ગાઝિયાબાદ: બાંધકામ સમયે બિલ્ડિંગ ધરાશાયી થતાં બેના મોત, 8 ઘાયલ

News18 Gujarati
Updated: July 23, 2018, 7:54 AM IST
ગાઝિયાબાદ: બાંધકામ સમયે બિલ્ડિંગ ધરાશાયી થતાં બેના મોત, 8 ઘાયલ

  • Share this:
ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકાશ નગર કોલોનીમાં રવિવારે એક પાંચ માળની નવી બની રહેલ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. કાટમાળમાં લગભગ 13 મજૂર ફસાયા હોવાની સૂચના મળતા 9 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે. કાટમાળમાં હજુ ત્રણ લોકો દટાયા હોવાની સૂચના મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા જ ગ્રેટર નોએડાના શાહબેરીમાં પણ બે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ જમીન પ્રસન્નજીત ગૌતમ નામના વ્યક્તિની છે, અને બિલ્ડરનું નામ મનિષ ગોયલ છે. જોકે, બંને હજુ પોલીસ પકડથી બહાર છે. આ બંનેના પરિવારની પોલીસે પૂછતાછ માટે અટકાયત કરી છે.

ગાઝિયાબાદની ડીએમ રિતુ માહેશ્વરીએ મીડિયાને જણાવ્યું કે, શરૂઆતની તપાસમાં લાગી રહ્યું છે કે, બિલ્ડિંગની ક્વોલીટી સારી ન હતી. આ મામલામાં મેજિસ્ટ્રેટે તપાસનો આદેશ આપી દીધો છે. 9 લોકોને બહાર નીકાળી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે. હજુ રેસક્યુ ઓપરેશન ચાલુ છે.

ઘટના સ્થળ પર જિલ્લા પ્રશાસન અધિકારીઓની સાથે એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. આ ઘટનામાં એક બાળક પણ ઘાયલ થયું છે, જેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું હતું. નિયમોને નેવે મુકી બિલ્ડિંગમાં વધારાના ફ્લોર બનાવવામાં આવી રહ્યા હતા. એસએસપી વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે, 9 મજૂરોને બહાર નીકાળવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ અન્ય લોકોને બહાર નીકાળવાની કામગીરી કરી રહી છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

આ બાજુ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડીએમ સાથે વાતચીત કરી દુર્ઘટનાની જાણકારી લીધી છે. યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે, તમામ ઘાયલ લોકોને સારી સારવાર મળે તે માટે પગલા ભરવામાં આવે.ઉલ્લેખનીય છે કે, દિલ્હી ગ્રેટર નોએડાના શાહબેરી ગામમાં મંગલવાર રાત્રે બે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં કાટમાળ નીચેથી 8 લોકોની લાસ બહાર કાઢવામાં આવી હતી. આ મામલામાં 4 લોકોની ધરપકડ કરવાની સાથે 24 લોકો વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
First published: July 23, 2018, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading