ચુરુ : રાજસ્થાનના (Rajasthan)રતનગઢ (Ratangarh) માં એક 22 વર્ષની યુવતી લગભગ એક વર્ષ પહેલા તેની બહેનના સાસરે આવી હતી. અહીં તે તેની બહેનની નંણદ (Sister in law) ને મળી હતી. બંને વચ્ચે મુલાકાતો વધવા લાગી અને નિકટતા એટલી વધી ગઈ કે બંને એકબીજાના પ્રેમ (Reciprocal love) માં પડવા લાગ્યા હતા. આ પછી રતનગઢની એક 18 વર્ષીય યુવતીએ રાત્રે પોતાનું ઘર છોડીને હરિયાણાના આદમપુર મંડીની 22 વર્ષની યુવતી સાથે ફતેહાબાદમાં જઈ લગ્ન (lesbian marriage) કરી લીધા હતા.
લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટેના દસ્તાવેજી કાગળીયા પણ કરાવ્યા તૈયાર
પોલીસના જણાવ્યા અનુસાર બંને યુવતીઓ એકબીજાને પ્રેમ કરે છે અને સાથે રહેવા માંગે છે. બંનેને ઘણું સમજાવવામાં આવ્યું પણ તે માનવા તૈયાર નથી. ASIએ જણાવ્યું કે યુવતીઓને હરિયાણામાં બનેલા લિવ-ઈન રિલેશનશિપ (live-in relationship) ના કાગળો મળ્યા છે. તેમની પાસે લગ્ન સંબંધિત કોઈ દસ્તાવેજ નથી.
રતનગઢ નિવાસી યુવતીના પિતાએ જણાવ્યું કે મેં મારી પુત્રીને ખૂબ સમજાવી પરંતુ તે માનવા તૈયાર નથી. મારી દીકરી એવી બિલકુલ ન હતી. જ્યાં સુધી આવુ કરવાની વાત છે તે કોઈ દબાણ કે જાદુટોણામાં આવીને તેની સાથે ગઈ છે. ત્રણ ભાઈ-બહેનોમાં તે સૌથી નાની છે. એક ભાઈ મજૂરી કરે છે અને બીજો વિકલાંગ છે. દીકરી સાત ધોરણ સુધી ભણેલી છે. દીકરીએ આ ખોટું કર્યું છે પણ હવે હું તેને શું સમજાવું? તે કંઈપણ સમજવા તૈયાર નથી.
પિતાએ જણાવ્યું કે તેણે એક જ જીદ કરી હતી કે તે માત્ર તે છોકરી સાથે હરિયાણા જશે. યુવતીના પિતા હાલમાં ખેતી કરે છે. બીજી તરફ હરિયાણાની રહેવાસી યુવતીને ચાર ભાઈ-બહેન છે જેમાં તે પોતે સૌથી મોટી છે. તેની એક બહેનના લગ્ન મારા ભત્રીજા સાથે થયા છે. ઘરેથી નીકળ્યા બાદ યુવતી બે મહિના સુધી હરિયાણાની યુવતી સાથે રહેતી હતી. 10 જાન્યુઆરીની સાંજે અમે કાર ભાડે કરીને પોલીસ સાથે હરિયાણાના આદમપુર ગયા હતા અને આખી રાત ત્યાં રોકાયા હતા. બીજા દિવસે સવારે આદમપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંની પોલીસે દરમિયાનગીરી કરી ત્યાર પછી છોકરીની માતાએ અમારી વાત અમારી દીકરી સાથે કરાવી હતી.
અમે અમારું જીવન આઝાદીથી જીવવા માંગીએ છીએ- છોકરીઓ
પોલીસને આપેલા નિવેદનમાં રતનગઢની એક 18 વર્ષની યુવતીએ કહ્યું કે તે પોતાનું જીવન આઝાદી સાથે જીવવા માંગે છે. આ સિવાય હરિયાણાની એક 22 વર્ષની યુવતીએ કહ્યું કે તે અને તેની ગર્લફ્રેન્ડ એકબીજાને પ્રેમ કરે છે અને ભવિષ્યમાં એકબીજા સાથે જીવન પસાર કરવા માંગે છે. જો કે બંનેના પરિવારજનો અને પોલીસે તે બન્નેને લાંબા સમય સુધી સમજાવ્યાના ઘણા પ્રયત્નો કર્યા છતાં તે બન્ને પોતાની જીદ પર જ અડગ રહી હતી. હાલમાં આ મામલો જિલ્લામાં ખૂબ જ ચર્ચામાં છે અને લોકો પોતપોતાની રીતે આ બાબતને લઈને પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.
બે વર્ષ પહેલા જેસલમેરમાં પણ થયા હતા લેસ્બિયન મેરેજ
લગભગ બે વર્ષ પહેલા રાજસ્થાનના જેસલમેરમાં એક સમલૈંગિક લગ્ન થયા હતા. તે સમયે આ લગ્ન ખૂબ જ વધુ ચર્ચાનો વિષય બન્યા હતા. જણાવી દઈએ કે આ લગ્ન જેસલમેરમાં એક ફ્રેન્ચ યુવતી અને દક્ષિણ ભારતીય યુવતી વચ્ચે થયા હતા. આ લગ્નનું આયોજન એક ફાઈવ સ્ટાર હોટલમાં ભવ્ય સમારંભ તરીકે કરવામાં આવ્યું હતું. આ લગ્નની વિધિ પણ પાંચ દિવસ સુધી ચાલી હતી. આ લગ્ન સમારોહમાં સંગીત અને મહેંદીની વિધિ પણ કરવામાં આવી હતી. આ સમારોહમાં હાજરી આપવા માટે આ બંને યુવતીઓના પરિવારજનોની સાથે દેશ-વિદેશના અનેક મહેમાનોએ પણ આવી પહોંચ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર