શેખપુરા, બિહાર : યુવતી પોતાના બોયફ્રેન્ડને અનહદ પ્રેમ કરતી હતી. પરંતુ તેનો બોયફ્રેન્ડ ખૂબ જ ક્રુર હતો. ત્યારે જ તેણે પોતાની ગર્લફ્રેન્ડની સમર્પણ, જીદ અને ઝનૂનની પરવા કરી ન હતી અને લગ્નના એક મહિના બાદ તેની હત્યા (Murder) કર્યા બાદ નાસી છૂટ્યો હતો. આ દુ:ખદ કહાની વૈશાલી (Vaishali District) જિલ્લાની કાજલ નામની યુવતીની છે. ઓપી વિસ્તારના અફઝલપુર ગામની રહેવાસી કાજલ બેલસર પોતાના જ ગામના રાજેશ સહાનીને ખૂબ જ પસંદ કરતી હતી. પરંતુ બંનેની જ્ઞાતિ અલગ હતી. તેથી જ આ સંબંધ તેના પરિવારને સ્વીકાર્ય ન હતો. જેના કારણે તેના પિતાએ પોતાની દીકરી કાજલના લગ્ન અન્ય પુરુષ સાથે કર્યા હતા. પરંતુ કાજલને આ લગ્ન મંજૂર ન હતા.
આ સમય દરમિયાન કાજલ રાજેશના સંપર્કમાં રહી હતી અને લગ્નના થોડા દિવસ બાદ જ તે રાજેશ સાથે નવી દુનિયા વસાવવાના ઈરાદે સાસરિયામાંથી ભાગી ગઈ હતી. જોગાનુજોગ રાજેશ પણ સાથે હતો. 4 મે 2022ના રોજ બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ આ પ્રેમી યુગલ ઘરથી દૂર રહેતું હતું. લગ્નના એક મહિના બાદ કાજલને રાજેશ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ઘરે લઈ આવ્યો હતો. પરંતુ પરિવારે કાજલને અપનાવવાની ના પાડી દીધી હતી. થોડા સમય માટે સમજાવટ કર્યા પછી પરિવાર સંમત થયો. હવે આ આંતરજાતીય દંપતી સાથે રહેવા લાગ્યું હતું.
કાજલ પતિ રાજેશ સાથે સાસરીયામાં પરત ફરી, ત્યારે તેના પિતા બેચન પાસવાન સાસરીયામાં મળવા આવ્યા હતા. પરંતુ ગુસ્સે ભરાયેલા સાસરિયાઓએ તેને માર માર્યો હતો. આ મામલો પંચાયત સુધી પહોંચી ગયો હતો અને તેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. પરંતુ એક-બે દિવસ બાદ કાજલની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સાસરીયાઓ ભાગી ગયા હતા.
પોલીસને પાડોશીઓ પાસેથી હત્યાના સમાચાર મળ્યા તો તેઓ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી ગયા. આ દરમિયાન કાજલના પિતા બેચન પાસવાન પણ આવી પહોંચ્યા હતા. બેલસરના ઓપી એસએચઓ સુનીલ કુમારના જણાવ્યા અનુસાર, સઘન તપાસ કર્યા બાદ પોલીસે હત્યાના આરોપીઓની શોધ શરૂ કરી હતી. આ રેડમાં સાસરી પક્ષના 4 લોકો પોલીસના હાથમાં છે, પતિ રાજેશ સહાની હજુ ફરાર છે. પોલીસે લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. રાજેશ સહાનીની શોધમાં પોલીસ સતત દરોડા પાડી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર