Home /News /national-international /કોલેજમાં રેંગિંગ દરમિયાન સિનિયર્સે વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક KISS કરાવી, વીડિયો વાયરલ થતાં આરોપીઓ ફરાર

કોલેજમાં રેંગિંગ દરમિયાન સિનિયર્સે વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક KISS કરાવી, વીડિયો વાયરલ થતાં આરોપીઓ ફરાર

વિદ્યાર્થીઓને જબરદસ્તીથી કિસ કરાવી

ઓડિશાની એક કોલેજમાં રેગિંગના નામે સગીર છોકરી અને છોકરાને બળજબરીથી કિસ કરાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કેસમાં પાંચ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. આમાંથી બે સગીર છે.ગંજમ જિલ્લાની કોલેજે આ ઘટનામાં સામેલ 12 વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા છે. આ મહિનાની શરૂઆતમાં હૈદરાબાદની એક કોલેજમાં ફ્રેશર પર શારીરિક ત્રાસ આપવાનો આ મામલો સામે આવ્યો છે

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Odisha (Orissa), India
    ઓડિશાની એક કોલેજમાં રેગિંગના નામે સગીર છોકરી અને છોકરાને બળજબરીથી કિસ કરાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કેસમાં પાંચ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. આમાંથી બે સગીર છે.ગંજમ જિલ્લાની કોલેજે આ ઘટનામાં સામેલ 12 વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા છે. આ મહિનાની શરૂઆતમાં હૈદરાબાદની એક કોલેજમાં ફ્રેશર પર શારીરિક ત્રાસ આપવાનો આ મામલો સામે આવ્યો છે, જેના પગલે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

    વીડિયોમાં જોઈ શકાય છે કે, સિનિયર્સ પહેલા વર્ષના એક છોકરા અને છોકરીને કિસ કરવા મજબૂર કરી રહ્યા છે. નજીકની ખુરશી પર એક સિનિયર બેઠો છે, તેના હાથમાં લાકડી છે. તે છોકરાને થપ્પડ મારી રહ્યો છે અને છોકરીને કિસ કરવા દબાણ કરી રહ્યો છે. છોકરો છોકરીને કિસ કરે છે.

    આ પણ વાંચોઃ શરમ કરો! વિદ્યાર્થીઓએ પ્રેગ્નન્ટ શ્વાનને લાકડીઓ વડે માર માર્યો, મેદાનમાં ઘસડ્યો





    આ પછી, છોકરી ઉભી થાય છે અને જવા લાગે છે, પછી સિનિયર વિદ્યાર્થી તેનો હાથ પકડીને તેને બેસાડે છે. હાથમાં રાખેલી લાકડી બતાવીને તેને ડરાવે છે. આ પ્રસંગે લગભગ 20 સિનિયર વિદ્યાર્થીઓ જોવા મળે છે, જેમાં કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાનો વિરોધ કરવાને બદલે તે હસતી જોવા મળે છે.

    અટકાયતમાં લેવાયેલા પાંચ વિદ્યાર્થીઓ પર રેગિંગ અને બાળકોના જાતીય અપરાધોના કડક રક્ષણ (POCSO) એક્ટ અને IT એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. અટકાયત કરાયેલા સગીરોને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. મુખ્ય આરોપી 24 વર્ષીય અભિષેક નાહક છે, જે અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે.

    બરહામપુરના પોલીસ અધિક્ષક સરબન વિવેક એમએ કહ્યું કે આ માત્ર રેગિંગનો મામલો નથી, પરંતુ યુવતીની જાતીય સતામણીનો મામલો છે. ઓડિશાની ઘટના હૈદરાબાદની ઘટનાના અઠવાડિયા પછી અને આઈઆઈટી-ખડગપુરમાં તેના હોસ્ટેલના રૂમમાં એક વિદ્યાર્થીની મૃત હાલતમાં મળી આવ્યાના એક મહિના પછી આવી છે. જ્યારે પોલીસે આઈઆઈટીની ઘટનાને આત્મહત્યાનો મામલો ગણાવ્યો હતો, જ્યારે કોર્ટે કહ્યું હતું કે તે રેગિંગનો મામલો હોઈ શકે છે
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Odisha

    विज्ञापन
    विज्ञापन