Home /News /national-international /ગજબ: આ ગામમાં માણસ કરતા જાનવરની સંખ્યા વધારે, 1000 માણસની સામે 10,000 બકરીઓ

ગજબ: આ ગામમાં માણસ કરતા જાનવરની સંખ્યા વધારે, 1000 માણસની સામે 10,000 બકરીઓ

બકરીઓનું ગામ

ગામની રહેવાસી વિમલા દેવીએ કહે છે કે, યૂનિવર્સિટીએ દત્તક લીધું છે. જેનાથી બકરી પાલનમાં સુવિધા થાય છે. પહેલા બકરી માટે દવા કે ખાવાની વ્યવસ્થા કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. પણ યૂનિવર્સિટીના સહયોગથી અમને વધારે તકલીફ થતી નથી.

    રાંચિથી 25 કિમી દૂર આવેલું છે ચામગુરુ ગામ. જ્યાં માણસો કરતા 10 ગણી વધારે બકરીઓ આવેલી છે. આ ગામમાં એન્ટર થતાં જ આપનું સ્વાગત બકરી કરતી હોવાનું દેખાશે. સાથે જ જ્યાં પણ નજર નાખશો, ત્યાં બકરી જ જોવા મળશે. કારણ કે, દરેક ઘરમાં બકરી પાળવામાં આવે છે. આ ગામમાં 90 ટકા ઘર બાળકી પાલનથી ચાલે છે. ચામગુરુ ગામને બિરસા એગ્રીકલ્ચર યૂનિવર્સિટીએ દત્તક લીધું છે.

    આ પણ વાંચો: જલ્દી કરો: ફ્લેટની કિંમતમાં આખો આઈલેન્ડ ખરીદવાનો મોકો, નોકર-ચાકર સહિત આટલી સુવિધા મળશે

    ગામની રહેવાસી વિમલા દેવીએ કહે છે કે, યૂનિવર્સિટીએ દત્તક લીધું છે. જેનાથી બકરી પાલનમાં સુવિધા થાય છે. પહેલા બકરી માટે દવા કે ખાવાની વ્યવસ્થા કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. પણ યૂનિવર્સિટીના સહયોગથી અમને વધારે તકલીફ થતી નથી.

    એક હજાર લોકો અને 10,000 બકરીઓ


    તો વળી ગામ નિવાસી લાલમોહન કહે છે કે, આ ગામમાં લગભગ 300 ઘર છે અને 1000 લોકો રહે છે. પણ બકરીઓની વાત કરીએ તો, તેની સંખ્યા 10,000થી પણ વધારે છે. કારણ કે અહીં દરેક ઘરમાં 30થી 45 બકરીઓ મળી આવશે. ઘરમાં નાના છોકરાથી લઈને મોટેરા સુધી દરેક લોકો બકરી ચરાવાનું કામ કરે છે અને તેમાંથી રોજીરોટી મેળવે છે.

    વિમલા દેવી લાલમોહનને ટોકતા કહે છે કે, નાના બાળકોને તે સ્કૂલ જવું જોઈએ, પણ ગરીબી એટલી છે કે, પરાણે પણ બકરી સાથે ખેતરમાં મોકલવા પડે છે. બકરી પાલન સિવાય અન્ય કોઈ વ્યવસાય કેમ નહીં, તો વિમલા દેવી જણાવે છે કે, અમને બીજી કોઈ જાણકારી નથી. અમે શરુઆતથી જ બકરી પાલન કરીએ છીએ અને અમે પણ આજ કરતા આવ્યા છીએ. બકરી નહીં પાળીએ તો, બીજી શું કરીશું.

    લગ્ન અને ભણતર બધો ખર્ચ બકરી વેચીને થાય છે


    ગામના ઈરફાન અંસારી કહે છે કે, અમારા ગામમાં લગ્નથી લઈને બાળકોના અભ્યાસનો ખર્ચ બધું બકરી વેચીને કરવામાં આવે છે. અમારા માટે બકરી એટીએમ મશીન છે. જ્યારે પૈસાની જરુર પડે છે અમે બકરીને વેચી દઈએ છીએ.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Goat, Jharkhand, Villages

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन