બાળકીને ઢોર માર મારતી હતી માતા, પતિ બનાવતો હતો Video, બંનેની ધરપકડ

News18 Gujarati
Updated: November 17, 2019, 4:30 PM IST
બાળકીને ઢોર માર મારતી હતી માતા, પતિ બનાવતો હતો Video, બંનેની ધરપકડ
વીડિયોની તસવીર

વીડિયોમાં બાળકીની માતા તેને ઢસડે છે અને બાળકીની પીઠ ઉપર પંચ મારી રહી છે. આ સમયે બાળકી રડતા રડતા રહેમની ભીખ માંગી રહી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક બાળકીનો વીડિયો (girl beaten video) સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ (Viral) થયો છે. વીડિયોમાં નાની બાળકીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, બાળકીને પોતાની માતા (Mother) જ ઢોર માર મારી રહી હતી. બાળકી રડતા રડતા માતાને આજીજી કરી રહી હતી પરંતુ તેની માતા બાળકીને મારતી જ રહી હતી.

વીડિયોમાં બાળકીની માતા તેને ઢસડે છે અને બાળકીની પીઠ ઉપર પંચ મારી રહી હતી. આ સમયે બાળકી રડતા રડતા રહેમની ભીખ માંગી રહી હતી. પરંતુ પથ્થર દિલની માતા બાળકીને માર મારતી રહી હતી. માતાએ બાળકીને વાળથી પકડીને જમીન ઉપર પણ પટકી હતી.

આ પણ વાંચોઃ-Recipe : શિયાળાની ઠંડીમાં બનાવો સ્વાસ્થ્યવર્ધક "લીલી હળદરનું ગ્રેવીવાળું શાક"દરમિયાન બાળકીએ પોતાની પિતાને (Father) પણ રડતા રડતા છોડાવવાની અપીલ કરી હતી. પરંતુ બહાર ઊભો ઊભો માર મારવાનો વીડિયો ઉતારી રહ્યોહતો. માતા એટલી નિર્દયી બની ગઈ હતી કે બાજુમાં પડેલા ચપ્પલથી બાળકીને ફરી મારવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ-રોજીંદા જીવનની આ 5 આદતો બદલો, બીમારીઓને હંમેશા માટે દૂર ભગાડો

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો હતો. આ વીડિયો અંગે પોલીસને (Police) જાણ થતાં પોલીસ હરકતમાં આવી અને કેદ દાખલ કર્યો હતો. ત્યારબાદ બાળકીના માતા-પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં શરું કર્યું હતું.

આ પણ વાંચોઃ-દૂધમાં ભેળસેળ છે કે નહીં? આવી રીતે ઘરે બેઠા જ જાણી શકશો

ઉલ્લેખનીય છે કે, નાના બાળકોને ઢોર માર મારવાના અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. ક્યારેક શિક્ષક તો ક્યારેક ટ્યૂશન ક્લાસિસમાં બાળકોને માર મારવામાં આવતો હોય છે. પરંતુ આ વીડિયોમાં ખુદ માતા પિતા જ હેવાન બનીને પોતાની પુત્રીને ઢોર માર મારી રહ્યા દેખાય છે.
First published: November 17, 2019, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading