આઘાતજનક બનાવ: સગાઈ બાદ મંગેતર સાથે બાંધ્યો શારીરિક સંબંધ, બ્લિડિંગ બંધ ન થતાં યુવતીનું મોત!

સગાઈ બાદ મંગેતર સાથે સંબંધ બાંધનાર યુવતીનું નિધન (પ્રતીકાત્મક તસવીર: Shutterstock)

Bhopal News: મધ્ય પ્રદેશની ભોપાલે પોલીસે (Bhopal police) હાલ મૃતક યુવતીનાં મંગેતરની અટકાયત કરી છે. કાયદાકીય સલાહ સૂચન મેળવ્યાં બાદ યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

  • Share this:
    મનોજ રાઠોડ, ભોપાલ: સગાઈ (Engagement) બાદ પોતાના મંગેતર સાથે શારીરિક સંબંધ (Physical relation) બાંધવો એક યુવતી માટે મોતનું કારણ બન્યો છે. વધારે પડતું બ્લિડિંગ (Bleeding) થઈ જવાથી યુવતીનું મોત થયું છે. મોત પહેલા યુવતીએ પોતાના મંગેતર વિરુદ્ધ કોઈ નિવેદન નથી આપ્યું. જોકે, આ કેસ યુતતીનાં મોતનો હોવાથી પોલીસે યુવતીના મંગેતર (Fiance)ની અટકાયત કરી છે. કાયદાકીય સલાહ બાદ યુવતીના મંગેતર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવ ભોપાલ (Bhopal)ના કોલાર વિસ્તારનો છે. મૃતક યુવતીનો મંગેતર એક હોટલમાં કામ કરે છે.

    આ મામલે પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે યુવકની સગાઈ મંડીદીપમાં રહેતી એક 28 વર્ષની યુવતી સાથે થઈ હતી. થોડા મહિના પછી બંનેના લગ્ન થવાના હતા. ગત પાંચ સપ્ટેમ્બરના રોજ યુવતી તેના મંગેતરને મેળવા માટે ભોપાલ આવી હતી. સાંજે પાંચ વાગ્યે બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન યુવતીને બ્લિડિંગ શરૂ થઈ ગયું હતું. જે બાદમાં યુવતીને પહેલા નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી યુવતીને બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડૉક્ટરોના કહેવા પ્રમાણે ખૂબ પ્રયાસ છતાં બ્લિડિંગ બંધ થયું ન હતું, જેના પગલે યુવતીનું નિધન થયું હતું.

    ડૉક્ટરી અને કાયદાકીય સલાહ પછી કાર્યવાહી

    આ મામલે ભોપાલ એસએસપી અંકિત જયસવાલે (Bhopal SSP Ankit Jaiswal) જણાવ્યું કે આ મામલે કાયદાકીય સલાહ લીધા બાદ કાર્યવાહી કરવામાં આવશે. યુવતીએ મોત પહેલા યુવક વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી. બંને પુષ્ત વયના છે. આમ છતાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. આ કેસના કોઈ પણ પાસાને છોડવામાં નહીં આવે. કેસ ખૂબ ગંભીર છે. આ કેસની તપાસ માટે પોલીસની એક ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટરો તેમજ કાયદાકીય સલાહ પણ લેવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: સુરત: ‘મેને તેરી બીવી કે સાથ મઝે કર લિયે,’ દોસ્તી તોડી નાખતા મિત્રનું મિત્રની પત્ની સાથે શરમજનક કૃત્ય

    નિધન પહેલા યુવતીનું નિવેદન

    નિધન પહેલા યુવતીએ નિવેદન આપ્યું હતું. યુવતીએ જણાવ્યું કે, તેણી મંડીદીપની રહેવાશી છે. તેણીની સગાઈ થઈ ચૂકી છે. તે પોતાના મંગેતરને મળવા માટે ભોપાલ ગઈ હતી. જોકે, યુવતીએ પોતાના મંગેતર વિરુદ્ધ કોઈ જ નિવેદન નથી નોંધાવ્યું. આ કેસમાં યુવક વિરુદ્ધ હાલ કોઈ પુરાવા નથી. પોલીસ ડૉક્ટરની જાણકારી બાદ કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં હજુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ નથી આવ્યો. આથી મોતનું સ્પષ્ટ કારણ પણ જાણવા મળ્યું નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: