Home /News /national-international /સેનેટરી અંગે ચર્ચા જગાવનાર યુવતીને મફતમાં મળશે સેનેટરી પેડ, કંપની ઉઠાવશે ભણતરનો ખર્ચ

સેનેટરી અંગે ચર્ચા જગાવનાર યુવતીને મફતમાં મળશે સેનેટરી પેડ, કંપની ઉઠાવશે ભણતરનો ખર્ચ

પાન હેલ્થકેર કંપનીએ આ દીકરીની જવાબદારી લીધી છે. (PIC: ANI)

Riya Kumari Sanitary Pad: રિયા કુમારીએ કહ્યું કે, તેનો પ્રશ્ન ખોટો નથી. તેણે કહ્યું કે, તે પોતે સેનેટરી પેડ ખરીદી શકે છે, પરંતુ દેશમાં ઘણી છોકરીઓને પોસાય તેમ નથી. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં રહેતી છોકરીઓ માટે હાલત કફોડી બને છે.

    સ્કૂલોમાં ફ્રી સેનેટરી પેડ આપવાની માંગ કરીને ચર્ચામાં આવેલી બિહારની યુવતીને હવે એક કંપની વિનામૂલ્યે સેનેટરી પેડ મળવાના છે, આ સાથે પ્રાઇવેટ કંપની તેના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવવા જઈ રહી છે. પાન હેલ્થકેર કંપનીએ આ દીકરીની જવાબદારી લીધી છે.

    આ બાબતે કંપનીએ કહ્યું છે કે, યુગ ઝડપથી બદલાઈ રહ્યો છે, પરંતુ આજે પણ મહિલાઓના માસિક ધર્મને વર્જિત માનવામાં આવે છે. તેથી હવે યુવતીઓએ પોતે જ આગળ વધીને આ મુદ્દાને જાહેર મંચ પર લાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.

    કંપનીએ કહ્યું કે, હવે આ મુદ્દે વ્યાપક ચર્ચાની જરૂર છે. યુનિસેફ દ્વારા આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં યુવતીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે શાળાઓને આખા વર્ષ દરમિયાન સેનિટરી પેડનો મફત પુરવઠો મળવો જોઈએ. પરંતુ તેના જવાબમાં એક મહિલા IAS અધિકારીએ કહ્યું હતું કે, જો સેનેટરી પેડ મફત આપવામાં આવશે તો બીજા દિવસે તેઓ કોન્ડોમની માંગણી પણ કરવા લાગશે. તેનો વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોને ધ્યાનમાં લઈને સેનેટરી પેડ બનાવતી કંપની પાન હેલ્થકેરે યુવતીને સમર્થન આપ્યું છે. કંપનીના સીઈઓ ચિરાગ પાને કહ્યું કે આ યુવતીનું સાહસિક પગલું છે. તેનું સન્માન થવું જોઈએ અને આ મુદ્દે વ્યાપક ચર્ચા થવી જોઈએ.

    આ પણ વાંચો- ભારતીય સરહદમાં ઘુસી આવ્યું પાકિસ્તાની ડ્રોન

    રિયાએ ઉઠાવ્યો સવાલ

    રિયા કુમારીએ કહ્યું કે, તેનો પ્રશ્ન ખોટો નથી. તેણે કહ્યું કે, તે પોતે સેનેટરી પેડ ખરીદી શકે છે, પરંતુ દેશમાં ઘણી છોકરીઓને પોસાય તેમ નથી. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં રહેતી છોકરીઓ માટે હાલત કફોડી બને છે. તેણે વધુમાં કહ્યું કે આ મુદ્દો તેણે પોતાના માટે નહીં, પણ સેનેટરી પેડ ખરીદી નથી શકતી તેવી તમામ છોકરીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે તે સ્ટેજ પર આ મુદ્દો ઉઠાવવા ગઈ હતી. તેનો ઉદ્દેશ્ય લડાઈ કરવી કે પ્રસિદ્ધિ મેળવવાનો નહોતો.

    આ પણ વાંચો- અમદાવાદ મેટ્રો પર લખાણ લખનાર ચાર વિદેશી નાગરિકોની ધરપકડ

    પાન હેલ્થકેરે ઓફર કરી

    PAN હેલ્થકેરના સીઈઓ ચિરાગ પાને જણાવ્યું હતું કે, કંપની દ્વારા શાળાઓમાં સેનિટરી પેડ મફતમાં આપવામાં આવશે. પરંતુ તે કોઈ મોટી વાત નથી. તેમણે કહ્યું કે કંપની રિયા કુમારીના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે આવી બધી છોકરીઓ આગળ આવે અને પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ વિશે ખુલીને ચર્ચા કરે. તેઓ યુવતીની બહાદુરી માટે સલામ કરે છે.

    સાયકલ અને ડ્રેસ સાથે સેનેટરી પેડ આપી શકાય

    નોંધનીય છે કે, છેલ્લા દિવસોમાં બિહાર સરકારે યુનિસેફના સહયોગથી રાજ્ય સ્તરીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપમાં રિયા કુમારીએ જણાવ્યું હતું કે, સરકાર શાળાઓમાં સાયકલનું વિતરણ કરે છે. બાળકોને ડ્રેસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં છોકરીઓ માટે સેનેટરી પેડ પણ આપી શકાય છે. આ દરખાસ્તના જવાબમાં, IAS અધિકારીએ કહ્યું કે, મફતની કોઈ મર્યાદા નથી, આજે સેનેટરી પેડ્સની માંગ છે, કાલે કોઈ આવીને કહેશે કે કોન્ડોમ પણ વહેંચો. સરકાર પહેલેથી જ ઘણું બધું મફતમાં વહેંચી રહી છે.
    First published:

    Tags: Bihar News, Sanitary Pad

    विज्ञापन
    विज्ञापन