ચાલુ કાર ઉપર સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો, પોલીસે પકડાવ્યો રૂ.18,000નો દંડ, જુઓ video

કાર સ્ટન્ટનો વીડિયો વાયરલ

Ghaziabad news: સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોમાં દેખી શકાય છે કે એક બ્રેઝા કાર અને સ્કોર્પિયોમાં સવાર બે યુવકો બોનેટ ઉપર ઉભા થઈને ગાડીના હુટર વગાડીને સ્ટંટબાજી કરતા દેખાઈ રહ્યા છે.

 • Share this:
  ગાઝિયાબાદઃ દિલ્હીથી (Delhi) નજીક આવેલા ગાઝિયાબાદમાં (Ghaziabad) બે ચાલુ કારમાં યુવકો કારના બોનેટ ઉપર બેશીને સ્ટંટ (two boy stunt on running car) કરતો વીડિયો (stunt video viral) સોશિયલ મીડિયા ઉપર (social media) વાયરલ થયો હતો. વીડિયો ધ્યાનમાં આવતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. અને વીડિયોમાં દેખાતી કારની ઓળખ કરીને પોલીસે કાર માલિકને 18,000 રૂપિયાનું ચલણ પકડાવી દીધું હતું. જોકે, વીડિયોમાં દેખાતી બીજી કારની ઓળખની કાર્યવાહી હાથધરવામાં આવી છે.

  મળતી માહિતી પ્રમાણે જે બ્રેઝા કારનું ચલણ કાપવામાં આવ્યું છે. તેના નંબર ઉપરથી જાણવા મળ્યું હતું કે આ કાર પૂર્વ દિલ્હીમાં વસુંધરા એક્લેવમાં ઘરૌલી એક્સટેન્શન નિવાસી અલકા રાનીના નામે રજીસ્ટર્ડ છે. જ્યારે બીજી કારની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

  સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોમાં દેખી શકાય છે કે એક બ્રેઝા કાર અને સ્કોર્પિયોમાં સવાર બે યુવકો બોનેટ ઉપર ઉભા થઈને ગાડીના હુટર વગાડીને સ્ટંટબાજી કરતા દેખાઈ રહ્યા છે.

  આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

  આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! કોન્ટ્રાક્ટરની પત્નીને પતિના મિત્રએ કેફી પીણું પીવડાવી ઉતાર્યા નગ્ન ફોટો અને વીડિયો, અઢી વર્ષ સુધી કર્યું યૌનશોષણ

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારમાં હિંડનના કિનારે આવેલા રોડ ઉપર આ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યો છે. જ્યાં રસ્તા ઉપર હાજર કોઈ અજાણ્યા વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો હતો. અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.

  જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. લોકોએ ટ્વીટ કરીને ગાઝિયાબાદ પોલીસને વીડિયો અંગે જાણકારી આપી હતી. આ વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા કાર માલિકને 18,000 રૂપિયાનું ચલણ ફટકાર્યું હતું. આમ ચાલું કારમાં સ્ટન્ટ કરવો યુવકને ભારે પડી ગયો હતો.
  Published by:ankit patel
  First published: