યુવતીએ પ્રેમી અને મંગેતરની સાથે મળી બ્લેકમેલર નીતિનને મોતને ઘાટ ઉતાર્યો

યુવતીએ પ્રેમી અને મંગેતરની સાથે મળી બ્લેકમેલર નીતિનને મોતને ઘાટ ઉતાર્યો
નીતિનને પાર્ટીના બહાને ખાલી ફ્લેટમાં બોલાવી કરી દીધી હત્યા, કાવતરું ઘડનારી યુવતી અને તેનો મંગેતર હજુ ફરાર

નીતિનને પાર્ટીના બહાને ખાલી ફ્લેટમાં બોલાવી કરી દીધી હત્યા, કાવતરું ઘડનારી યુવતી અને તેનો મંગેતર હજુ ફરાર

 • Share this:
  અમિત રાણા, ગાજિયાબાદ. દિલ્હી (Delhi)ની નજીક આવેલા ગાજિયાબાદ (Ghaziabad)ના વૈશાલીમાં ગત 10 ફેબ્રુઆરીએ એક બંધ ફ્લેટમાં મળેલી લાશની ઓળખ કરતાં પોલીસે આ હત્યાકાંડનો (Murder Case) ખુલાસો કરી દીધો છે. મૃતકની ઓળખ સાહિબાબાદના રહેવાસી નીતિન ચૌધરી (Nitin Chaudhary) તરીકે થઈ છે. નીતિન જીટી રોડ સ્થિત આઇએમએ કૉલેજમાં બી.કોમ.નો સ્ટુડન્ટ હતો. તે 6 ફેબ્રુઆરીએ પોતાની એક મહિલા મિત્રને મળવા ગયો હતો.

  સીઓ અંશુ જૈને જણાવ્યું કે, મૃતકનો જે યુવતી સાથે સંબંધ હતો તેણે જ પોતાના મંગેતર કુલવિંદર અને એક અન્ય પ્રેમી વિનોદ કુમારની સાથે મળી કાવતરું ઘડીને નીતિનની હત્યા કરી હતી. યુવતીએ 6 ફેબ્રુઆરીએ યુવકને પાર્ટીના બહાને વૈશાલી બોલાવ્યો હતો. ત્યાં તેના માથા પર ડંડા અને લોખંડના સળીયાથી વાર કરીને તેની હત્યા કરી દીધી હતી.  આ પણ વાંચો, હોમગાર્ડના જુવાનજોધ દીકરાની કરપીણ હત્યા, પોલીસને ત્રણ દોસ્તો ઉપર જ શંકા

  ત્યારબાદ તે લોકોએ નીતિનની લાશને બેડશીટમાં લપેટીને રસોડામાં મુકીને ભાગી ગયા હતા. પોલીસે દિલ્હીના શાહદરા વિસ્તારની નિવાસી યુવતીના પ્રેમીની પણ ધરપકડ કરી લીધી છે. સીઓનું કહેવું છે કે આરોપી સાથે પૂછપરછ અને અન્ય જાણકારીના આધાર પર એ વાત સામે આવી છે કે નીતિનની છેલ્લા ત્રણ કે ચાર વર્ષથી યુવતી સાથે દોસ્તી હતી.

  આ પણ વાંચો, પોલિટેકનિકના સ્ટુડન્ડને પોતાના અપહરણનું રચ્યું નાટક, પિતા પાસેથી માંગી 10 લાખની ખંડણી

  પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નીતિન ચૌધરી યુવતીને બ્લેકમેલ કરી રહ્યો હતો. તેનાથી પરેશાન થઈને યુવતીએ પોતાના મંગેતર અને એક પ્રેમીની સાથે મળી તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. પોલીસ હાલ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે. મંગેતર કુલવિંદર અને યુવતીને શોધવા માટે પોલીસ ટીમો બનાવી દરોડા પાડી રહી છે. પોલીસે મૃતક નીતિન ચૌધરીની મોટરસાઇકલ પણ પોતાના કબજામાં લઈ લીધી છે. ઘટના બાદ નીતિનના પરિજનોએ મહિલા મિત્ર, એક યુવક અને તેના પરિજનોની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published:February 12, 2021, 12:43 pm

  ટૉપ ન્યૂઝ