Home /News /national-international /

ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતા બોલ્યા 'ફાંસી ઉપર લટકાવી દો'

ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતા બોલ્યા 'ફાંસી ઉપર લટકાવી દો'

આરોપીની તસવીર

ઘરથી 40 km દૂર લઈ જઈને ખેતરમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે હસતા હસતા નીચ હરકત અંગે દોસ્તોને જાણ કરી હતી.

  રાજસ્થાનઃ જ્યારે પુત્ર ઉપર કોઈ મુસીબત આવે છે તો પિતા પોતાના જીવની બાજી લગાવીને પુત્રને બચાવે છે પરંતુ રાજસ્થાનમાં (Rajasthan) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક 20 વર્ષના પુત્રને પોાતના પિતાએ જ ફાંસી (Death penalty) લગાવવાની માંગણી કરી હતી. એટલું જ નહીં જ્યારે તેના મિત્રોને પણ તેની હરકત અંગે જાણવા મળ્યું તો તેનાથી દૂર ભાગવા લાગ્યા હતા.

  યુવક પોતાની ગર્લફ્રેન્ડને (Girl Friend) મળવા માટે ગયો હતો. પરંતુ તે મળી નહીં તો ગુસ્સામાં પાછો ફર્યો હતો. અને ઘરે પોતાની બહેનો સાથે રમતી પાંચ વર્ષની બાળકીને ઉઠાવીને તેને હવસનો શિકાર બનાવી હતી. અને બાળકીને લાહીથી લથપથ હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા પરિવારને એક લાખ રૂપિયાની સહાય કરી હતી. અને કોઈપણ વકિલને તેનો કેસ ન લડના માટે અપિલ પણ કરી હતી.

  બહેનો સાથે રમતી બાળકીને ઉઠાવી જઈ નરાધમે આચર્યું દુષ્કર્મ
  મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના ઝુઝુનુંમાં રહેનારો આરોપી સુનિલ કુમાર પોતાની પ્રેમિકાને મળવા માટે ચિડાવા કસબામાં ગયો હતો. પંરતુ તેની પ્રેમિકા મળી ન હતી જેથી તે ગુસ્સામાં પાછો ફર્યો હતો. અને મોકો મળતા જ આરોપીએ પોતાની બહેનો સાથે રમતી પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને ઉઠાવી ગયો હતો. અને આશરે 40 કિમી દૂર જઈને ખેતરમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. લોહીથી લથપથ બાળકીને ઘર પાસે છોડીને ફરાર થયો હતો. જ્યારે લોહીથી લથપથ માસૂમ બાળકી દુખાવાના કારણે બુમો પાડતી રહી હતી. લોકોએ પીડિતાના પરિવારને બોલાવ્યા હતા.

  આ પણ વાંચોઃ- OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

  આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત માટે પત્ની અને સાળો જવાબદાર, દિલ પર પથ્થર મૂકી મેં દારૂ સાથે દવા પીધી છે', યુવકનો આપઘાત

  હસતા હસતા પોતાની શરમજનક કરતૂત જણાવી
  નરાધમ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાના દોસ્તો પાસે ગયો હતો અને હસતા હસતા પોતાની વાત વ્યક્ત કરવા લાગ્યો હતો. દોસ્તો તેની આ વાત સાંભળીને હેરાન રહી ગયા હતા. દોસ્તો પણ તેને છોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ યુવક પોતાના ઘરમાં જઈને સંતાઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે જઇને બાળીકને હોસ્પિટલમાં એડમિટ કરાવી હતી. અને આરોપીને પકડવા માટે છાપા માર્યા હતા.

  આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

  આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

  પિતાએ કહ્યું કે આવો પુત્ર નથી જોઈતો ફાંસી ઉપર લટકાવી દો
  નીચ હરકત વિશે સુનિલના પિતાને થતાં પોલીસમાં જઈને પોતે તેના માટે ફાંસીની માંગણી કરી હતી. અને પીડિત પરિવારમાં જઈને તેમની માંફી માંગી હતી અને કહ્યું હતું કે તેમને ન્યાય જરૂર અપાવશે. પુત્રને કડકમાં કડક સજા અપાવશે.  ગર્લફ્રેન્ડનો ગુ્સ્સો માસૂમ બાળકી ઉપર ઉતાર્યો
  ઘટનાના છ કલાક બાદ પોલીસ આરોપીને તેના ઘરમાંથી પકડી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે હોતાના ગુનોનો કબૂલ્યો હતો. તેણે જણાવ્યું કે ગર્લફ્રેન્ડ ન મળવાના કારણે ગુસ્સાાં હતો. ગુસ્સામાં તે શું કરી બેઠો તેને કંઈ યાદ નથી. પોલીસે સીસીટીવી તપાસ્યા તો તે બાળકીને સ્કૂટી ઉપર લઈ જતા દેખાયો હતો. (તસવીર હિન્દી એશિયાનેટ ન્યૂઝ)
  Published by:ankit patel
  First published:

  Tags: Latest crime news, દુષ્કર્મ, રાજસ્થાન

  આગામી સમાચાર