Home /News /national-international /ગુલામ નબી આઝાદનો પ્રહાર, કહ્યું- ‘બીમાર કોંગ્રેસને દુઆની નહીં, દવાની જરૂર છે, પણ તેની સારવાર કમ્પાઉન્ડર કરી રહ્યા છે’

ગુલામ નબી આઝાદનો પ્રહાર, કહ્યું- ‘બીમાર કોંગ્રેસને દુઆની નહીં, દવાની જરૂર છે, પણ તેની સારવાર કમ્પાઉન્ડર કરી રહ્યા છે’

ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) સોમવારે કોંગ્રેસ અને તેના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા

Ghulam Nabi Azad - ગુલામ નબી આઝાદે કહ્યું- જી-23 તરફથી ઓગસ્ટ 2020માં પત્ર લખવાના કારણે તે કોંગ્રેસ નેતૃત્વ અને તેના નજીકના લોકોની આંખમાં ખુંચવા લાગ્યા હતા

    નવી દિલ્હી : કોંગ્રેસના (Congress)પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) સોમવારે કોંગ્રેસ અને તેના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે બીમાર કોંગ્રેસને દુઆની નહીં, દવાની જરૂર છે. જોકે તેની સારવાર કમ્પાઉન્ડર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સાથે મળેલા હોવાના આરોપ પર તેમણે પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીનું (Rahul Gandhi)નામ લીધા વગર કહ્યું કે જે સંસદમાં ભાષણ આપ્યા પછી પ્રધાનમંત્રીને ગળે મળ્યા તે મોદી સાથે મળેલા છે કે નહીં? તેમણે એ પણ કહ્યું કે કોંગ્રેસનો પાયો નબળો થઇ ગયો છે અને તે ગમે ત્યારે વેરાઇ શકે છે.

    ગુલામ નબી આઝાદે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા અને બધા પદો પરથી શુક્રવારે રાજીનામું આપ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નેતૃત્વ આંતરિક ચૂંટણીના નામે દગો આપી રહ્યું છે. તેમણે રાહુલ ગાંધી પર અપરિપક્વ અને બચકાના વ્યવહારનો આરોપ પણ લગાવ્યો હતો.

    આ પણ વાંચો - આઝાદીનો અમૃત મહોત્સવ વર્ષ 2023 સુધી ચાલુ રહેશે, અમૃત સરોવરનું નિર્માણ એક જન-આંદોલન: PM નરેન્દ્ર મોદી

    ગુલામ નબી આઝાદે કહ્યું કે જી-23 તરફથી ઓગસ્ટ 2020માં પત્ર લખવાના કારણે તે કોંગ્રેસ નેતૃત્વ અને તેના નજીકના લોકોની આંખમાં ખુંચવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે મોદી બહાનું છે, તેમની આંખમાં અમે ખટકવા લાગ્યા હતા કારણ કે અમે પત્ર લખ્યો હતો. તેમને લાગે છે કે તેમને કોઇ પડકાર આપી શકે નહીં. પત્ર લખ્યા પછી હું તેમને ખુંચી રહ્યો હતો.

    ડીએનએ મોદી-મય હોવાના કોંગ્રેસના આરોપને લઇને આઝાદે રાહુલ ગાંધી પર પરોક્ષ રીતે પ્રહાર કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી સાથે તે લોકો મળેલા છે જે તેમનું સપનું પુરું કરવામાં મદદ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્ત ભારત કહ્યું હતું. જે સંસદમાં ભાષણ આપીને તેમની સાથે ગળે મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારું દિલ ચોખ્ખું છે.

    કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પહેલા તે પોતાના ડીએનએની તપાસ કરાવે. તે તો પહેલા ફ્રીલાન્સર હતા. તે બતાવે કે પહેલા કઇ સરકારના કર્મચારી હતા. તે અમારી પાર્ટીમાં ન હતા. પહેલા તે તપાસ કરાવે કે તેમનો ડીએનએ કઇ પાર્ટીનો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ghulam nabi azad, કોંગ્રેસ, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन