Home /News /national-international /શરમજનક! MPમાં યુવકોની હેવાનિયત, મેળામાં છોકરીની કરી જાતીય સતામણી, Video Viral

શરમજનક! MPમાં યુવકોની હેવાનિયત, મેળામાં છોકરીની કરી જાતીય સતામણી, Video Viral

આ વિડીયો થોડા દિવસ પહેલા અલીરાજપુર જિલ્લાના બલપુર ગામમાં આયોજિત પ્રખ્યાત ભગોરિયા ઉત્સવમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

Girl harassed by youths in MP: વીડિયોમાં જોવા મળે છે કે છોકરી ત્યાં પાર્ક કરેલા વાહનની પાછળ પોતાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ દરમિયાન ત્યાંથી પસાર થતા ટોળામાંથી એક યુવક યુવતી પાસે ધસી આવ્યો હતો અને તેની જાતીય સતામણી કરી હતી.

વધુ જુઓ ...
અલીરાજપુર (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના અલીરાજપુર (Alirajpur) જિલ્લાનો એક (Madhya Pradesh viral video) શરમજનક વિડીયો સામે આવ્યો છે, જેમાં કેટલાક યુવકો એક છોકરીની છેડતી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ, આ વિડીયો થોડા દિવસ પહેલા અલીરાજપુર જિલ્લાના બલપુર ગામમાં આયોજિત પ્રખ્યાત ભગોરિયા ઉત્સવ (Bhagoria Festival)માં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

ભગોરિયા (Bhagoria) એ મધ્યપ્રદેશના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં સૌથી મોટા અને પ્રખ્યાત વાર્ષિક કાર્યક્રમોમાંથી એક છે.

છોકરીને જબરદસ્તી ખેંચીને લઈ ગયા

વીડિયોમાં જોવા મળે છે કે છોકરી ત્યાં પાર્ક કરેલા વાહનની પાછળ પોતાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ દરમિયાન ત્યાંથી પસાર થતા ટોળામાંથી એક યુવક યુવતી પાસે ધસી આવ્યો હતો અને તેની જાતીય સતામણી કરી હતી.

આ પણ વાંચો: Video : પ્રેમી હતો લોહીલુહાણ, પ્રેમિકાએ ઘરેથી ભાગીને ફિલ્મી ઢબે બચાવ્યો જીવ

એની થોડી જ વારમાં અન્ય એક યુવક યુવતીને ઘસડીને પોતાના સાથીઓ વચ્ચે લઈ ગયો અને બાકીના યુવકોએ પણ છોકરી સાથે શરમજનક કૃત્ય કર્યું. રિપોર્ટ મુજબ, યુવતી અને છેડતી કરનારા યુવકો પડોશના ધાર જિલ્લાના એક જ ગામના રહેવાસી છે.

એસપી બોલ્યા- જલ્દી થશે ધરપકડ

ઘટના બાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP), અલીરાજપુર મનોજ સિંહે કહ્યું કે પોલીસે આ ઘટનાનું સંજ્ઞાન લીધું અને આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. તેમણે  જણાવ્યું કે, ‘અમે કેટલાક યુવાનોની ઓળખ કરી છે. આ મામલે ટીમ તૈયાર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.’

આ પણ વાંચો: Paytm ફાઉન્ડર વિજય શેખર શર્માની દિલ્હીમાં થઈ હતી ધરપકડ, જાણો આખો મામલો

અગાઉ પણ આવી ઘટના સામે આવી ચૂકી છે

સપ્ટેમ્બર 2021માં અલીરાજપુર જિલ્લામાં જ એક મહિલા પર બળાત્કારનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો મહિલાને માર મારી રહ્યા હતા. આ ઘટનામાં મહિલાનો પતિ પણ સામેલ હતો. સોંડવા પોલીસ સ્ટેશનના ઉમરાલી ગામના આ વીડિયો પછી પોલીસ બચાવમાં આવી હતી અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કહેવાય છે કે ચારિત્ર્યની શંકામાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી.
First published:

Tags: Crime news, Madhya pradesh, Madhya pradesh news