Home /News /national-international /

Video : પ્રેમી હતો લોહીલુહાણ, પ્રેમિકાએ ઘરેથી ભાગીને ફિલ્મી ઢબે બચાવ્યો જીવ

Video : પ્રેમી હતો લોહીલુહાણ, પ્રેમિકાએ ઘરેથી ભાગીને ફિલ્મી ઢબે બચાવ્યો જીવ

પ્રેમી પાસે પહોંચેલી પ્રેમિકા.

MP Love Story: મધ્યપ્રદેશના દમોહમાં, એક યુવતી તેના પ્રેમીને બચાવવા માટે અડધી રાત્રે ઘર છોડીને ભાગી ગઈ, પોતાના બોયફ્રેન્ડ પાસે પહોંચીને તેને વાગેલી છરી કાઢી અને પોતાના દુપટ્ટાને ફાડીને ઇજા પર બાંધ્યુ. તે તેને હોસ્પિટલ લઈ ગઈ અને તેને ગળે લગાવી જોરથી રડવા લાગી.

વધુ જુઓ ...
    ભોપાલ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) દમોહમાં શુક્રવારે રાત્રે ગર્લફ્રેન્ડે જે કર્યું તે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું ન હતું. ઈજાગ્રસ્ત બોયફ્રેન્ડને બચાવવા પ્રેમિકા મધરાતે પરિવારજનોને જાણ કર્યા વિના ઘરેથી ભાગી ગઈ હતી. કોઇ ફિલ્મી સીનની જેમ છોકરી તેના ઘાયલ પ્રેમી પાસે પહોંચી તેના શરીરમાંથી છરી કાઢી અને પોતાના દુપટ્ટાનો છેડો ફાડીને ઇજા પર બાંધી દીધો. ત્યાર બાદ છોકરી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં તેને ગળે વળગી ખૂબ રડી.

    મળતી માહિતી મુજબ આ ઘટના બે દિવસ પહેલા બની હતી. રાત્રે 11 વાગ્યાના સુમારે 14 કવાર્ટરમાં રહેતા પ્રફુલ કશ્યપ મોટા પુલ પર બેઠા હતા. આ દરમિયાન લગભગ 20 લોકો તેમની પાસે આવ્યા અને તેમની સાથે દલીલ કરવા લાગ્યા. આ લોકોમાં એક છોકરી પણ હતી. યુવતીનું નામ અમીષા જણાવવામાં આવી રહ્યું છે. પ્રફુલ સાથે વાત કરતાં આ તમામ લોકો ગુસ્સે થઈ ગયા અને તેને માર મારવા લાગ્યા. જે બાદ આમાંથી એક વ્યક્તિએ છોકરા પર છરી વડે હુમલો કર્યો હતો. છરી તેની જાંઘ પર વાગી હતી. પ્રફુલ કોઈક રીતે ભાગી ગયો અને તેની પ્રેમિકા રાજિયાને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.


    ફિલ્મી સીનની જેમ રાજિયાએ પોતાના પ્રેમીને બચાવ્યો


    ઘટનાની માહિતી મળતા રાજિયાના હોશ ઉડી ગયા હતા. તે ઘરનું તમામ કામ છોડીને ભાગી ગઈ. તે પ્રફુલ પાસે પહોંચી અને પહેલા તેની છરી કાઢી. ત્યાર બાદ જાંઘના ભાગને દુપટ્ટાના કટકાંથી બાંધી દીધો જેથી વધારે લોહી ન વહી જાય. તે પોતાના પ્રેમીને હોસ્પિટલ લઈ ગઈ અને તેની સારવાર કરાવી. આ દરમિયાન, તે તેના બોયફ્રેન્ડ સાથે વળગીને ખૂબ રડી હતી. ડૉક્ટરોએ ઘા પર પાટો બાંધીને લોહીનો પ્રવાહ બંધ કર્યો અને આગળનો ઇલાજ શરૂ કર્યો.

    આ પણ વાંચો - ઈન્ડિયન નેવી SSCમાં 155 ઓફિસરની ભરતી, અરજી કરવાની અંતિમ તક

    પ્રેમીને બચાવવા ઘરેથી ભાગી


    જ્યારે તે પરિવારના સભ્યોને જાણ કર્યા વિના ભાગી ગઈ ત્યારે તેની માતાએ ફોન કરીને પૂછ્યું કે તે અચાનક કેમ ભાગી ગઇ. આના પર તેણે માતાને કહ્યું કે તેના મિત્રને કોઈએ છરી મારી છે. તે હોસ્પિટલમાં તેની સારવાર કરાવી રહી છે. આ સાંભળીને માતા પણ હોસ્પિટલ પહોંચી. રાજિયા કોઈની પણ પરવા કર્યા વિના અહીં પ્રફુલની સારવાર કરાવી રહી હતી. આ પ્રસંગે રાજિયાએ આરોપ લગાવ્યો હતો કે પ્રફુલ પર તેની જ મિત્ર મનીષાએ હુમલો કર્યો હતો. તેણે કહ્યું કે તેનો અમીષા સાથે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો, ત્યારબાદ તેણે પ્રફુલ પર હુમલો કર્યો હતો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Madhya pradesh

    આગામી સમાચાર