Home /News /national-international /

પ્રેમ કહાનીનો કરુણ અંત! 'મનીષા વગર હું નહીં જીવી શકું', પ્રેમિકા બાદ દુબઈમાં દુઃખી પ્રેમીનો આપઘાત, વીડિયોમાં દુઃખ વ્યક્ત કર્યું

પ્રેમ કહાનીનો કરુણ અંત! 'મનીષા વગર હું નહીં જીવી શકું', પ્રેમિકા બાદ દુબઈમાં દુઃખી પ્રેમીનો આપઘાત, વીડિયોમાં દુઃખ વ્યક્ત કર્યું

પ્રેમી અને પ્રેમિકાની તસવીર

21 વર્ષીય મનીષા અને 24 વર્ષીય રાકેશ લાંબા સમયથી પ્રેમમાં હતા. બંને પોતાના માતા-પિતાને પોતાના લગ્ન માટે મનાવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ તેઓ માન્યા નહીં.

  તેલંગાણાઃ ચિતૂરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમ કહાનીનો દુર્ભાગ્યપૂર્ણ અંત (The tragic end of a love story) આવ્યો હતો. બે પ્રેમીઓએ (two lovers) લગ્ન માટે પોતાના પરિવારના લોકોને મનાવવાની કોશિશ કરી પરંતુ અંતે યુવતીએ તેલંગાણાના ગામમાં આત્મહત્યા (suicide) કરી લીધી હતી. બીજી તરફ પ્રેમિકાના મોતની ખબર સાંભળતા જ પ્રેમીને આઘાત લાગ્યો હતો. દુઃખી થઈને તેણે પણ દુબઈમાં આત્મહત્યા કરી લીધી હતી.

  મળતી માહિતી પ્રમાણે રાજેશ નામનો યુવક મનીષા નામની યુવતીને પ્રેમ કરતો હતો. મનીષા જગતિયાલે ગોલાપલ્લી મંડળના ગામમાં રહેતી હતી. આ પ્રેમી યુગલ એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ માતા-પિતા આ સંબંધનો વિરોધ કરતા હતા.

  મનિષાની આત્મહત્યાના થોડા દિવસો બાદ તેના પ્રેમી રાજેશે પણ ગલ્ફમાં આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલા રાકેશે એક સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે મનીષાની આત્મહત્યાથી દુઃખી થઈને રડતો અને ફરિયાદ કરતો દેખાય છે.

  આ પણ વાંચોઃ-

  રાકેશે પોતાના વીડિયોમાં કહ્યું કે મનીષા વગર તે પોતાની જિંદગી જીવવાનું વિચાર પણ નથી શક્તો. વીડિયોના અંતમાં તેણે કહ્યું કે માતા-પિતા હું તમને યાદ કરીશ. આમ દુઃખી રાકેશે વીડિયો બનાવ્યા બાદ પોતાની જીવન લીલા ટૂંકાવી લીધી હતી.

  આ પણ વાંચોઃ-

  ઉલ્લેખનીય છે કે 21 વર્ષીય મનીષા અને 24 વર્ષીય રાકેશ લાંબા સમયથી પ્રેમમાં હતા. બંને પોતાના માતા-પિતાને પોતાના લગ્ન માટે મનાવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ તેઓ માન્યા નહીં. સારા ભવિષ્ય માટે રાકેશ રોજગારીની શોધમાં દુબઈ જતો રહ્યો હતો.  કમનસિબે 21 જાન્યુઆરીએ મનીષાએ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે જાણકારી મળતા જ રાકેશે શુક્રવારે દુબઈમાં પોતાના ભાડાના મકાનમાં આત્મહત્યા કરી લીધી હતી. (તસવીર આજતક)
  Published by:ankit patel
  First published:

  Tags: આત્મહત્યા, પોલીસ ફરિયાદ, પ્રેમ કહાની

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन