Home /News /national-international /

લગ્નની શરણાઈ વાગે તે પહેલા જ પિતાએ કરી 22 વર્ષીય પુત્રીની હત્યા

લગ્નની શરણાઈ વાગે તે પહેલા જ પિતાએ કરી 22 વર્ષીય પુત્રીની હત્યા

    કેરળમાં એક 22 વર્ષીય યુવતીની તેના લગ્નની થોડી કલાકો પહેલા જ હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ખુદ તેના પિતાએ કરી હતી. યુવતીના પિતા તેની પુત્રીના લગ્નની વિરુદ્ધ હોવાને કારણે હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

    યુવતીનો ફિયાન્સ આર્મીમાં ફરજ બજાવે છે. રિપોર્ટ્સ પ્રમાણે યુવતીનો ફિયાન્સ અન્ય જ્ઞાતિનો હોવાથી તેના પિતા લગ્નની વિરુદ્ધ હતા. યુવક સાથે લગ્ન કરવા માટે મંજૂરી આપવા છતાં તે પોતાની દીકરી સાથે આર્મીમેનના લગ્નના વિરોધી હતા.

    લગ્નના થોડી કલાક પહેલા પિતા અને પુત્રી વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન પિતાએ પિતો ગુમાવતા છરી વડે પુત્રી પર હુમલો કરી દીધો હતો. તેણી જમીન પર ફસડાઈ પડી ત્યાં સુધી તેના પર પ્રહાર કરવામાં આવ્યા હતા. હુમલા બાદ અથીરા નામની યુવતીને સારવાર માટે કોઝિકેડેની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરી ઉડી ગયું હતું.

    હત્યાના બનાવ બાદ પોલીસે પુત્રીના પિતાની ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પિતા દારૂના નશામાં હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ ઓનર કિલિંગનો કેસ છે કે નહીં તેની અમે તપાસ કરી રહ્યા છીએ.

    પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લગ્ન કરવા બાબતે રાજી ન થયા બાદ યુવતીના પરિવારજનોએ નજીકના પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, બાદમાં પોલીસે વચ્ચે પડીને સમજાવ્યા બાદ પિતા લગ્ન માટે રાજી થયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Army Man, Father, Honor Killing, Marriage, છોકરી

    આગામી સમાચાર