ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગાઝિયાબાદ (ghaziabad) માં પતિની ક્રૂરતા (husband beat the wife) સામે આવી છે, જ્યાં તેણે રાતના અંધારામાં રસ્તા પર દોડી-દોડીને પત્નીને માર માર્યો હતો. આટલું જ નહીં પાડોશીએ પોલીસને જાણ કરતાં આ પતિએ પાડોશીને પણ માર માર્યો હતો. પત્ની પર પતિની ક્રૂરતાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, ગાઝિયાબાદમાં એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે, વ્યક્તિ કેવી રીતે બદમાશ અથવા શેતાન બની શકે છે. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે પત્ની જીવ બચાવવા માટે અહીં-તહીં રસ્તા પર દોડી રહી છે અને તેનો પતિ તેને રસ્તા પર ઢોર માર મારી રહ્યો છે.
આ આખો મામલો ગાઝિયાબાદના કવિ નગર પોલીસ સ્ટેશનના મહેન્દ્ર એન્ક્લેવનો છે, જ્યાં ગુરુવારે રાત્રે આરોહી મિશ્રાને તેના પતિ સૌરવ મિશ્રાએ રસ્તા પર માર માર્યો હતો. આ ઘટના રાત્રે 11.00 વાગ્યાની આસપાસ બની હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કેવી રીતે મહિલા પોતાનો જીવ બચાવવા માટે રસ્તા પર ભાગી રહી છે, પરંતુ પતિ સૌરવ મિશ્રાના માથે ગુસ્સો સવાર છે અને તે તેને રસ્તા પર દોડાવી-દોડાવી માર મારે છે.
" isDesktop="true" id="1240782" >
પીડિત મહિલાના કહેવા પ્રમાણે, તેનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે તેના નશામાં ધૂત પતિને કહ્યું હતું કે, હાલ શાકભાજી લઈને આવી છુ, અને હું આખો દિવસ કામથી થાકી ગઈ છું. બસ આટલી વાત સાંભળતા જ, આ માણસની અંદરનો શેતાન જાગી ગયો અને તે હેવાન તેની પત્નીને ઘરથી બહાર સુધી માર મારતો લઈ ગયો. પરિણામની પરવા કર્યા વિના, તેણે તેની પત્નીને મારવાનું ચાલુ રાખ્યું.
જ્યારે પાડોશીઓને ચીસોના અવાજથી આ ઘટનાની જાણ થઈ તો તેમણે પોલીસને બોલાવી. પરંતુ તેનાથી નારાજ આરોપી સૌરવ મિશ્રાએ પાડોશીને પણ માર માર્યો હતો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સૌરવ મિશ્રા અને પરિવારના અન્ય બે સભ્યોને કસ્ટડીમાં લીધા. પીડિત મહિલા હાલ હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર