Home /News /national-international /માફિયા ડોન મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલ, પાંચ લાખનો દંડ; સજા બાદ રડી પડ્યો અંસારી

માફિયા ડોન મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલ, પાંચ લાખનો દંડ; સજા બાદ રડી પડ્યો અંસારી

માફિયા ડોન મુખ્તાર અંસારી

માફિયા ડોન મુખ્તાર અંસારી અને ભીમ સિંહને ગેંગસ્ટર એક્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં ગાઝીપુર ગેંગસ્ટર કોર્ટમાં બંને પક્ષોના વકીલોએ દલીલો કરી હતી , પરંતુ અંતે નિર્ણય મુખ્તાર અન્સારીની વિરુદ્ધ ગયો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં મુખ્તારને 10 વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. અન્સારી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યો હતો. વર્ષ 1996માં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે સજા સાંભળતા જ મુખ્તાર અંસારી રડી પડ્યો હતો.

વધુ જુઓ ...

મુખ્તાર વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કુલ 5 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં ગાઝીપુરમાં બે, વારાણસીમાં બે અને ચંદૌલીમાં એકનો સમાવેશ થાય છે. આ પહેલા ગઈકાલે એટલે કે બુધવારે EDએ મુખ્તાર અંસારીની ધરપકડ કરી હતી. આ ધરપકડ પીએમએલએ હેઠળ કરવામાં આવી હતી. ઈડીએ મુખ્તારને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરીને કસ્ટડી રિમાન્ડની માંગણી કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ PMLA હેઠળ અન્સારી અને તેના નજીકના લોકોના સ્થળો પર દરોડા પાડ્યા હતા. જૂના ગુનાહિત કેસમાં મુખ્તાર હાલમાં યુપીની બાંદા જેલમાં બંધ છે. ઈડીએ ગયા વર્ષે મની લોન્ડરિંગ કેસમાં અન્સારીની પૂછપરછ કરી હતી. નવેમ્બરમાં પ્રયાગરાજ સ્થિત તેની ઓફિસમાં પૂછપરછ કર્યા બાદ EDએ તેના ધારાસભ્ય પુત્ર અબ્બાસ અન્સારીની પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ જંગલમાંથી મળી આવેલા હાડકા શ્રદ્ધાના જ હતાં, DNA રિપોર્ટ સામે આવ્યો

મુખ્તાર અંસારી સામે કેસ નોંધાયો

આ પહેલા મુખ્તાર અંસારીના સંબંધી આતિફ રઝાની ધરપકડ કરવામાં આવી હતી. અંસારી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ યુપી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરથી થયો છે. આ સિવાય વિકાસ કન્સ્ટ્રક્શન નામની કંપની સામે બે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જે અંસારીની પત્ની આતિફ રઝા, બે સંબંધીઓ અને અન્ય લોકો કંપનીનું સંચાલન કરતાં હતાં.

49 ગુનાહિત કેસમાં આરોપી છે

મુખ્તાર અન્સારી જમીન પચાવી પાડવા, હત્યા અને ખંડણી સહિત ઓછામાં ઓછા 49 ગુનાહિત કેસોના સંબંધમાં EDની તપાસમાં ઘેરાયેલો છે. તે યુપીમાં હત્યાનો પ્રયાસ અને હત્યા સહિતના અનેક કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. 1996માં પહેલીવાર મુખ્તાર BSPની ટિકિટ પર મઉ વિધાનસભાથી ચૂંટણી લડ્યો હતો અને જીતીને વિધાનસભા પહોંચ્યો હતો. આ વિધાનસભા ક્ષેત્રમાં તે સતત ત્રણ ચૂંટણી જીત્યો હતો.

ભાજપના ધારાસભ્યની હત્યામાં પણ તેનું નામ આવ્યું હતું

મુખ્તાર અંસારીનું નામ 2005માં સમગ્ર દેશમાં ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેનું નામ બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં સામે આવ્યું હતું. જોકે, જ્યારે કૃષ્ણાનંદની હત્યા થઈ ત્યારે મુખ્તાર તે સમયે જેલમાં હતો. ધારાસભ્યની હત્યા પાછળના કારણોને લઈને અનેક અટકળો થઈ રહી છે.
First published:

Tags: Mukhtar Ansari, Uttar prades