Home /News /national-international /Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

શ્વાન સામે ડાંસ કરતી યુવતીનો વીડિયો વાયરલ

girl dance video viral: તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવતા આ વાયરલ વીડિયોમાં એક સુમસામ રસ્તા ઉપર યુવતી ડાંસ કરતી દેખાય છે. આ વીડિયોમાં નવાઈની વાત તો એ છે કે યુવતીના ડાંસને લાઈ જોનારી ઓડિયન્સ કોઈ માણસ નહીં પરંતુ શ્વાન છે.

Viral video: સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર અત્યારના સમયમાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે કે જેને જોઈને લોકોનું હસવું રોકાતું નથી. તો બીજી તરફ કેટલાક એવા વીડિયો હોય છે જે આપણને ઇમોશનલ કરી દેતા હોય છે અને આંખોમાંથી પાણી સરી પડે છે. આવો જ એક વીડિયો અત્યારના સમયમાં ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો તમને જબદસ્ત મનોરંજન પુરુ પાડશે. આ વીડિયોમાં એક યુવતી શ્વાનની સામે (girl dance front of dogs video) નાંચી રહી છે.

સોશિયલ મીડિયા ઉપર છાસવારે લોકો પોતાના સ્પેશિયલ ટેલેન્ડના વીડિયો પોસ્ટ કરતા રહે છે. લોકોની ડાંસિંગ, સિંગિંગ, કુકિંગ જેવી સ્કિલ્સના વીડિયો ઈન્ટરનેટ ઉપર છવાયેલા રહે છે. જેને લોકો ખુબ જ પસંદ કરે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવતા આ વાયરલ વીડિયોમાં એક સુમસામ રસ્તા ઉપર યુવતી ડાંસ કરતી દેખાય છે.

જોકે આ વીડિયોમાં નવાઈની વાત તો એ છે કે યુવતીના ડાંસને લાઈ જોનારી ઓડિયન્સ કોઈ માણસ નહીં પરંતુ શ્વાન છે. જી. હા. યુવતી ડાંસ કરી રહી છે અને ચારે બાજુ શ્વાન ઊભા છે અને વચ્ચે યુવતી ડાંસ કરી રહી છે. શ્વાન પણ રાત્રે યુવતીને નાચતી જોઈને હેરાન છે. બેકગ્રાઉન્ડમાં વીડિયોની સાથે શોલેનું 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત વાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

આ વીડિયોને આઈપીએસ ઓફિસર રુપિન શર્માએ (IPS Rupin sharma) પોતાના ટ્વિટર ઉપર શેર કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોમાં ખુબ જ આનંદ ઉઠાવી રહ્યા છે. અને લોકો એકબીજાને શેર કરી રહ્યા છે. અને અનેક પ્રકારના કોમેન્ટ અને રિએક્શન પણ આપી રહ્યા છે.



યુવતીને શ્વાનની સામે નાંચતા જોઈને લોકોને શોલે ફિલ્મનો ફેમસ ડાયલોગ 'બસંતી ઇન કુત્તો કે સામને મત નાચ' યાદ આવી રહ્યો છે. વીડિયો જોઈને લોકો બોલી રહ્યા છે. છેવટે બસંતી કુત્તો કે સામને નાંચી, જોકે, યુવતી કોણ છે અને શ્વાનની સામે ક્યાં નાંચી રહી છે. એ અંગે વીડિયોમાં કોઈ જાણકારી મળતી નથી.
First published:

Tags: Social media, વાયરલ વીડિયો