Home /News /national-international /રૂપિયાનો પાવર: 17 વર્ષની આ યુવતીને જોઈતો હતો બોયફ્રેન્ડ, તેના માટે પગાર મળશે 57 લાખ રૂપિયા

રૂપિયાનો પાવર: 17 વર્ષની આ યુવતીને જોઈતો હતો બોયફ્રેન્ડ, તેના માટે પગાર મળશે 57 લાખ રૂપિયા

17 વર્ષની જેન પાર્કે પૈસા આપીને બોયફ્રેન્ડ ખરીદ્યો (Credit- Instagram/Jane Park)

અમે વાત કરી રહ્યા છીએ જેન પાર્ક (Jane Park) નામની યુવતી વિશે. જે 17 વર્ષની ઉંમરમાં જ લોટરી દ્વારા કરોડપતિ બની ગઈ હતી અને બાદમાં તે એક સારા એવા પ્રેમની શોધ માટે અઢળક રૂપિયા ખર્ચવા તૈયાર થઈ ગઈ હતી.

    Girl Offered Money for Love:  આપે એવી કેટલીય વાતો સાંભળી હશે કે પ્રેમ પૈસાથી ખરીદાતો નથી અને આ તો દિલનો મામલો હોય છે. આમ તો આ વાત ઠીક છે, પણ આ દુનિયામાં કંઈ પણ શક્ય છે. અહીં લોકો ઘર, જમીન અને સામાનની સાથે સાથે પ્રેમ જેવી ફિલીંગની પણ બોલી લગાવે છે. થોડા દિવસ પહેલા બે છોકરાએ સેલરી પર ગર્લફ્રેન્ડની શોધ શરુ કરી હતી, તો આજે પણ આપને એક એવી છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે સેલરી પર બોયફ્રેન્ડ શોધવાની કોશિશ કરી હતી.

    અમે વાત કરી રહ્યા છીએ જેન પાર્ક (Jane Park) નામની યુવતી વિશે. જે 17 વર્ષની ઉંમરમાં જ લોટરી દ્વારા કરોડપતિ બની ગઈ હતી અને બાદમાં તે એક સારા એવા પ્રેમની શોધ માટે અઢળક રૂપિયા ખર્ચવા તૈયાર થઈ ગઈ હતી. તેણે તેના બોયફ્રેન્ડ બનવા પર 57 લાખ રૂપિયાનો પગાર આપવાની વાત પણ કહી છે. સ્કોટલેન્ડના એડિનબર્ગની રહેવાસી જેન પાર્કની શોધ હાલમાં તો પુરી થઈ ચુકી છે.

    આ પણ વાંચો: પત્નીના આડાસંબંધનો આવ્યો ખતરનાક પરિણામ, પતિએ છૂટાછેડા આપતાં ખેલાયો ખૂની ખેલ

    57 લાખનો પગાર લઈ મારો બોયફ્રેન્ડ બની જાઓ


    આ વાત વર્ષ 2013ની છે, જ્યારે 17 વર્ની જેન પાર્ક યૂરોમિલિયંસ લોટરીમાં 9 કરોડ 45 લાખ રૂપિયા જીતીને ચર્ચામાં આવી ગઈ હતી. ત્યાર બાદ તેણે પોતાના માટે બોયફ્રેન્ડ શોધવાની શરુઆત કરી. તેણે રૂપિયાના જોરે બોયફ્રેન્ડ બનાવ્યો, તેને 57 લાખ રૂપિયા પગાર પણ આપ્યો. તેના માટે તેણે એક વેબસાઈટ પણ લોન્ચ કરી હતી. જેના પર હજારો યુવકોએ અપ્લાય કર્યું હતું. જેની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેંડમાં આવી ગઈ હતી.

    ગ્લેમરસ ફોટો અને વીડિયોથી ભરેલુ છે અકાઉન્ટ


    જેન પાર્કે ટિકકોટ પર વીડિયો શેર કરીને પોતાના બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે અને બતાવ્યું છે કે તેને પ્રેમ મળી ગયો છે.

    જેન મોડલ હોવાની સાથે સાથે સોશિયલ મીડિયા એન્ફ્લુએંસર પણ છે. જેના ઈંસ્ટાગ્રામ પર 2 લાખથી વધારે ફોલોઅર્સ છે, તેના અકાઉન્ટ તસ્વીરો અને વીડિયોથી ભરેલું છે. હાલના સમયમાં તે બોયફ્રેન્ડ લી સાથે ખૂબ વીડિયો નાખી રહી છે અને પોતાના સંબંધને ફ્લોન્ટ કરી રહી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Love story

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन