Home /News /national-international /ફી માટે બાળકોની પજવણી ન કરો! શાળાએ અપમાનિત કરતાં વિદ્યાર્થી જીવન ટૂંકાવ્યું

ફી માટે બાળકોની પજવણી ન કરો! શાળાએ અપમાનિત કરતાં વિદ્યાર્થી જીવન ટૂંકાવ્યું

વિદ્યાર્થિના આપઘાત બાદ સ્કૂલમાં હોબાળો

Ghaziabad Student Suicide: ગાઝિયાબાદમાં એક કિશોરે આત્મહત્યા કરી લેતા તેના પિતા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેના પુત્રએ ફી સબમિટ ન કરવા બાબતે શાળામાં હેરાન કર્યા બાદ આ પગલું ભર્યું હતું.

  Ghaziabad Student Suicide: ગાઝિયાબાદ(UP)માં ધોરણ 8 ના એક વિદ્યાર્થીએ તેના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. PTI સમાચારના અહેવાલ મુજબ, કથિત રીતે તેના પિતા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેના પુત્રએ ફી સબમિટ ન કરવા બાબતે શાળામાં હેરાન કર્યા બાદ આ પગલું ભર્યું હતું. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે તેના પિતાએ શાળા પર ફી વસુલવા માટે તેના બાળક ને હેરાન કર્યો હોવાના અને તે કારણે તેને આત્મહત્યાનું પગલું ભર્યું હોવાના આરોપ મુકયા હતા.

  તેઓએ જણાવ્યું કે આ ઘટના સિહાની ગેટ પોલીસ સ્ટેશનની હદમાં શિબ્બન પુરા કોલોનીમાં બની હતી.

  પોલીસે જણાવ્યું હતું કે મૃતકના પિતાએ શાળાના મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પુત્રને ફી નહીં ચૂકવવા બદલ હેરાન કરવામાં આવ્યો હતો અને તેને વર્ગોમાં જવાની પરવાનગી આપવામાં આવી ન હતી..

  સર્કલ ઓફિસર (શહેર) આલોક દુબેએ ફરિયાદનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, શાળામાંથી ઘરે પરત ફર્યા બાદ બાળકને અપમાનિત ફીલ થયું હતું અને તેણે ફાંસી લગાવી લીધી હતી.

  જોકે પોલીસની શાળામાં તપાસ દરમિયાન અલગ જ કારણ જાણવા મળ્યું છે. શાળાના મેનેજમેન્ટે ફી અંગે કોઈ હેરાનગતિ થઇ ન હોવાનું અને વિદ્યાર્થીઓના અંગત ઝગડા વિષે પોલીસને જાણ કરી હતી.

  પોલીસ જણાવે છે કે “પૂછપરછ દરમિયાન, સ્કૂલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે વિદ્યાર્થી અને તેના ક્લાસમેટ વચ્ચે ઝઘડો હતો, જેના માટે તેમના માતાપિતાને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય વિદ્યાર્થીઓના પિતા શાળાએ પહોંચ્યા હતા, પરંતુ મૃતક વિદ્યાર્થીએ તેના માતાપિતાને જાણ કરી ન હતી. ગુરુવારે, તેને તેના પિતાને ફોન કરવાનું કહેવામાં આવ્યું હતું અને જો તેમ ન થાય તો તેને વર્ગોમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં, તેમ કહેવામાં આવ્યું હતું.”

  આ પણ વાંચો: ગુરુપદ લજવ્યુ! સરકારી શાળાના 54 વર્ષીય નરાધમ માસ્તરે 15 વિદ્યાર્થીઓ સાથે કર્યું ગંદુ કામ

  આ કારણે તેણે આત્મહત્યા કરી હોવાની શક્યતા સ્કૂલ મેનેજમેન્ટે પોલીસને આપી હતી.


  જોકે પોલીસ પિતા તરફથી કરાયેલા દવા અંગે તપાસ જરૂર કરશે. “આ કેસની તપાસ ચાલી રહી છે અને જો શાળાના કર્મચારીઓ કોઈ ગેરરીતિ માટે દોષિત ઠરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે” એમ ઇન્સ્પેક્ટર દુબેએ જણાવ્યું હતું.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Crime case, Crime news, Ghaziabad, Ghaziabad Police

  विज्ञापन
  विज्ञापन