Home /News /national-international /ગિરિરાજનો કન્હૈયા પર વાર- 'ભારત તોડનારાઓ સામે છે લડાઈ': વાંચો ખાસ ઇન્ટરવ્યૂ

ગિરિરાજનો કન્હૈયા પર વાર- 'ભારત તોડનારાઓ સામે છે લડાઈ': વાંચો ખાસ ઇન્ટરવ્યૂ

ગિરિરાજ સિંહે કહ્યું કે, રાહુલ ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે, સ્મૃતિ ઈરાનીએ અહેસાસ કરાવી દીધો છે. કામ નહીં તો વોટ નહીં. હવે તેમને ભય સતાવી રહ્યો છે

ગિરિરાજ સિંહે કહ્યું કે, રાહુલ ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે, સ્મૃતિ ઈરાનીએ અહેસાસ કરાવી દીધો છે. કામ નહીં તો વોટ નહીં. હવે તેમને ભય સતાવી રહ્યો છે

બિહારના બેગૂસરાય લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે તેમની લડાઈ વિકૃત માનસિકતાની વિરુદ્ધ છે. તેઓએ કહ્યું કે અમારા શૌર્યની વિરુદ્ધ વિચારધારા છે, તેની વિરુદ્ધ મારી લડાઈ છે. ગિરિરાજ સિંહે News18 સાથે ખાસ વાતચીત કરી. આ દરમિયાન ગિરિરાજ સિંહે સીપીઆઈ ઉમેદવાર કન્હૈયા કુમાર અને કોંગ્રેસ ઉપર પણ જોરદાર હુમલા કર્યા. આગળ વાંચો, ગિરિરાજ સિંહનો સમગ્ર ઇન્ટરવ્યૂ...

સવાલ- ગિરિરાજજી જ્યારે જેએનયૂનો મામલો થયો હતો, ત્યારે તમે ટીકાકાર રહ્યા હતા. ક્યારેય વિચાર્યું હતું કે જેનાથી જેએનયૂ મામલામાં ટકરાયા હતા, ચૂંટણી સફરમાં તેની સામે મુકાબલો કરવો પડશે.
જવાબ- રાજનીતિમાં તેની કોઈ ખબર નથી હોતી. રાજનીતિ પોતાની ગતિથી ચાલે છે. પરિસ્થિતિ બને છે.

સવાલ- કન્હૈયાનું કહેવું છે કે તમે અહીં માટે બહારના છો અને તેઓ અહીંના દીકરા છે. તેથી જનતા તેને ચૂંટશે અને 5 વર્ષમાં તમે લોકોને વીઝા આપ્યા સિવાય કંઈ નથી કર્યું.
જવાબ- અહીં અમારી લડાઈ વિચારધારાની છે. તે વિચારધારા છે વિકૃત, જે અમારા શૌર્યની વિરુદ્ધ વિચારધારા છે, તેની વિરુદ્ધ લડાઈ છે. અલગતાવાદીના પક્ષમાં, આતંકવાદીઓની સાથે ઊભા રહેનારાઓ સાથે લડાઈ છે. ભારતને તોડનારાઓ વિરુદ્ધ શું ભારતને ફરીથી 2 પીએમ આપવામાં આવશે, તેમની સામે લડાઈ છે. લડાઈ છે તેમનું સમર્થન કરનારાઓ સામે. દેશ ખંડિત થશે કે વિખંડિત થશે તેની વચ્ચે લડાઈ છે. લડાઈ આ તમામ વિચારધારા સામે છે.

આ પણ વાંચો, સ્મૃતિએ રાહુલને ગણાવ્યા 'ગુમ સાંસદ', વાયનાડનો લાકોને કહ્યુ- એક વાર અમેઠી આવીને જુઓ

સવાલ- જેએનયૂ મામલામાં કન્હૈયાએ મજબૂત દેખાવ કર્યો હતો. તમે આ મામલામાં કડક વલણ અપનાવ્યું હતું. આપને લાગે છે કે અહીંની જનતા તે સવાલને ખતમ કરી દેશે.
જવાબ- હું શું બોલું, તમે બેગૂસરાયની જનતાને પૂછો. અહીં રક્તરંજિત થયું. આ શ્રી બાબૂની કર્મભૂમિ છે. આ વિકાસને ધ્વસ્ત કરનારાઓ વિરુદ્ધની લડાઈ છે.

સવાલ- રાહુલ ગાંધી આજે વાયનાડથી પોતાનું નોમિનેશન ભરી રહ્યા છે.
જવાબ- રાહુલ ગાંધી ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે. આજે તેઓએ સ્મૃતિ ઈરાનીએ અહેસાસ કરાવી દીધો છે. કામ નહીં તો વોટ નહીં. હવે તેમને ભય સતાવી રહ્યો છે. સમગ્ર દેશમાં નેતા બનવા ચાલ્યા છે અને ત્રણ વારની સીટ પર ભરોસો ન હોય. તો તેઓ પોતાની સીટ છોડી, હાર માની ગયા મોદીથી. આ મેદાન હારી ગયા રાહુલ ગાંધી. હવે છુપાવવા માટે ત્યાં ગયા છે, જ્યાં કોઈ તેમને જોઈ ન શકે.

આ પણ જુઓ, રાહુલ જ્યાંથી ચૂંટણી લડશે તે વાયનાડ છે, સુંદર હનીમૂન ડેસ્ટિનેશન

સવાલ- પરંતુ તેમનું તો કહેવું છે કે ઉત્તર અને દક્ષિણ બંનેનું અંતર દૂર કરવા માટે ગયા છે.
જવાબ- સારું છે. ઉત્તર-પૂર્વ-પશ્ચિમ બધા સ્થળે લડી લો. ક્યાંકથી ભગવાન જુગાડ લગાવી દે અને તેઓ સાંસદ બની જાય. અરે આ લોકોએ 70 વર્ષથી દેશને ચૂસવાનું કામ કર્યું અને અમેઠીને વારસાઈ સીટ બનાવી દીધી. જેમ જમીનદારી હોય. જનતા જાગી ગયા, રાહુલ ગાંધી ભાગી ગયા.

સવાલ- કોંગ્રેસને મેનિફેસ્ટોને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે. રાજદ્રોહની કલમને હટાવવાની વાત થઈ રહી છે. તેમનું કહેવું છે કે તેનો ખોટો ઉપયોગ થાય છે.
જવાબ- એ સ્પષ્ટ થઈ ગયું કે ટુકડાઓવાળી ગેંગ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધી બનાવટી ધર્મનિરપેક્ષતાનું રાજકારણ કરે છે.આ ગેંગ આપણી સેનાને ગાળો આપે છે. શું નથી કહ્યું, ગુંડા કહ્યા, સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા. પથ્થરબાજો માટે સહાનુભૂતિ અને સેનાની વિરુદ્ધ આતંકવાદને ફેલાતો જોવા માંગે છે, તેઓ રાષ્ટ્રદ્રોહી સાથે ઊભા છે. દેશ ક્યારેય તેમને સમર્થન નહીં આપે. તેમના દાદા-નાનાના કારણે કાશ્મીરની સમસ્યા બની. તેમના કારણે 10 વર્ષ આતંકવાદ સમગ્ર દેશમાં ફેલાયો. બ્લાસ્ટ થયા. પરંતુ મોદીજીએ 5 વર્ષમાં તેમને સમેટીને કાશ્મીર સુધી સીમિત કરી દીધા. હવે દેશદ્રોહી પર મુફ્તીની સાથે તેઓ ઊભા છે. જ્યાં સુધી ભારતમાં રાષ્ટ્રવાદી નવયુવાન ઊભા છે, કંઈ નહીં થાય.

સવાલ- કાશ્મીરમાં વાતચીતની વાત પણ કહી છે.
જવાબ- રાહુલ ગાંધી કાશ્મીરમાં વાતચીત કરવા જશે. શરદ યાદવની આગેવાનીમાં વિપક્ષ ગયો હતો. અલગતાવાદી વાત નહોતા કરતા. હવે પીએમે તેમને શિખવાડવાનું શરૂ કર્યું છે. 5 વર્ષ વધુ રોકાઈ જાઓ, કાશ્મીરમાં ફરીથી જૂનું કાશ્મીર હશે. આ વોટના સોદાગરોએ કાશ્મીરમાં આતંકવાદને બહુ જ પ્રોત્સાહન આપ્યું. તે વોટોનું રાજકારણ કરનારા હોય કે કોંગ્રેસ હોય.

આ પણ વાંચો, ચૂંટણી રેલીમાં રડી પડી જયાપ્રદા, કહ્યું- 'આઝમને કારણે રામપુર છોડીને ગઈ હતી'
First published:

Tags: Begusarai, Lok sabha election 2019, કન્હૈયા કુમાર, ગિરીરાજ સિંહ, રાહુલ ગાંધી