Home /News /national-international /શ્વાનની બહેરમીથી હત્યા, ફાંસીના ફંદા પર લટકાવી તડપાવી તડપાવી ને મારી નાખ્યો, વીડિયો વાયરલ

શ્વાનની બહેરમીથી હત્યા, ફાંસીના ફંદા પર લટકાવી તડપાવી તડપાવી ને મારી નાખ્યો, વીડિયો વાયરલ

શ્વાનની બહેરમીથી હત્યા

શ્વાન હંમેશા માણસના સૌથી વફાદાર સાથી માનવામાં આવે છે. પરંતુ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. હકીકતમાં, અહીં લોની પાસે ટ્રોવિક સિટીના ઈલાઈચીપુરમાં બે યુવકોએ એક શ્વાનને બેરહેમીથી મારી નાખ્યો હતો. જોકે આ ઘટના 3 મહિના જૂની છે. પરંતુ તેનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

વધુ જુઓ ...

    વાઇરલ વીડિયો 33 સેકન્ડનો છે. ક્લિપમાં દેખાઈ રહ્યું છે કે બે યુવક શ્વાનને સાંકળથી બાંધીને ફાંસી પર લટકાવી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ આવે છે અને બંને યુવક સાથે વાત કરે છે. જ્યારે યુવકોને લાગે છે કે કૂતરાનો ગૂંગળામણ થવા લાગી છે, ત્યારે તેઓ આરામથી ઊભા થઈને વાત કરવા લાગ્યા. અને શ્વાસનું મોત થઈ ગયું આ મામલો પોલીસ સુધી પહોંચ્યો તો તેમને FIR દાખલ કરી. પોલીસની ટીમે વીડિયોમાં દેખાય રહેલા યુવકોને શોધી કાઢ્યા અને તેમની પૂછપરછ કરી. પૂછપરછમાં યુવકોએ જણાવ્યું કે તે પાલતુ શ્વાન હતો અને તે ઘણા સમયથી બીમાર હતો એટલા માટે તેમને તેને મારી નાખ્યો.

    આ પણ વાંચોઃ Istanbul Blast:તુર્કીમાં આતંકવાદી હુમલો કરનારની ધરપકડ, બ્લાસ્ટમાં અત્યાર સુધી 6ના મોત અને 81 લોકો ઘાયલ

    શ્વાનના માલિક સામે એનિમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ કેસ દાખલ

    ગાઝિયાબાદના એસપી દેહત ઇરાજ રાજાએ કહ્યું, "આ પોલીસ સ્ટેશનના ટ્રોનિકા સિટી વિસ્તારનો વીડિયો છે. તેને સોશિયલ મીડિયા દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યો છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Dog, Ghaziabad, Killed, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन