કોરોનાને બનાદી જોડી! છોકરો અને છોકરીએ 10 દિવસ થઈ ગયા 'કેદ',...અને કરી લીધા લગ્ન!
કોરોનાને બનાદી જોડી!
યુવક યુવતીને 'બ્લાઈન્ડ ડેટ' પર મળવા તેના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ કોવિડ-લોકડાઉનને કારણે બંને 10 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહ્યા હતા. આ પછી છોકરો તેના ઘરે તો ગયો, પરંતુ છોકરી અલગ થયા એ સહન ન કરી શકી અને છોકરાને મળવા ગઈ હતી. આ બાદ, બંનેએ તાજેતરમાં જ લગ્ન કરી લીધા હતા.
યુવક યુવતીને 'બ્લાઈન્ડ ડેટ' પર મળવા તેના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ કોવિડ-લોકડાઉનને કારણે બંને 10 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહ્યા હતા. આ પછી છોકરો તેના ઘરે તો ગયો, પરંતુ છોકરી અલગ થયા એ સહન ન કરી શકી અને છોકરાને મળવા ગઈ હતી. આ બાદ, બંનેએ તાજેતરમાં જ લગ્ન કરી લીધા હતા.
'બ્લાઈન્ડ ડેટ' પર મળ્યા બે લોકો, કોરોના લોકડાઉનને કારણે ફ્લેટમાં ફસાઈ ગયા હતા. આ પછી બંનેએ 10 દિવસ ક્વોરેન્ટાઈનમાં વિતાવ્યા હતા. ત્યારબાદ 26 ડિસેમ્બરે બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેની લવસ્ટોરીની ચીનમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ દંપતીએ આ અઠવાડિયે જ તેમના સંબંધો જાહેર કર્યા હતા.
જોકે ચીની મીડિયાએ આ કપલની ઓળખ જાહેર કરી નથી. પરંતુ એવું કહેવાય છે કે, આ કપલ લગભગ ચાર મહિના પહેલા પહેલીવાર મળ્યા હતા. ઓગસ્ટમાં યુવક શેનઝેન પ્રાંતથી હેનાન પ્રાંતના સાન્યામાં યુવતીના ઘરે 'બ્લાઈન્ડ ડેટ' પર ગયો હતો.
જ્યારે યુવક યુવતીના ઘરે પહોંચ્યો ત્યારે કોરોનાના કેસ વધી ગયા હતા, તેથી દંપતીને દસ દિવસ માટે ફ્લેટમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું હતું. કપલે ક્વોરેન્ટાઈન પીરિયડના ઘણા વીડિયો પણ બનાવ્યા હતા. એક વીડિયોમાં યુવક રસોડામાં રસોઈ બનાવતો જોવા મળે છે, બંને એકબીજા સાથે ખુશ દેખાઈ રહ્યા છે.
તે જ સમયે, તે વ્યક્તિ પણ તેની 'ટુ-બી વાઈફ'ને ગળે લગાવતો જોવા મળે છે અને બંને એકસાથે ટીવી પણ જોઈ રહ્યા છે.
કપલે કહ્યું કે, અમે બંને 10 દિવસ સુધી સાથે રહ્યા અને આ દરમિયાન એકબીજા પ્રત્યે ગજબની લાગણી હતી. યુવતીએ કહ્યું કે, ક્વોરેન્ટાઈન પીરિયડ પછી અલગ થતી વખતે એવું લાગતું હતું કે તેણે કોઈને ગુમાવ્યું છે. કપલે 'લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ' પણ અજમાવ્યો હતો. યુવતીએ કહ્યું કે, તે તેના પ્રેમીથી અલગ થવાને સહન ન કરી શકી. તે પછી તે શેનઝેન ગઈ અને યુવક સાથે રહેવા લાગી હતી. આ બાદ, બંનેએ 26 ડિસેમ્બરે શેનઝેનની રજિસ્ટ્રી ઓફિસમાં લગ્ન કર્યા હતા.
અનોખી લવ સ્ટોરી
ઘણા યુઝર્સે કપલની વાયરલ લવ સ્ટોરી પર કોમેન્ટ કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે, 'તે નિયતિ હતી, જેના કારણે બંને લોકો મળી શક્યા.' કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું કે, આ એક શાનદાર લવ સ્ટોરી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર