મદ્રાસ હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરતા નિર્ણય જાહેર કર્યો હતો.
Marriage Registration: વર્ષ 2015માં એક મુસ્લિમ મહિલાએ અરજી કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરતા નિર્ણય જાહેર કર્યો હતો. મહિલાના પિતરાઈ ભાઈ સાથે થયેલ લગ્નને આ આધાર પર રદ્દ કરવાની માંગ કરી હતી.
Madras HC On Marriage Certificate: મદ્રાસ હાઈકોર્ટે મેરેજ સર્ટીફિકેટ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, લગ્ન કર્યા વગર (Marriage Ceremony) લગ્નનો નોંધણી (Marriage Registration) કરાવવી તે અમાન્ય ગણવામાં આવશે અને મેરેજ સર્ટીફિકેટને બોગસ માનવામાં આવશે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, લગ્નની નોંધણી કરનાર અધિકારીની ફરજમાં આવે છે કે, નોંધણી કર્યા પહેલા ખરેખ લગ્ન થયા છે કે નહીં તેની તપાસ કરવામાં આવે.
કપલે લગ્ન કરવા છે જરૂરી
મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ આર. વિજયકુમારે જણાવ્યું છે કે, ‘કપલ જે ધર્મ સાથે જોડાયેલ તે ધર્મ સંબંધિત લગ્ન પ્રસંગમાંથી પસાર થવું જરૂરી છે. સંબંધિત વ્યક્તિગત કાયદા અનુસાર લગ્ન કર્યા બાદ જ વિવાહ અધિનિયમ (તમિલનાડુ વિવાહ નોંધણી અધિનિયમ, 2009) હેઠળ નોંધણી કરી શકાશે. વિવાહ સમારોહ કર્યા વગર અધિનિયમ હેઠળ વિવાહની નોંધણી નહીં કરી શકાય.’
કઈ બાબતે આ નિર્ણય લેવામાં આવ્યો છે?
વર્ષ 2015માં એક મુસ્લિમ મહિલાએ અરજી કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરતા નિર્ણય જાહેર કર્યો હતો. મહિલાના પિતરાઈ ભાઈ સાથે થયેલ લગ્નને આ આધાર પર રદ્દ કરવાની માંગ કરી હતી. મહિલાએ કહ્યુ કે, તેના પિતરાઈ ભાઈએ તેને ખોટું બોલ્યો હતો કે, તેની માતા બિમાર છે અને તેને કોલેજમાંથી લઈ ગયો. પિતરાઈ ભાઈ તેને ઘરે લઈ જવાની જગ્યાએ એક સબ રજિસ્ટ્રારની ઓફિસે લઈ ગયો અને લગ્નની નોંધણી પર સહી કરવા માટે ધમકી આપી હતી. મહિલાના માતા પિતાને મારી નાંખવાની ધમકી આપીને જબરદસ્તી લગ્ન કરવામાં આવ્યા હતા. મહિલાએ દાવો કર્યો હતો કે, ઈસ્લામી પરંપરા અનુસાર કોઈપણ વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું નહોતું.
ન્યાયાધીશે જણાવ્યું છે કે, નોંધણી અધિકારી લગ્નની નોંધણી કરતા પહેલા તમામ બાબતોની ખાતરી કરવી જરૂરી છે. સંબંધિત વ્યક્તિગત કાયદા અનુસાર વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે કે નહીં, તે અંગેની નોંધણી અધિકારીએ જાણકારી મેળવવી જરૂરી છે. આ પ્રકારનું વેરિફિકેશન કર્યા વગર નોંધણી અધિકારી અરજીના આધાર લગ્નની નોંધણી નહીં કરી શકે. વિવાહ સમારોહ પહેલા વિવાહનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે તો આ પ્રમાણપત્રને બોગસ પ્રમાણપત્ર માનવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર