પટના: બિહારની રાજધાની પટનામાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પ્રેમી પંખીડા કંઈક વિચિત્ર હરકતો કરતા પકડાયા હતા. વીડિયોમાં છોકરી અને લેડી સિક્યોરિટી ગાર્ડનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ. જેને જોઈને આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, કંઈક તો ખોટું થયું છે. વીડિયો પટનાના નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ કેમ્પસનો છે. જયાં એક પ્રેમી પંખીડાને સિક્યોરિટી ગાર્ડે પકડી પાડ્યા હતા.
નાલંદા મેડિકલ કોલેજમાં પકડાયેલા કપલને સિક્યોરિટી ગાર્ડ બહાર નિકળી જવા કહે છે, તે જ સમયે લોકો વીડિયો બનાવાનું શરુ કરી દે છે. જે બાદ છોકરીનું મૂડ ખરાબ થઈ જાય છે અને તે બૂમો પાડવાનું શરુ કરી દે છે. હકીકતમાં આ વીડિયોમાં તે પોતાનો ચહેરો બતાવાથી ડરી રહી છે. પણ લોકો તેનો ચહેરો જોઈને અલગ અલગ વાતો કરી રહ્યા છે. જે બાદ છોકરી લેડી ગાર્ડને કહે છે કે, હું ક્યાંય જતી નથી, આપ પોલીસને બોલાવી લો.
मेरे अंगने में तुम्हारा क्या काम है! NMCH कैंपस की तस्वीर है. रात में एक बाहरी प्रेमी जोड़ा आकर बैठा था. गार्ड ने देखा. पूछताछ पर पता चला कि ये NMCH के छात्र नहीं हैं. फिर क्या... जमकर बवाल हुआ. मामला थाने तक पहुंचा. तब जाकर सब शांत हुआ.Edited by @iajeetkumarpic.twitter.com/YOls17N7Tc
ઘણી વાર મનાવવા છતાં પણ છોકરી માનતી નથી, તો લેડી સિક્યોરિટી ગાર્ડ ગુસ્સામાં વાત કરવાનું શરુ કરી દે છે. જેના જવાબમાં છોકરી વારંવાર પોલીસને બોલાવાની ધમકી આપતી રહે છે. પોલીસ પણ આવે છે. બંને પ્રેમી પંખીડાની ધરપકડ કરી પોલીસ ચોકીએ લઈ જાય છે. જે બાદ આ કપલે ફોન લગાવી મિત્રોને બોલાવ્યા, આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે આખી રાત હોબાળો ચાલતો રહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર