Home /News /national-international /તમિલનાડુની આ યુવતી 15 ભાષાઓની જાણકાર, 19 વર્ષની વિવિધ ભાષા શીખીને આજે વર્ષે લાખ્ખોમાં કમાણી કરે છે
તમિલનાડુની આ યુવતી 15 ભાષાઓની જાણકાર, 19 વર્ષની વિવિધ ભાષા શીખીને આજે વર્ષે લાખ્ખોમાં કમાણી કરે છે
આ યુવતી 15 ભાષાઓની જાણકાર છે.
તામિલનાડુના કોઈમ્બતુર જિલ્લાની 27 વર્ષની કિરુભાશિની જયકુમાર વિદેશી ભાષાઓ સહિત 15 ભાષાઓ વાંચી, બોલી અને લખી શકે છે. હાલ તે વાર્ષિક 8 લાખથી વધુ રૂપિયાની કમાણી કરે છે.
વાત છે કોઈમ્બતુરના રામનાથપુરમ વિસ્તારની રહેવાસી કિરુભાશિની. તેઓ M.A. ગ્રેજ્યુએટ છે. આઠ વર્ષની ઉંમરથી જ ભાષા શીખવાની ઇચ્છા થઈ હતી. તેઓ નાની ઉંમરે તમિલ, અંગ્રેજી અને હિન્દી સહિત વિવિધ ભાષાઓમાં લખતા અને બોલતા શીખી ગયા હતા. આ કિસ્સામાં તેમના માતા-પિતાએ ઉત્સાહ સમજીને ઘણી ભાષાઓનો અભ્યાસ કરવામાં ટેકો આપ્યો હતો. ત્યારપછી કિરુભાશિનીએ ધીમે ધીમે ભાષાઓ શીખવામાં રસ જાગ્યો હતો. તેણે દાવો કર્યો છે કે, કોઈપણ ભાષામાં નિપુણતા મેળવવા માટે માત્ર ત્રણ મહિનાનો સમય લાગે છે. ત્યારબાદ તે અસ્ખલિત રીતે બોલી શકે છે અને તાલીમ માટે ઘણાં રાજ્યો અને દેશોમાં ગઈ છે.
યુવતીએ હાલમાં 15 ભાષાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી છે. તેમાં અસંખ્ય રાજ્યો અને અન્ય વિદેશી ભાષાઓનો સમાવેશ થાય છે અને તેણે દરેક ભાષા ભૂલ થયા વગર લખવા અને બોલવાનો દાવો કર્યો છે. કિરુભાશિની તમિલ, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, કન્નડ, મલયાલમ, બંગાળી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, ઇટાલિયન, પોર્ટુગીઝ, જાપાનીઝ, ટર્કિશ અને અરબી ભાષા લખી, બોલી અને વાંચી શકે છે.
ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કિરુભાશિનીએ જણાવ્યું હતું કે, ‘જે બાળકો શીખવા માંગે છે તેમને હું મફતમાં ભાષાઓ શીખવીશ અને મને આશા છે કે, હું 30 વર્ષની થઈશ ત્યાં સુધીમાં 20 ભાષાઓમાં નિપુણતા મેળવીશ અને ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સમાં સામેલ થઈ જઈશ.’ ભારતમાં ઘણી ભાષાઓ બોલતા ઘણાં લોકો હોવા છતાં કોઈમ્બતુરની આ મહિલા જે રીતે 15 ભાષા લખી, બોલી અને વાંચી શકે છે તે ખરેખર પ્રસંશાને પાત્ર છે. આવો... કિરુભાશિની સાથેની વાતચીતના અંશો જોઈએ...
તમારી આ યાત્રા કયા વર્ષથી શરૂ થઈ?
કિરુભાશિનીઃ મેં 19 વર્ષ પહેલાં ભાષાઓ શીખવાનું શરૂ કર્યું હતું. શાળામાં અંગ્રેજી શીખવાની સાથે સાથે મારી માતૃભાષા તમિલ અને ભારતીય પ્રથમ ભાષા તરીકે મેં હિન્દી પસંદ કરી હતી. ત્યારબાદ મેં યુરોપની ભાષાઓનો અભ્યાસ શરૂ કર્યો હતો. 8થી 9 વિવિધ ભાષાઓ શીખ્યા પછી મેં કિરુભા સ્કૂલ ઑફ લેંગ્વેજીસ શરૂ કરી. ચિકિત્સકો અને રાજકારણીઓ સહિત ઘણાં લોકોએ મારી પાસેથી ભાષાઓ શીખવાનું શરૂ કર્યું. પછી મેં પુસ્તકો પણ લખવાનું શરૂ કર્યું. શીખવાની અને શીખવવાની સાથે સાથે મેં કેટલીક જુદી જુદી ભાષાઓમાં નિપુણ બન્યા પછી મારા પુસ્તકો લખવાનું શરૂ કર્યું હતું.
કિરુભાશિનીઃ મેં મારું BSW અને MA હિન્દીમાં પૂર્ણ કર્યું છે અને હું હાલમાં અંગ્રેજીમાં મારા MA પર કામ કરી રહી છું. હું સામાન્ય રીતે મારા દિવસના પ્રથમ બે કલાક ભાષાના પુસ્તકો વાંચવામાં વિતાવું છું. હું સૂતા પહેલાં પણ ઘણી ભાષાના પુસ્તકો વાંચું છું.
તમારા મતે ભાષા શીખવા સૌથી પહેલાં શું કરવું જોઈએ?
કિરુભાશિનીઃ સમર્પણ. દરરોજ પ્રેક્ટિસ કરો. શીખવા માટે પુસ્તકો ખરીદો. મૂળ ભાષા બોલનારા લોકો સાથે વાતચીત કરો. મૂવીઝ કે સિરીઝ જોવો.
કિરુભાશિનીઃ જ્યારે હું 19 વર્ષની હતી ત્યારે મેં તિરુપુરના વ્યવસાયોને અર્થઘટન સેવા આપવાનું શરૂ કર્યું હતું. નિકાસ અને આયાતના વ્યવસાય માટે તિરુપુરની મુલાકાત લેતા વિદેશીઓ માટે મેં તેમના અનુવાદક તરીકે સેવા આપી હતી. ઘણાં ઉદ્યોગપતિઓ આજકાલ જર્મન અને સ્પેનિશનો અભ્યાસ કરવાનું ચાલુ રાખે છે જે ઘણી મદદ કરશે.
અંગ્રેજી સિવાય અન્ય કઈ ભાષા ભારતમાં મોટા પ્રમાણમાં બોલવામાં આવે છે?
કિરુભાશિનીઃ ઘણાં IT બિઝનેસના હેડક્વાર્ટ્સ જર્મનીમાં હોવાથી મોટા પ્રમાણમાં લોકો જર્મની ભાષા શીખી રહ્યા છે. લોકો વિદેશી ભાષાઓ ઉપરાંત સંસ્કૃત શીખવામાં પણ રસ દાખવી રહ્યા છે, કારણ કે તે કોડિંગ ભાષા છે (એક સંશોધન અનુસાર, નાસા દાવો કરે છે કે સંસ્કૃત તેમના AI પ્રોગ્રામ માટે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ વિકસાવવા માટે સૌથી યોગ્ય ભાષા છે).
કિરુભાશિનીઃ તેમાં ચડાવ-ઉતાર આવતા હોય છે. જો કોઈ જર્મનીનું ભણેલો હોય તો તે જર્મન કોર્પોરેશનમાં કામ કરી શકે છે. જો કોઈ સ્પેનિશ બોલી શકે તો સ્પેનિશ કંપનીમાં કામ કરી શકે છે. આમ જોઈએ તો, ભારતમાં લોકો સારી કમાણી કરી શકે છે. ઘણી ઓફર હોવા છતાં મેં કોઈપણ કંપનીમાં જોડાવવાનું નક્કી નથી કર્યું. કારણ કે હાલ હું પ્રોફેસર છું અને મારી પોતાની સંસ્થા પણ ચલાવું છું. તેમાંથી અંદાજે વાર્ષિક 8.40 લાખ રૂપિયા કમાણી કરી લઉં છું.
શું તમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ઇચ્છા છે... તો કેવી રીતે?
કિરુભાશિનીઃ બિલકુલ, મારે ટૂંક સમયમાં જ 20 ભાષાઓ શીખવી છે. મારી ઇચ્છા છે કે તે દરેક ભાષામાં હું માસ્ટક કરું. દરેક ભાષા માટેના 6 લેવલના ટેસ્ટ હોય છે. પરંતુ સમયમર્યાદાને કારણે હું કેટલીક ભાષાઓમાં માત્ર ચાર કે પાંચ લેવલ જ પૂરા કરી શકું છું. હજુ ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સ માટે હું પ્રેક્ટિસ શરૂ કરું તે પહેલાં મારી પાસે ઘણું કામ છે.
કિરુભાશિનીઃ મને નાનપણથી જ ભાષાઓ શીખવાનો શોખ હતો. તેથી મને એક ભાષામાંથી અન્ય ભાષામાં સ્વિચ કરવામાં ક્યારેય તકલીફ નથી પડી. એક ક્લાસમાં હું એક કરતાં વધારે ભાષા શીખવું છું અને સાથે જ 20 છોકરાઓને સંભાળું પણ છું. વધુમાં, હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ અને પુસ્તકો વાંચવામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તમારા મતે કઈ ભાષા શીખવામાં સરળ છે?
કિરુભાશિનીઃ હિન્દી અને યુરોપિયન ભાષાઓ
બીજી કઈ ભાષા અંગ્રેજીને મળતી આવે છે?
કિરુભાશિનીઃ સાદી ભાષામાં કહું તો, જર્મન ભાષા અંગ્રેજી ભાષાને મળતી આવે છે. થોડા શબ્દો સિવાય તમામ યુરોપિયન ભાષાઓ એકબીજા જેવી જ છે. બીજી બાજુ ટર્કિશ અને અરબી ભાષાઓ એકબીજાની સમકક્ષ હોવાનું પણ માનવામાં આવે છે.
તમારી સ્ટ્રેટેજી શું છે?
કિરુભાશિનીઃ હું અત્યાર સુધી જે ભાષાઓ શીખ્યો છું તેના વિશે પુસ્તકો લખવા માંગતો હતો કારણ કે મને પુસ્તકો લખવામાં આનંદ આવે છે અને કારણ કે મેં તે પ્રક્રિયાત્મક રીતે શીખ્યા છે. હું તમિલમાં પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવાનો લક્ષ્ય રાખું છું જેથી કરીને તમિલ લોકો તેમને સરળતાથી ઍક્સેસ કરી શકે. વધુમાં, હું અન્ય ભાષાઓમાં પણ નવલકથાઓ લખવાની ઇચ્છા છે.
તમને પ્રેરણા કોની પાસેથી મળી?
કિરુભાશિનીઃ રવિન્દ્રનાથ ટાગોર અને જે.કે. રોલિંગ
તમારું લક્ષ્ય શું છે?
કિરુભાશિનીઃ હું ચોક્કસ ભાષામાં નિષ્ણાંત અનુવાદક બનવા માંગુ છું અને પુષ્કળ વ્યવસાયિક લોકો સાથે કામ કરવા માંગુ છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર