સંદીપ કુમાર, નવી દિલ્હીઃ 26 જાન્યુઆરી (Republic Day 2021)એ ખેડૂત ટ્રેક્ટર પરેડ (Farmers Tractor Parade) યોજવા દરમિયાન દિલ્હી (Delhi)માં થયેલા ઘર્ષણ અને હિંસા બાદ દિલ્હી પોલીસ (Delhi Police) અને યૂપી પોલીસ (UP Police) તથા પ્રશાસન ગાજીપુર બોર્ડર (Ghazipur Border) પર હવે ખૂબ કડક વલણ અપનાવી રહી છે. લગભગ 37 ખેડૂત નેતાઓ પર FIR નોંધાઈ છે અને અનેકની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર થયા બાદ ખેડૂતો ધરણા ખતમ કરવા તરફ આગળ વધી રહ્યા હતા. જોકે ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)એ ગાજીપુર બોર્ડર પર આંદોલન ખતમ કરવાથી ઇન્કાર કરી દીધો છે. પ્રશાસન સાથે વાત કર્યા બાદ પણ તેઓએ પોતાનો નિર્ણય બદલવાની ના પાડી દીધી. બીજી તરફ ટિકૈતના ગામમાં પંચાયત મળી. આ પંચાયત શુક્રવારે ફરી મળશે.
મોડી રાત્રે રાકેશ ટિકૈત સાથે વાત કરવા મંચ પર ગાજિયાબાદના બે એડીએમ અને બે એસપી પહોંચ્યા હતા. એડીએમ શૈલેન્દ્રએ જણાવ્યું કે તેઓ તેમના ખબર અંતર પૂછવા આવ્યા હતા. હજુ કોઈ કોઈ પ્રકારની કાર્યવાહી શરૂ નથી થઈ. આ પહેલા ગુરુવાર સાંજે લગભગ 7.30 વાગ્યે અહીં દિલ્હી પોલીસના જિલ્લા ડેપ્યૂટી કમિશ્નર તરફથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી, જે મુજબ કોઈ પણ પ્રકારના પ્રદર્શન કે એકત્ર થવા પર રોક લગાવી દીધી. અહીં પોલીસ તરફથી બસો અને વજ્ર વાહન પણ લાવવામાં આવ્યા હતા. ભારે સંખ્યામાં અહીં પોલીસ દળ, પેરામિલિટ્રી ફોર્સના જવાન પણ તૈનાત કરવામાં આવ્યા હતા. તેનાથી સ્પષ્ટ સંકેત મળતા હતા કે ટૂંક સમયમાં ધરણાના સ્થળને ખાલી કરાવવામાં આવી શકે છે.
#WATCH| BKU leader Rakesh Tikait breaks down while speaking to media; said, "We will not go anywhere till action is taken against those who lathi-charged farmers."(28.01) pic.twitter.com/welii1I5QY
Uttar Pradesh police and Provincial Armed Constabulary (PAC) deployed at Ghazipur border since yesterday evening, leaves the protest site in police and PAC vehicles. pic.twitter.com/SSYnnRczdZ
ગાજિપુર બોર્ડર આવવા માટે ખેડૂતો અનેક સ્થળોથી રવાના થયા ખેડૂત નેતાઓનું કહેવું છે કે અહીંથી લોકો ભલે જતા રહે, પરંતુ હવે ફરી અહીં ખેડૂતો એકત્ર થશે. આજ સવાર સુધી મોટી સંખ્યામાં અહીં ખેડૂતો આવી જશે. મથુરા, ગાજિયાબાદ, મુજફ્ફરનગર, બિજનૌર અને સહારનપુરથી લોકો ગાજીપરુ બોર્ડ માટે રવાના થઈ ગયા છે.
આ દરમિયાન મોટી સંખ્યામાં મુજફ્ફરનગરમાં આજે મહાપંચાયત યોજાશે. બીકેયૂના ચીફ નરેશ ટિકૈત (Naresh Tikait)એ આ મહાપંચાયત બોલાવી છે, જે રાજકીય ઇન્ટર કોલેજમાં યોજાશે જેમાં અનેક આંદોલન અને રાકેશ ટિકૈતના નેતૃત્વમાં ગાજીપુર બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને લઈ અગત્યનો નિર્ણય લેવામાં આવી શકે છે.
બીજી તરફ, પ્રશાસનના નિશાના પર આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતને RLDનો સાથ મળ્યો છે. RLD નેતા અજિત સિંહ (Ajit Singh)એ રાકેશ ટિકૈત સાથે વાત કરી છે અને કહ્યું કે તમે ચિંતા ન કરો, બધા આપની સાથે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર