જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધા બાદ તણાવની સ્થિતિ બની રહી છે. આ જ કારણે ભારત સરકાર ત્યાં ઝડપથી તણાવ ઓછા થાય તેવા પ્રયાસો કરી રહી છે. આ માટે જ બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે શોપિયાંમાં અમુક કાશ્મીરી લોકો સાથે મુલાકાત કરી હતી. ડોભાલ તેમની સાથે જમ્યા પણ હતા. આ મામલે કોંગ્રેસના નેતા ગુલામ બની આઝાદે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આઝાદે કહ્યુ છે કે પૈસા આપીને કોઈને પણ સાથે લાવી શકાય છે. આઝાદના નિવેદન બાદ બીજેપીએ કોંગ્રેસને આડેહાથ લેતા આઝાદ માફી માંગી તેવી માંગણી કરી છે.
ગુલામ નબી આઝાદને જ્યારે પૂછવામાં આવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કાશ્મીરના લોકોને મળી રહ્યા છે ત્યારે તેમણે જણાવ્યું કે, "પૈસા આપીને તમે કોઈને પણ તમારી સાથે લઈ શકો છો." આઝાદે કહ્યુ કે કાશ્મીરમાં કર્ફ્યૂ લગાવીને અને ત્યાંના લોકોને બંધક બનાવીને આ કાયદો બનાવવામાં આવ્યો છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે કાયદો બનાવવા માટે કોઈ સરકારે આવું કૃત્ય કર્યું હોય.
ગુલામ બની આઝાદના આવા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા બીજેપીના નેતા શાહનવાઝ હુસેને આઝાદને માફી માંગવા કહ્યું હતું. હુસેને કહ્યું કે પાકિસ્તાન આપણા દેશમાંથી આપવામાં આવેલા નિવેદનોનો ઉપયોગ દેશ વિરુદ્ધ કરી રહ્યું છે. તેમણે તો એવું પણ કહી દીધું કે કોંગ્રેસના અમુક નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલે છે.
#WATCH: Ghulam Nabi Azad, Congress on pictures of National Security Advisor (NSA) Ajit Doval interacting with locals in Shopian yesterday: Paise dekar aap kisiko bhi saath le sakte ho. #JammuAndKashmirpic.twitter.com/iJgwezkeWb
નોંધનીય છે કે બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કાશ્મીરના શોપિયાંમાં કેટલાક કાશ્મીરીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ અમુક જગ્યાએ લોકો સાથે ભોજન લેતા જોવા મળ્યાં હતાં. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કલમ 370 હટ્યા બાદ કાશ્મીર પ્રવાસે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર