બિહારમાં એનડીએની સીટ વહેંચણી બાદ સૌથી વધુ ચર્ચામાં કેન્દ્રીય રાજ્યમંત્રી ગિરિરાજ સિંહ છે. કારણ એ છે કે તેમને નવાદાથી બગૂસરાય ચૂંટણી લડવા માટે મોકલવામાં આવી રહ્યા છે. બીજેપીન આ ફાયર બ્રાન્ડ નેતાએ પોતાની સીટ બદલવાને લઈ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. મોટો સવાલ એ છે કે ગિરિરાજ સિંહ નવાદાથી બેગૂસરાય કેમ નથી જવા માંગતા? શું તેઓ કન્હૈયા કુમારનો સામનો નથી કરવા માંગતા? આવો તે કારણો પર નજર નાખીએ જે કારણથી તેઓ બેગૂસરાય નથી જવા માંગતા.
પહેલું કારણ- કન્હૈયા ફેક્ટર
લખીસરાયના મૂળ નિવાસી ગિરિરાજ સિંહની સામે બેગૂસરાય જિલ્લાના જ કન્હૈયા કુમાર (ગિરિરાજ સિંહની જાતિના જ છે) સીપીઆઈની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. એવામાં તેમને એવો ડર સતાવી રહ્યો છે કે ક્યાં સ્થાનિક વિરુદ્ધ બહારના ઉમેદવારનો મુદ્દો ઉગ્ર બને તો તેમના માટે માર્ગ સરળ નહીં રહે. આ ઉપરાંત કન્હૈયાના નામ પર બીજેપી વિરોધી મતોની કિલ્લેબંધી ગિરિરાજ સિંહ માટે મુશ્કેલી વધારી શકે છે.
જાહેર સભાને સંબોધિત કરતા કન્હૈયા કુમાર (ફાઇલ ફોટો)
બીજું કારણ- નવો વિસ્તાર, નવો પડકાર
નોંધનીય છે કે, બેગૂસરાયનું ચૂંટણી સમીકરણ કંઈક અલગ જ છે. મૂળે, ગિરિરાજ સિંહ નવાદાના સાંસદ હતા અને નવાદામાં લોકો સાથે જોડવાની સાથોસાથ ત્યાં પોતાનું કામ કરવાની પદ્ધતિ જનતાને બતાવી દીધી હતી. હવે તેમને નવાદા છોડીને બેગૂસરાય જવાનું છે એવામાં બેગૂસરાય વિસ્તાર તેમના માટે બિલકુલ નવો હશે. એવામાં તેમને એવો ડર સતાવી રહ્યો છે કે છેવટે બેગૂસરાયની જનતાએ જો તેમને સમર્થન ન આપ્યું તો શું થશે?
માનવામાં આવે છે કે ગિરિરાજ સિંહના વિરોધી તેમની જ પાર્ટીમાં ઘણા છે. તેમની જાતિમાંથી આવતા કાઉન્સિલર રજનીશ કુમાર (બેગૂસરાયના સ્થાનિક નિવાી) પોતાને ટિકિટ મળે તેવું ઈચ્છી રહ્યા હતા. એવામાં સ્થાનિક ફેક્ટરને તેઓ પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત ગિરિરાજ સિંહ બિહાર બીજેપીની અંદર જૂથબંધીનો પણ શિકાર હોઈ શકે છે.
ચોથું કારણ- નીતીશ સાથે સંઘર્ષ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે ગિરિરાજ સિંહનો ક્યારેય તાલમેલ નથી રહ્યો. નીતીશ મંત્રીમંડળમાં બે એવા મંત્રી રહ્યા વે હંમેશા નીતીશ સરકારની વિરુદ્ધ બોલતા રહ્યા, તે પૈકી એક નામ ગિરિરાજ સિંહનું હતું અને બીજું અશ્વિની ચૌબનું હતું. આ બંને લોકો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ખુલીને સમર્થન કરતાં હતા. સ્પષ્ટ છે કે એવી સ્થિતિમાં નીતીશ કુમાર તેમનું સમર્થન કરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
નીતીશ કુમાર અને ગિરિરાજ સિંહ (ફાઇલ ફોટો)
પાંચમું કારણ- કમ્યૂનલ હોવાનો થપ્પો
રામનવમીના અવસરે બિહારમાં તોફાનના મામલે મોદી સરકારના આ બંને મંત્રી ખુલીને નીતીશ સરકારની ટીકા કરતા રહ્યા. નીતીશ અને ગિરિરાજમાં અનેક અવસરે સંઘર્ષ જોવા મળ્યો. દરભંગામાં મોદી ચૌક નામને લઈને એક હત્યા થઈ તો ગિરિરાજકે બિહાર સરકાર પર સવાલ ઊભા કર્યા. અશ્વિની ચૌબેના દીકરાના મામલામાં પણ ગિરિરાજ નીતીશની લાઇનથી અલગ જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગિરિરાજ સિંહને બેગૂસરાય મોકલવાનો તેમના દ્વારા વિરોધ કરવા પર પાર્ટીમાં આકરી પ્રતિક્રિયા જોવા મળી. રજનીશ કુમાર અને પૂર્વ એમએલસી વિવેક ઠાકુરે (ડો. સીપી ઠાકુરના પુત્ર) ગિરિરાજ સિંહના વલણનો ખુલીને વિરોધ કર્યો. સ્પષ્ટ છે કે ગિરિરાજ સિંહની સામે કન્હૈયા જેવો પડકાર સામે આવવાનો છે અને બીજી તરફ પાર્ટીની અંદર પણ તેમને અનેક પ્રકારના ચેલેન્જનો સામનો કરવો પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર