આઈપોડ ગળી ગઈ મહિલા, X-Ray જોઈ ડોક્ટર્સ પણ દંગ રહી ગયા

દવાની ગોળીની જગ્યાએ એપ્પલના આઈપોડ ગળી ગઈ મહિલા

મહિલાએ એવું પણ નોટ કર્યું કે, એરપોડ તેના પેટમાંથી વોયઝ રેકોર્ડ કરવામાં સક્ષમ હતું, કારણ કે તે પણ તેના આઈફોન સાથે કનેક્ટેડ હતું. ઈયરપોડે પે઼ટની તમામ હરકતો રેકોર્ડ કરી.

    બોસ્ટન: ઘણી વાર આપણે નાની નાની વાતો ઈગ્નોર કરી દેતા હોય છે, બાદમાં તેના ગંભીર પરિણામો ભોગવવા પડતા હોય છે. જ્યારે આપણે એમ જ કંઈક ખોટું કરી દેતા હોઈએ છીએ, તો આપણને બાદમાં ખબર પડે છે કે, કંઈક ખોટું થયું છે. કંઈક આવું જ એક મહિલા સાથે થયું છે. તેણે દવા સમજીને એપ્પલના એરપોડનો એક ભાગ ગળી ગઈ હતી. જો કે તેને ખબર પડી ત્યાં સુધીમાં તો ઘણુ મોડુ થઈ ચુક્યું હતું. બોસ્ટનની એક મહિલાનો ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એપ્પલના એરપોડની સાથે પોતાનો અનુભવ શેર કર્યો છે.

     આ પણ વાંચો: અમદાવાદ: પતિ લગ્નમાં ગયા અને પત્નીની છેલ્લી અમાનત પણ લૂંટાઇ ગઇ!

    એક્સરે બાદ થયો મોટો ખુલાસો


    ટિકટોક પર @iamcarliiiib યુઝરનેમવાળી મહિલાએ કથિત રીતે ડ્રગની જગ્યાએ ભૂલથી પોતાના એરપોડ ગળી ગઈ હતી. જો કે આ કિસ્સો એક વર્ષ પહેલાનો છે. તો આવો જામીએ ત્યાર બાદ શું થયું. મહિલાએ કહ્યું કે, તે પેનકિલર ઈબ્રુપ્રોફેન લેવા માગતી હતી. જે તેના હાથમાં હતી, જ્યારે બીજા હાથમાં તેના એરપોડ્સ હતા. દુખાવો એટલો હતો કે, તેને ઉતાવળમાં દવાની ગોળી ખાવાને બદલે એરપોડ ગળી ગઈ. ગળી ગયાના થોડા સમયમાં જ તેને અનુભવ થયો કે, તેણે ભૂલ કરી છે. બાદમાં તેણે બળપૂર્વક તેને બહાર કાઢવાની કોશિશ કરી, પણ તે સફળ રહી નહીં, એક્સરે કરાવ્યા બાદ કંફર્મ થયું કે, એરપોડ તેના પેટમાં જ છે.

    મહિલાએ એવું પણ નોટ કર્યું કે, એરપોડ તેના પેટમાંથી વોયઝ રેકોર્ડ કરવામાં સક્ષમ હતું, કારણ કે તે પણ તેના આઈફોન સાથે કનેક્ટેડ હતું. ઈયરપોડે પે઼ટની તમામ હરકતો રેકોર્ડ કરી. અવાજ સાંભળીને ડોક્ટર પમ હેરાન રહી ગયા. રેકોર્ડીંગમાં પેટના ગડગ઼ડાટનો અવાજ આવી રહ્યો હતો. જેને તેના દોસ્તોએ શેર કર્યો છે. આ સ્પષ્ટ થયું નથી કે, મહિલા દ્વારા ભૂલથી એરપોડ ગળી ગઈ કે, કોઈ દુષ્પ્રભાવ થયો જ નથી, પણ હાલમાં આ સમાચારે સનસનાટી મચાવી છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन