Home /News /national-international /Azad on Congress: આઝાદનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યુ- સારું છે 8 વર્ષ પછી રાહુલને મોંઘવારી-રોજગારી યાદ તો આવી!
Azad on Congress: આઝાદનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યુ- સારું છે 8 વર્ષ પછી રાહુલને મોંઘવારી-રોજગારી યાદ તો આવી!
ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા - ફાઇલ તસવીર
Azad on Congress: કોંગ્રેસ છોડીને ગયેલા આઝાદે જમ્મુ પહોંચતા જ કહ્યુ હતુ કે, કેટલીક પરિસ્થિતિ અને કમનસીબીને કારણે કોંગ્રેસ છોડવી પડી છે. રાહુલ ગાંધીની હલ્લા બોલ રેલી ઉપર આઝાદે કહ્યુ હતુ કે, ‘રાહુલને ખૂબ ખૂબ અભિનંદન. તેને 8 વર્ષે મોંઘવારી-રોજગારી યાદ તો આવી!’
જમ્મુઃ કોંગ્રેસ છોડીને જમ્મુ પહોંચેલા ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે, ‘કેટલીક પરિસ્થિતિ અને કમનસીબીને કારણે કોંગ્રેસ છોડવી પડી છે. આ એક નવી શરૂઆત છે. આ એક નવો આવાજ છે.’ પાર્ટી છોડ્યા પછી કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ જમ્મુના સૈનિક ફાર્મમાં પહેલી જનસભા સંબોધવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની હલ્લા બોલ રેલી પર આઝાદે કહ્યુ હતુ કે, ‘રાહુલને ખૂબ ખૂબ અભિનંદન. તેમને 8 વર્ષે મોંઘવારી અને રોજગારી યાદ તો આવી.’ જો કે, કોંગ્રેસે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી આઝાદના પાર્ટી વિરોધી નિવેદનોને શાસક ભાજપના ઇશારે ધ્યાન ભટકાવવાની નીતિ શરૂ કર્યાનું જણાવ્યું છે.
એજન્ડા અધૂરો જ રહ્યોઃ ગુલામ નબી આઝાદ
ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે, 2005થી 2008 સુધી હું જમ્મુ-કાશ્મીરનો મુખ્યમંત્રી હતો. પરંતુ કેટલાક સાથી અધવચ્ચેથી છોડીને જતા રહ્યા હતા. તેથી તે સમયે મારો એજન્ડા પૂરો થઈ શક્યો નહોતો. જમ્મુ-કાશ્મીરને ખુશખુશાલ બનાવવાનો એજન્ડા હતા. તે વખતે મારી સાથે કેબિનેટમાં જેટલા પણ અનુભવી અને કાબેલ લોકો હતા તેવા એમએસએ અને મંત્રી તે બધા અમારી સાથે આવે અને અમે બધા સાથે મળીને આ અધૂરો એજન્ડા પૂરો કરીશું.
આઝાદે કહ્યુ હતુ કે, ‘જમ્મુ કાશ્મીરને ખુશખુશાલ જોવાનું જે સપનું હતું તે ટેક ઓફ થયું, અડધે સુધી પહોંચ્યું, પરંતુ કેટલાક લોકોથી તે ખુશી દેખાઈ નહીં. આઝાદે પીડીપી પર ઇશારાથી નિશાનો સાધતા કહ્યુ કે, કેટલાક લોકોને તે ખુશી પસંદ આવી નહોતી. કારણ કે તેમને લાગ્યું કે તે એટલું ફેમશ થઈ જશે ને અમને વોટ નહીં મળે. તેથી તેમણે વચ્ચેથી જ સાથ છોડી દીધો. તે સમયે જે લોકોએ મને પાંગળો કર્યો હતો, તે લોકો આજે ખુદ પાંગળા થઈ ગયા છે.’
આગામી ભવિષ્યની રાજનૈતિક યોજનાનો સંકેત આપતા ગુલામ નબી આઝાદ કહે છે કે, આ નવી પાર્ટી નેશનલ બનશે. તેની શરૂઆત જમ્મુ કાશ્મીરથી થશે, અમારે નેશનલની ઉતાવળ નથી. જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ સમયે ચૂંટણી થઈ શકે છે. આઝાદે કોંગ્રેસની બદતર હાલતને ઉઘાડી પાડતા કહ્યુ હતુ કે, કોંગ્રેસની હાલત આપણે જોઈ શકીએ છીએ. છેલ્લા 8 વર્ષથી આપણે આખા દેશમાં જોઈ શકીએ છીએ. 49 એસેમ્બલી ચૂંટણી થઈ, તેમાંથી 39 કોંગ્રેસ હારી ગઈ. હવે માત્ર 2 જ રાજ્યોમાં કોંગ્રેસ છે. અમે વિચાર્યું છે કે, અમે અમારું નવું ઘર બનાવીશું. તેમાં બધા જ ઇંટ મૂકશે, કોઈ રેતી મૂકશે નહીં. કારણ કે રાષ્ટ્રીય સ્તરે રેત ખાલી જોડી જ શકે છે, પરંતુ માત્ર રેતીથી જ મકાન નથી બનતું.’
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર