ગાજિયાબાદઃ પત્રકાર વિક્રમ જોશીનું હૉસ્પિટલમાં નિધન, બદમાશોએ દીકરીઓ સામે મારી હતી ગોળી

સોમવાર રાત્રે બદમાશોએ વિક્રમ જોશીને ઘેરીને માથામાં ગોળી મારી હતી, પોલીસે 9 આરોપીની કરી ધરપકડ

સોમવાર રાત્રે બદમાશોએ વિક્રમ જોશીને ઘેરીને માથામાં ગોળી મારી હતી, પોલીસે 9 આરોપીની કરી ધરપકડ

 • Share this:
  દીપક બિષ્ટ, ગાજિયાબાદઃ પત્રકાર વિક્રમ જોશી (Journalist Vikram Joshi)નું બુધવાર સવારે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત (Death) થઈ ગયું. સોમવાર રાત્રે બદમાશોએ જાહેરમાં તેમના માથામાં ગોળી મારી હતી. હુમલાના સમયે તેમની બે દીકરીઓ પણ સાથે હતી. ત્યારબાદ તેમને યશોદા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઘાયલ વિક્રમને બચાવી ન શકાયા. આ મામલામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ, એક પોલીસ ચોકી ઇન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  ગાજિયાબાદના વિજયનગર વિસ્તારમાં કેટલાક અજાણ્યા બદમાશોએ પત્રકાર વિક્રમ જોશી પર હુમલો કર્યો હતો. ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવી ચૂક્યા છે. આ સીસીટીવી ફુટેજમાં વિક્રમ જોશી પોતાની બે દીકરીઓની સાથે મોટરસાઇકલ પર પસાર થતા જોવા મળી રહ્યા હતા. તે સમયે બદમાશોએ તેમને ઘેરી લીધા અને ગોળી મારી દીધી. આ મામલામાં 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


  ગોળી માર્યા પહેલા કરી હતી મારઝૂડ

  સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાઇક પર જઈ રહેલા વિક્રમ જોશીને અમુક લોકો અટકાવે છે. આ સમયે તેમની દીકરી પણ તેમની સાથે હતી. વિક્રમ જોશી પર આ લોકો અચાનક હુમલો કરી દે છે, આ દરમિયાન તેની દીકરી ભાગતી નજરે પડે છે. જે બાદમાં હુમલાખોરો વિક્રમ જોશીને કાર તરફ ઢસડીને લઈ જાય છે અને તેમના માથામાં ગોળી મારીને ફરાર થઈ જાય છે.

  આ પણ વાંચો, સ્નિફર ડૉગ ટુન્ગાએ કર્યો કમાલ, 11 KM દૂર જઈને પકડી પાડ્યો હત્યાનો આરોપી

  ગોળી વાગવાથી વિક્રમ જોશી રસ્તા પર ફસડાઈ પડે છે. આ સમયે તેમની નાની દીકરી દોડી આવે છે. સીસીટીવીમાં વિક્રમ જોશીની નાની દીકરી રડતી તેમજ મદદ માટે બૂમો પાડતી નજરે પડી રહી છે. પત્રકારના પરિવારે દાવો કર્યો છે કે તેમણે તાજેતરમાં તેમની ભત્રીજીને અમુક લોકો પરેશાન કરી રહ્યા હોવાની પોલીસ ફરિયાદ આપી હતી. આ હુમલાના તાર આ ફરિયાદ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવે છે.

  આ પણ વાંચો, 29 જુલાઈએ 5 રાફેલ પહોંચશે અંબાલા એરફોર્સ સ્ટેશન, આકાશમાં હવે રાજ કરશે ભારત

  ‘કાર્યવાહી કરી હોત તો આ ઘટના ન બની હોત’

  વિક્રમ જોશીના ભાઈ અંકિત જોશીએ જણાવ્યુ હતુ કે, તેમના ભાઈએ તાજેતરમાં વિજય નગર પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ આપી હતી. જેમાં તેમણે તેની ભત્રીજીને અમુક લોકો પરેશાન કરી રહ્યાનો ઉલ્લેખ હતો. પત્રકારના ભાઈએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સાથે જ તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, વિક્રમ પર એ જ યુવકોએ હુમલો કર્યો છે જેમનાં નામ ફરિયાદમાં લખાવામાં આવ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: