રેપ ન કરી શક્યા તો યુવતીને જીવતી સળગાવી, પીડિતાનું થયું મોત

પ્રતિકાત્મક તસવીર

આરોપી યુવક રાજા ગત પાંચ વર્ષથી સતત યુવતીને હેરાન કરી રહ્યો હતો.

 • Share this:
  ગત સાત ડિસેમ્બરે મુઝફ્ફરપુર જિલ્લાના અહિયાપુર થાના ક્ષેત્રમાં રેપ (Rape) કરવામાં વિફળ થયેલા યુવક અને તેના એક સાથી મળીને યુવતીને જીવતી બાળી નાંખી. પીડિયા ત્યારથી આજ દિવસ સુધી જીવન મરણ વચ્ચે અવિરત લડત આપી રહી હતી. વધુમાં તેને ઇલાજ માટે 10 ડિસેમ્બરે પટનામાં એક ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી હતી. અને સોમવારે મોડી રાતે તેનું મોત થઇ ગયું.

  યુવતી લગભગ 95 ટકા બળી ગઇ હતી. તેની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હતી. રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષ દિલમણિ મિશ્રાએ યુવતી અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરી. પીડિતાના પટના આવ્યા પછી પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં પીડિતાએ પોલીસને જણાવ્યું કે રાજા રામ રાય અને તેના સાથીએ તેને આગ ચાંપી હતી.

  પરિજનોએ જણાવ્યું કે આરોપી યુવક રાજા ગત પાંચ વર્ષથી સતત યુવતીને માનસિક રીતે પ્રતાડિત કરી રહ્યો હતો. પરિવારજનોએ આ મામલે અહિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો પોલીસ આ મામલે ત્વરિત કાર્યવાહી કરતી તો યુવતી આ ઘટનામાં બચી જાત. ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાતા પોલીસ રાજાને પકડીને જેલ ભેગી પણ કરી ચૂકી છે.  પીડિતા નર્સિંગની ટ્રેનિંગ લઇને લોકોની સેવા કરવા માંગતી હતી. પણ હવે તેના આ સપના અધૂરા જ રહી ગયા. સોમવાર રાત્રે તેની મોતથી પરિવારજનો પર આભ ફાટી ગયું હતું. પોતાની લાકડવાઇ દિકરીને ન બચાવી શકવાનો વસવસો તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. પરિવારજનોએ તેના ભવિષ્યને લઇને અનેક સપના દેખ્યા હતા. પણ યુવતીના કોઇ પણ સપના હકીકતમાં બને તે પહેલા જ યુવકના એક તરફી પ્રેમે તેના જીવનના શ્વાસ છીણવી લીધા.
  Published by:Chaitali Shukla
  First published: