Home /News /national-international /Crime News: ઘરેથી ભાગી જવા બોયફ્રેન્ડને બોલાવ્યો, પતિ સાથે મળીને કરી હત્યા, વાંચો - 'દગાબાજ' પ્રેમિકાનો કિસ્સો

Crime News: ઘરેથી ભાગી જવા બોયફ્રેન્ડને બોલાવ્યો, પતિ સાથે મળીને કરી હત્યા, વાંચો - 'દગાબાજ' પ્રેમિકાનો કિસ્સો

પકડાયેલા આરોપી પતિ પત્ની

Chhattisgarh Crime News: બાસનતાલા સુખબાસુપારા બેલટોલી કચ્ચી માર્ગ પુલ પાસે સોનુ યાદવનો મૃતદેહ (Dead body) મળી આવ્યો હતો. તપાસ બાદ મૃતકની હત્યા (Murder) કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

જશપુરઃ છત્તીસગઢ (Chhattisgarh) ના જશપુર (Jashpur) માં યુવકની હત્યા કેસ (murder case) માં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગત તા. 4 ના રોજ જિલ્લાના નારાયણપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ બાસનતાલા સુખબાસુપારા બેલટોલી કચ્ચી માર્ગ પુલ પાસે સોનુ યાદવ (ઉ.વ 36, રહે બસંતલા)નો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ બાદ મૃતકની હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અજાણ્યા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે, મૃતક સોનુ યાદવ હંમેશા તેના ઘરેથી બંદિપા મહોલ્લા જતો હતો, તે દરમિયાન વર્ષ 2021માં તેને પરિણીત મહિલા સાવિત્રી બાઈ ચૌહાણ સાથે અનૈતિક સંબંધ થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે પરિણીત મહિલાના પતિ લલિત રામ ચૌહાણને આ સંબંધ વિશે માહિતી મળી ત્યારે તે તેની પત્નીને સોનું સાથે વાત કરવા દેતો ન હતો. આ બાબતે તેને સોનું સાથે ઝઘડા અને તકરાર પણ ચાલતી હતી. દોઢ માસ પહેલા પણ લલિતરામ ચૌહાણે સોનું સાથે મારામારી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 24 માર્ચે બોયફ્રેન્ડ સોનુ બંદિપા પાસે ગયો અને સાવિત્રીબાઈ ચૌહાણને કીપેડ મોબાઈલ સિમ સાથે આપ્યો હતો, જેથી તે વાત કરી શકે. આ વાત સાવિત્રી બાઈ ચૌહાણે પોતાના પતિને કહી દીધી હતી.

ઘરેથી ભાગી જવાના બહાને બોલાવ્યો
પોલીસના જણાવ્યા અનુસાર 3 એપ્રિલે સોનુ યાદવે તેની ગર્લફ્રેન્ડ સાવિત્રીબાઈ ચૌહાણ સાથે વાતચીત કરી હતી અને તે તેને ભગાડીને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. આ અંગે સાવિત્રીબાઈ ચૌહાણે તેના પતિ લલિત રામ ચૌહાણને જાણ કરી અને બંને પતિ-પત્નીએ મળીને સોનુ યાદવની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તે જ દિવસે રાત્રે સોનુ યાદવે સાવિત્રીબાઈ ચૌહાણ સાથે વાત કર્યા બાદ સાવિત્રી સોનુ સાથે ભાગી જવા સંમત થઈ હતી.

આ પણ વાંચોઃ-UP crime:લગ્નના નામે યુવતીઓને છેતરતો મી.નટવરલાલ ઝડપાયો, 200 યુવતીઓ બની શિકાર

તેણે ઘરેથી ભાગી જવા માટે સોનુને બોલાવ્યો હતો. આ પછી સોનુ યાદવને મારવા માટે પતિ-પત્નીએ સાથે મળીને સુકબાસપુપરા પુલ પાસે સુનિયોજીત રીતે ઘરમાંથી કુહાડી અને પ્લાસ્ટીકના દોરડા સાથે લાવ્યા હતા અને પત્નીને રાહ જોતા ઉભી રાખી હતી અને પોતાની સાથે હથિયાર પણ રાખ્યું હતું.
" isDesktop="true" id="1196577" >

રાત્રે લગભગ 9 વાગ્યે સોનુ યાદવ તેની મોટર સાયકલથી પુલ પાસે પહોંચ્યો હતો. તે સમયે લલિત રામ ચૌહાણે પોતાની પાસેના હથિયાર વડે તેને માથા પર હુમલો કર્યો હતો, જેના કારણે મૃતક જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારપછી સાવિત્રીબાઈએ પોતાની પાસે રહેલા પ્લાસ્ટિકના દોરડા વડે તેનું ગળું દબાવવાનુ શરૂ કર્યું અને લલિત રામ ચૌહાણે સોનુ યાદવને માથામાં અનેક વાર પ્રહાર કર્યો હતો. પોલીસે હાલ આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી લીધી છે.
First published:

Tags: Chhattisgarh News, Crime news, Murder case

विज्ञापन