Gileadએ નક્કી કરી રેમડેસિવીર દવાની કિંમત, 5 દિવસના કોર્સ પર ખર્ચ કરવા પડશે 1.75 લાખ

News18 Gujarati
Updated: June 29, 2020, 8:32 PM IST
Gileadએ નક્કી કરી રેમડેસિવીર દવાની કિંમત, 5 દિવસના કોર્સ પર ખર્ચ કરવા પડશે 1.75 લાખ
કોવિડ-19ની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા રેમડેસિવીર

કંપનીએ કહ્યું કે, તે વિકસિત દેશો માટે વન પ્રાઈઝ મોડલને અપનાવી રહી, જેથી પ્રત્યેક દેશ માટે ભાવ-તાલ ન કરવો પડે.

  • Share this:
ન્યૂયોર્ક : ગિલીડ સાયંસિઝે (Gilead Sciences Inc) કહ્યું કે, તે અમેરિકન સરકાર અને અન્ય વિકસીત દેશો પાસેથી કોરોના વાયરસ ડ્રગ રેમડેસિવીરની એક શીશી માટે 390 ડોલર (Cost of Remdesivir per Vial) નો ચાર્જ કરશે. આ હિસાબે સારવાર માટે 5 દિવસના પૂરા કોર્સની કિંમત 2340 ડોલર (લગભગ 1,75,500 રૂપિયા) હશે. ગિલીડે આ મામલે સોમવારે એક નિવેદન જાહેર કરી માહિતી આપી છે. કંપનીએ કહ્યું કે, તે વિકસિત દેશો માટે વન પ્રાઈઝ મોડલને અપનાવી રહી, જેથી પ્રત્યેક દેશ માટે ભાવ-તાલ ન કરવો પડે.

ગિલીડના મુખ્ય કાર્યકારી ડેનિયલ ઓ' ડે (Daniel O'Day)એ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, દર્દીઓ સુધી આ દવા પહોંચાડવામાં કોઈ વિઘ્ન ન આવે. આ ભાવથી સુનિશ્ચિત થઈ શકશે કે, દુનિયાભરમાં તમામ દેશોના દર્દીઓ સુધી આ દવા પહોંચાડી શકાય.

390 ડોલર પ્રતિ નો ભાવ તમામ સરકારી સંસ્થાઓ માટે હશે. જ્યારે એક વખત સપ્લાય પર દબાણ ઓછુ થશે ત્યારે આ દવાનું વેચાણ સામાન્ય ડિસ્ટ્રીબ્યૂશન ચેનલ દ્વારા કરવામાં આવશે. અન્ય પ્રાઈવેટ ઈન્શ્યોરન્સ કંપની અને કોમર્શિયલ પ્લેયર્સ માટે આ ભાવ 520 ડોલર પ્રતિ શિશી અથવા 5 દિવસના પૂરા કોર્સ માટે 3120 ડોલર હશે.

ઝડપી રિકવરી કરવામાં મદદ કરે છે રેમડેસિવીરનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. મોટા સ્તર પર ટ્રાયલ બાદ પરિણામથી સામે આવ્યું કે, રેમડેસિવીરના ઉપયોગથી દર્દીઓમાં રિકવરી ઝડપથી આવે છે. તેને પરિણામના આધારે અમેરિકન ડ્રગ રેગ્યુલેટરે (US Drug Regulator) રેમડેસિવીર ઉપયોગ માટે મંજૂરી આપી હતી. આ સિવાય, વૈશ્વિક સ્તર પર અનેક સંસ્થાન કોરોના વાયરસની સારવાર અથવા વેક્સિન શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગના ટ્રાયલ સ્ટેજ પર છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં દુનિયાભરમાં 1 કરોડથી પણ વધારે લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ચુક્યા છે અને લગભગ 5 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે.

કેમ મહત્વપૂર્ણ છે આ દવાના ભાવ નક્કી થવા?

ગિલીડે કહ્યું હતું કે, જૂન મહિનામાં તે રેમડેસિવીરનું ડોનેશન કરશે પરંતુ આ બધા વચ્ચે મોટો પ્રશ્ન એ ઉઠ્યો કે, કંપની આનો શું ભાવ નક્કી કરશે. ગિલીડ સાયસિંઝ દ્વારા આ દવાના બાવ નક્કી કરવા પર બધાની નજર છે, કેમ કે, ભવિષ્યમાં લોન્ચ થવાવાળી કોવિડ-19ની અન્ય દવાઓના ભાવ પણ તેના આધાર પર નક્કી કરવામાં આવશે.કંપનીએ કહ્યું કે, આ દવાની વેલ્યુના આધાર પર તે વધારે ચાર્જ કરી શકતી હતી. પરંતુ, કંપનીએ તેની કિંમત ઓછા બાવ પર એટલા માટે રાખી કારણ કે, આ દવા તમામ વિકસીત દેશ પણ ખરીદી શકે.

એક અનુમાનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક ટ્રીટમેન્ટ કોર્સ માટે રેમડેસિવીરનો ખર્ચ 4,500 ડોલર સુધી થઈ શકે છે. તો કેટલાક અન્ય અનુમાનમાં કહેવામાં આવ્યું હતું કે, કંપનીને 1 ડોલર પ્રતિ દિવસનો ચાર્જ વસુલવો જોઈએ. જોકે, ઓ' ડેએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આ તર્કશીલ કિંમત નથી.

તેમણે કહ્યું કે, એક દર્દીને 5 દિવસના કોર્સ માટે રેમડેસિવીરની 6 શીશીનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક મામલામાં આ 10 દિવસ અથવા 11 શીશી ઉપયોગ કરવો પડે છે. તેની કિંમત કુલ 4210 ડોલર થઈ જાય છે.
First published: June 29, 2020, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading