ગર્લફ્રેન્ડ સાથે ફ્લેટમાં મસ્તી કરી રહ્યો હતો પ્રેમી! અચાનક પહોંચેલી પત્નીએ તમંચાથી કર્યું ફાયરિંગ, પછી જે થયું....

પતિને પ્રેમિકા સાથે જોઈ જતા પત્નીએ ફાયરીંગ કર્યું. (પ્રતિકાત્મક તસવીર - shutterstock)

પ્રેમિકાએ લોહીથી લથબથ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચી એવી કહાની સંભળાવી કે પોલીસે આખી સોસાયટી ઘેરી લીધી, પરંતુ ત્યાં પહોંચી પોલીસની તપાસમાં જે હકીકત સામે આવી તે જાણી પોલીસના હોશ ઉડી ગયા.

 • Share this:
  નોઈડા : દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા યુપીના નોઈડામાં સેક્ટર -39 પોલીસ (Noida Police) સ્ટેશન પહોંચેલી લોહીથી લથ-બથ હાલતમાં પહોંચેલી એક યુવતીની કહાની જાણી પોલીસના હોશ ઉડી ગયા. પોલીસ મહિલાની વાત સાંભળી તુરંત એલર્ટ મોડ પર આવી ગઈ અને યુવતી દ્વારા બતાવવામાં આવેલ સોસાયટીને ચારેબાજુથી ઘેરી લીધી, પરંતુ સીસીટીવી ફૂટેજ (CCTV Footage)  અને સિક્યુરિટી ગાર્ડના નિવેદનથી યુવતીની ખોટી કહાનીનો પર્દાફાશ થયો. આ પછી પોલીસે ખોટો કેસ નોંધાવવાના આરોપસર યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

  યુવતીએ રવિવારે સેક્ટર -39 પોલીસને જણાવ્યું હતું કે, કેટલાક યુવકો તેને સોસાયટીના ફ્લેટમાં લઈ ગયા હતા અને બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, તેને મારી નાખવાના ઇરાદે પગમાં ગોળી પણ મારી દીધી છે. તે પોતાનો જીવ બચાવ્યા બાદ કોઈક રીતે છટકીને પોલીસ સ્ટેશન પહોંચી છે. પોલીસે યુવતીની વાત સાંભળી તુરંત એક્શન લીધુ, પરંતુ ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ મામલો કઈંક અલગ જ નીકળ્યો.

  આ પણ વાંચો - રાજકોટ : વ્યાજખોરનો ત્રાસ! પત્ર લખી પરિવાર થયો ગાયબ, '13 તારીખ સુધી અમારી ભાળ ન મળે તો મરેલા સમજજો'

  ડીસીપીએ શું કહ્યું

  નોઈડાના ડીસીપી (મહિલા સુરક્ષા) વૃંદા શુક્લાએ જણાવ્યું હતું કે, યુવતીએ કહાની બનાવીને ખોટો કેસ નોંધાવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે ગોળી તેના પરિણીત પ્રેમીના ઘરે ચલાવવામાં આવી હતી. આ મામલે બે કેસ નોંધાયા છે. પ્રથમ આર્મ્સ એક્ટ અને એસોલ્ટની કલમ હેઠળ છે, જ્યારે બીજો કેસ યુવતી વિરુદ્ધ ખોટો કેસ નોંધવાને બદલે.

  આ પણ વાંચો - વલસાડ: શોકસભામાં આવેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, એક જ પરિવારના 3ના મોત, 4ની હાલત ગંભીર

  શું છે આખો મામલો

  પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી તેના પરિણીત પ્રેમીના ફ્લેટમાં ગઈ હતી. આ દરમિયાન તેના પ્રેમીની પત્ની આવી ગઈ હતી. આટલું જ નહીં ગુસ્સામાં તેણે ઘરમાં રાખેલો તમચો ઉઠાવી લીધો હતો. તો પ્રેમીએ પોતાની પત્નીને સમજાવવા અને બંદૂક છીનવી લેવાની કોશિશ શરૂ કરી, પરંતુ તે દરમિયાન બંદુકમાંથી એક ગોળી છૂટી ગઈ, જે પ્રેમિકાના પગમાં વાગી ગઈ. આ પછી યુવતી ત્યાંથી ભાગીને પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી અને ખોટી કહાની બનાવી પોલીસમાં ફરિયાદ કરી હતી.
  Published by:kiran mehta
  First published: