Home /News /national-international /

ગાજીપુર કોન્સ્ટેબલ હત્યા: દીકરાએ કહ્યું- 'પોલીસ પોતે નથી કરી શકતી પોતાની સુરક્ષા'

ગાજીપુર કોન્સ્ટેબલ હત્યા: દીકરાએ કહ્યું- 'પોલીસ પોતે નથી કરી શકતી પોતાની સુરક્ષા'

કોન્સ્ટેબલ સુરેશ વત્સ (ફાઇલ ફોટો)

ગાજીપુર હિંસા મામલે 100થી વધુ પ્રદર્શનકર્તાઓ સામે કેસ નોંધાયો, અત્યાર સુધી 11 અરેસ્ટ

    ન્યૂઝ18 ગુજરાતી: ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં પથ્થરમારામાં એક પોલીસ કોન્સ્ટેબલના મોતના મામલામાં રવિવારે પોલીસે 100થી વધુ લોકોની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ મામલામાં સીઓ સિટી મહિપાલ પાઠકે જણાવ્યું કે 32 લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે જ્યારે 100થી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, એડીજી લો એન્ડ ઓર્ડર આનંદ કુમારે જણાવ્યું કે, અત્યાર સુધી આ મામલામાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ઘટના બાદ પોલીસે 22 લોકોની અટકાયત કરી પૂછપરછ કરી છે. પોલીસે આ કાર્યવાહી વીડિયો ફુટેજના આધારે કરી છે. ઘટના બાદ પોલીસ તાત્કાલીક દરોડા પાડી રહી છે.

    આ દરમિયાન આ મામલામાં મૃતક પોલીસકર્મી સુરેશ વસ્તના દીકરા વીપી સિંહે કહ્યું કે, જ્યારે પોલીસ પોતાની જ રક્ષા નથી કરી શકતી તો અમે તેનાથી શું અપેક્ષા રાખી શકીશું. હવે અમે વળતર લઈને શું કરીશું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બુલંદશહર અને પ્રતપાગઢમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે.

     મૂળે, મામલો નોનહરા પોલીસ સ્ટેશન હદના કઠવામોડ પોલીસ ચોકીની પાસેનો છે. મૃતક કોન્સ્ટેબલનું નામ સુરેશ વત્સ છે અને તે કરીમુદ્દીનપુર પોલીસ સ્ટેશનમાં તહેનાત હતા. ઘટના તે સમયે બની જ્યારે અનામતની માંગને લઈને નિષાદ સમાજના લોકોએ ચક્કાજામ કરી રાખ્યો તો. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને ભીડ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી તો ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ દરમિયાન પ્રદર્શનકર્તાઓ તરફથી સતત થઈ રહેલા પથ્થરમારામાં કોન્સ્ટેબલ સુરેશ વત્સનું મોત થયું હતું.

     હાલ, આ મામલામાં પોલીસના ઉચ્ચ અધિકારી મીડિયાથી કંઈ પણ બોલવાનું તૈયાર નથી. શરૂઆતની તપાસ અનુસાર, વત્સ વડાપ્રધાન મોદીની રેલીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ડ્યૂટી કર્યા બાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમને પ્રદર્શનકર્તાઓએ હટાવવા માટે મોકલવામાં આવ્યા. બીજી તરફ, સીએમ યોગીએ કોન્સ્ટેબલ સુરેશ વત્સના મોતને દુર્ભાગ્યપૂર્ણ કહ્યું.

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક સિપાહીની પત્નીને 40 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી વે. પત્નીને પેન્શન અને માતા-પિતા માટે 10 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Yogi adityanath, ઉત્તરપ્રદેશ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन