Home /News /national-international /આ જેલના 140 કેદીઓને થયો એઇડ્સ, તપાસ બાદ હરકતમાં આવ્યું પ્રશાસન

આ જેલના 140 કેદીઓને થયો એઇડ્સ, તપાસ બાદ હરકતમાં આવ્યું પ્રશાસન

તપાસ બાદ હરકતમાં આવ્યું પ્રશાસન

Uttar Pradesh Dasne Jail: ઉત્તર પ્રદેશની ડાસના જેલામાં એકસાથે 140 જેટલા કેદીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા છે. આ ઘટનાથી પ્રશાસન હરકતનાં આવી ગયું છે. આ પહેલા આવી કોઈ ઘટના સામે આવી નથી. જેલ અધિકારીઓનું કહેવું છે કે, ‘નિયમિત તપાસ કરવામાં આવી છે, અને આ સાથે દરેક દર્દીની સારવાર ચાલી રહી છે. ગભરાવા જેવી કોઈ વાત નથી.’

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Uttar Pradesh, India
    નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની ડાસના જેલામાં એકસાથે 140 જેટલા કેદીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા છે. આ ઘટનાથી પ્રશાસન હરકતનાં આવી ગયું છે. આ જાણકારીના ખબર બહાર આવતા ગાઝિયાબાદની આ જેલમાં હડકંપ મચી ગયો છે. આ દરેક એચઆઈવી પોઝિટિવ કેદિઓને લઈ જેલ પ્રશાસન વિશેષ આયોજન કરી રહ્યું છે. આ વિસ્તારના એઈડ્સ નિયંત્રણ સમિતિનો સંપર્ક કરવામાં આવ્યો છે. ત્યાથી ડોક્ટર અને આરોગ્ય અધિકારીઓને લાવાની તૈયારી ચાલી રહી છે. આ સાથે જિલ્લા પ્રશાસન પણ આ મામલે કડર પગલા લેવાની તૈયારીમાં છે. ત્યારે જેલમાં બંધ દરેક કેદીઓના તપાસ કરવામાં આવી રહી છે.

    દરેકની સારવાર કરવામાં આવશે: જેલ અધિકારી


    ડાસના જેલના અધિકારી આલોક કુમાર સિંહે કહ્યું કે,‘દકેર એઈડ્સ પીડિય કેદીઓને લઈને વધારે સાવધાની રાખવામાં આવશે. જોકે આ નિયમિત તપાસ છે. વધારે ગભરાવાની કોઈ જરૂર નથી. હવે જ્યારે દર્દીઓની ઓળખ થઈ ગઈ છે, તો તે દરેકની સારવાર કરવામાં આવશે.’ તેમણે કહ્યું કે, કેદીઓને નશાની આદત છે. આ બિમારી સંક્રમિત થઈ અને સંક્રમણ લોહીના કારણે ફેલાય છે. આમાથી ઘણા લોકોને એક જ સિરીઝ કે સોળથી નશો કરવાની આદતથી આ બિમારી થઈ હોઈ શકે છે.

    આ પણ વાંચો: CBIને મળી વધુ એક સફળતા, CGSTનો વધુ એક સુપરિન્ટેન્ડન્ટ એક લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

    ટીબીને અને અન્ય બિમારીઓના પીડિત કેદીઓ


    ઉત્તર પ્રદેશની ડાસના જેલમાં જેલની ક્ષમતા કરતા પણ વધારે કેદીઓ છે. જેલ પ્રશાસને જણાવ્યું કે, દરેક 5500 કેદીઓની તપાસ કરવામાં આવી રહી છે. આમાંથી ઘણા કેદીઓને ટીબી સહિત અન્ય બિમારીઓના લક્ષણ જોવા મળ્યા છે. તપાસ બાદ સંબંધિત કેદીઓની સારવાર કરવામાં આવી રહી છે. ડાસના જેલમાં 1704 અને જિલ્લા જેલમાં 5500 કેદીઓ બંધ છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: AIDS, HIV positive, ​​Uttar Pradesh News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन